બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: મુંબઈ માટે સ્ટેમ્પ ડ્યુટી 1% ઘટી

આજે આપણે વાત કરવાના છીએ મહારાષ્ટ્ર અને ખાસ કરીને પુના અને મુંબઇનાં રિયલ એસ્ટેટની.
ના રોજ પ્રકાશિત Sat, 14, 2020 પર 15:47  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે આપણે વાત કરવાના છીએ મહારાષ્ટ્ર અને ખાસ કરીને પુના અને મુંબઇનાં રિયલ એસ્ટેટની. ક્યા આગળ બની રહી છે તમારા ઘર ખરીદવાની તક અને શું હવે ઘર ખરીદવુ વધુ સરળ બની રહ્યું છે સાથે જ લઇશુ દર્શકોનાં સવાલ પણ અને આ તમામ ચર્ચા કરીશુ એકવેસ્ટનાં સીઈઓ પરેશ કારિયા સાથે.

પરેશ કારિયાનાં મતે ર્સ્ટેમ્પ ડ્યુટીમાં 1%નો ઘટાડો સરકારનું સારૂ પગલુ. ર્સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો ઇન્ડસ્ટ્રીની લાંબા સમયથી માંગ હતી. ર્સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાથી ગ્રાહકોનાં સેન્ટિમેન્ટમાં સુધારો થઇ શકે.

ઇન્ફ્રાનો વિકાસ થશે તો રિયલ એસ્ટેટનો પણ વિકાસ થશે. ઇન્ફ્રાનો વિકાસ થશે તો રિયલ એસ્ટેટનો પણ વિકાસ થશે. મુંબઇ-પૂના વચ્ચે ઘણા પ્રોજેક્ટ આવી શકે. હવે પનવેલથી આગળ પણ ઘણા પ્રોજેક્ટ બની રહ્યાં છે. મુંબઇ-પૂના ટ્વીન સિટી બની શકે છે.

ટાઉનશિપમાં પ્રોજેક્ટની અંદર દરેક સુવિધાઓ ઉભી કરવામાં આવે છે. ટાઉનશિપમાં ઘરની કિંમત સ્ટેન્ડ અલોન બિલ્ડિંગની થોડી વધી શકે. ઘર ખરીદતી વખતે વિસ્તારની કનેક્ટિવિટી જાણી લેવી. ઘર ખરીદતી વખતે વિસ્તારનું સોશિયલ ઇન્ફ્રા કેવુ છે જોઇ લેવુ. તમારા ગમતા વિસ્તારમાં રિ-સેલમાં પણ વિકલ્પો પણ મળી શકે. રિ-સેલ ઘર લેવાથી તમને તૈયાર ઘર મળશે, કોઇ રિસ્ક તમારે નહી લેવુ પડે.

સવાલ: 2 BHK ફ્લેટ લેવો છે, તળોજા,શીલ ફાટા અને ભિવન્ડી માથી ક્યુ લોકેશન સારૂ રહી શકે, કનેક્ટિવિટીસ ઇનફ્રા અને એપ્રિશિયેશન ક્યા સારૂ મળશે?,  શીલ, કલ્યાણ રોડ પર આશીર્વાદ બિલ્ડરનો પ્રોજેક્ટ શ્રીપતિ રેસિડન્સી મે શોર્ટ લિસ્ટ કર્યો , આ પ્રોજેક્ટ અંગે આપનો શું મત છે?

જવાબ: જનક નાયકને સલાહ છે કે તમે પસંદ કરેલા લોકેશન MMR રિજનમાં આવે છે. ભિવન્ડીની આસપાસ સારા ડેવલપરનાં ઘણા નવા પ્રોજેક્ટ છે. શીલ ફાટામાં લોધાનો પલાવા સિટી પ્રોજેક્ટ છે. તલોજામાં વધુ અપ્રરીસિયેશન મળી શકે. તલોજા ખાર ઘરની નજીકનો વિસ્તાર છે. તલોજાને મેટ્રોની કનેક્ટિવિટી પણ મળશે. શીલફાટામાં ઘણા જાણીતા ડેવલપર્સનાં પ્રોજેક્ટ છે.

સવાલ: ખરાડીમાં ઇયોન ફ્રી ઝોનમાં પ્રોપર્ટીમાં રોકાણ કરી શકાય?

જવાબ: તારક શાહને સલાહ છે કે ઇયોન ફ્રી ઝોન મોટો IT પાર્ક છે. ઇયોન ફ્રી ઝોન મોટો IT પાર્ક છે,તેની આસપાસ ઘણા રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. ખરાડીમાં ઘણુ અપ્રિસિયેશન થઇ ચુક્યુ છે. ખરાