પ્રોપર્ટી ગુરૂ: કેવી રહી ફેસ્ટિવ સિઝન? - property guru how festive season | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: કેવી રહી ફેસ્ટિવ સિઝન?

આજના પ્રોપર્ટી ગુરૂમાં આપણે કરીશું રિયલ એસ્ટેટની હાલની સ્થિતી અંગે ચર્ચા અને સાથે જ મેળવીશુ તમારા સવાલોનાં જવાબ.

અપડેટેડ 03:42:10 PM Nov 25, 2017 પર
Story continues below Advertisement

પ્રોપર્ટીને લગતા ખાસ શો પ્રોપર્ટી ગુરૂમાં હુ નિશા તમારૂ સ્વાગત કરૂ છુ. પ્રોપર્ટીની લગતી તમામ જરૂરી માહિતી આપના સુધી પહોચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ. આજના પ્રોપર્ટી ગુરૂમાં આપણે કરીશું રિયલ એસ્ટેટની હાલની સ્થિતી અંગે ચર્ચા અને સાથે જ મેળવીશુ તમારા સવાલોનાં જવાબ. અને આજે આપણી સાથે જોડાયા છે  મેન્ડરસ પાર્ટનર્સનાં ફાઉન્ડર અને મેનેજીંગ પાર્ટનર નૌશાદ પંજવાની.

નૌશાદ પંજવાનીનાં મતે નોટબંધી, જીએસટી, રેરાની અસર હજી રિયલ એસ્ટેટ પર છે. જીડીપીનો દર પણ પ્રોપર્ટી ખરીદીનાં નિર્ણય પર અસર કરે છે. ગ્રાહકો હજી પ્રોપર્ટીની કિંમત ઓછી થવાની રાહ જોઇ રહ્યા છે. હાલમાં તૈયાર પ્રોજેક્ટની માંગ વધુ છે. ઓસી વાળા પ્રોજેક્ટમાં જીએસટીનો ખર્ચ બચે છે. નોટબંધીની અસર સેકેન્ડરી માર્કેટ પર વધુ થઇ છે.

યુવા પેઢી લાંબાગાળા સુધી લોનની જવાબદારી લેવા નથી માંગતી. યુવા પેઢી રોકાણ અને રિયલ એસ્ટેટને અલગ ગણે છે. રોકાણ સારૂ વળતર મળી શકે એ રીતે કરે છે. રહેવા માટે ભાડાનું ઘર લેવાનુ પસંદ કરે છે.

સવાલ: ઇમેલ આવ્યો છે અજીત રાણાનો વિરારથી. હું વિરારમાં 2 બીએચકે ફ્લેટ લેવા ઇચ્છુ છુ. મે ત્યા ઘણા વિકલ્પો જોયા. જ્યા 575 થી 610 Sqftનાં 2બીએચકે ફ્લેટની કિંમત દરેક ડેવલપર અલગ અલગ જણાવે છે રૂસ્તમજી રૂપિયા 50 લાખ સુધી, એકતાવલ્ડ 45 લાખ, વિનય યુનિક 40 લાખ. જ્યારે કોસ્મો ડેવલપરનો નવો પ્રોજેક્ટ છે જે 32 લાખમાં 2 બીએચકે ઓફર કરે છે. આ પ્રોજેક્ટ હજુ શરૂઆત પર છે. મારો સવાલ છે એક જ જગ્યા પર આટલો મોટો કિંમતનો તફાવત કેવી રીતે હોઇ શકે? શુ આને માટે કોઇ નિયમો નથી?

જવાબ: અજીત રાણાને સલાહ છે કે સારા ડેવલપરનાં સારા પ્રોજેક્ટની કિંમત વધી જાય છે. બિલ્ડરની ઇમ્પ્રેસનની અસર પણ કિંમત પર થાય છે. બિલ્ટઅપ એરિયામાં લોડિંગ સમજવુ મુશક્લે બનતુ હોય છે. લોન્ચની સ્થિતીમાં રહેલા પ્રોજેક્ટની કિંમત ઓછી હોય છે. બાંધકામ હેઠળનાં પ્રોજેક્ટ અને રેડી પ્રોજેક્ટની કિંમતની સરખામણી ન કરો.

સવાલ: સંજીવ મનોહર વૈધનો વડોદરાથી, તેમણે લખ્યુ છે કે મારે પાલઘરમાં રેસિડન્શિયલ ફ્લેટ લેવો છે. 1 બીએચકે અથવા 2 બીએચકે. હાલ હુ વડોદરા રહુ છુ પાલઘરમાં રોકાણ કરવું છે, આ બાબતે આપનુ માર્ગદર્શન આપશો.

જવાબ: સંજીવભાઇને સલાહ છે કે પાલઘરમાં રહેવા માટે લોકો ઘર ખરીદી રહ્યાં છે. પાલઘર અને બોઇસરમાં રૂપિયા 3000 સુધીની કિંમત ચાલી રહી છે. પાલઘરની કનેક્ટિવિટી સારી છે. પાલઘર ઇસ્ટમાં સારા પ્રોજેક્ટ લોન્ચ થઇ શકે છે. પાલઘર ઇસ્ટમાં પ્રોજેક્ટ સ્ટેશનથી દુર આવી રહ્યાં છે. મેપલ ટેરસ નામનો પ્રોજેક્ટ પાલઘરમાં સારો છે. પાલઘરમાં અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ મળી શકે છે.

સવાલ: રાજેશ શાહે મુંબઇથી તેમણે લખ્યુ છે કે હું પ્રોપર્ટીગુરૂ શો નો નિયમિત દર્શક છું, હું વર્ષોથી પ્રોપર્ટીમાં રોકાણ કરૂ છુ 3,4 વર્ષ રાખી તેને વેચી નવી પ્રોપર્ટી રોકાણ માટે લઉ છુ પરંતુ પાછલા 5 વર્ષથી મને મારા કલ્યાણનાં ફ્લેટ કે દુકાન બન્નેની ધારેલી કિંમત મળી નથી રહી. શુ હવે મારે પ્રોપર્ટીનાં આ રોકાણમાંથી વગર નફા સાથે પણ નીકળી જવું જોઇએ કે હજી રાહ જોવી જોઇએ.

જવાબ: રાજેશભાઇને સલાહ છે કે ભારતમાં પાછલા થોડા સમયથી કિંમતો વધી નથી રહી. તમારૂ કલ્યાણમાં રોકાણ યોગ્ય છે, કલ્યાણ સારો વિસ્તાર છે.

સવાલ: અજયનો પ્રશ્ન છે કે બિલ્ડર મારી પાસે 12% જીએસટીની માંગણી કરી રહ્યાં છે પરંતુ આ ફ્લેટ 1 મહિના પહેલાથી જ તૈયાર છે અને રેડી ટુ મુવ છે, તો શું બિલ્ડરની જીએસટીની માંગણી યોગ્ય છે?

જવાબ: અજયને સલાહ છે કે ઓસી આવી ગયુ હોય તો જીએસટી લાગશે નહી. ઓસી ન આવ્યુ હોયતો 12% જીએસટી લાગશે.

સવાલ: પ્રસાદ ડાંભોલકરનો પ્રશ્ન છે કે મે મીરા રોડ પર એક ફ્લેટ જોયો છે, પ્રોજેક્ટ રેરા રજીસ્ટર છે, કિંમત 7100 સ્કેવર ફીટ છે. એમિનિટઝ છે, પ્રોજેક્ટ 63% બની ચુક્યો છે. શું આ કિંમત આ વિસ્તાર માટે યોગ્ય છે? અને અહી જીએસટી મારે કેટલુ લાગુ પડશે?

જવાબ: પ્રસાદ ડાંભોલકર સલાહ છે કે તમે પુરતી તપાસ બાદ આ કિંમતમાં ઘર લઇ શકો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2017 3:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.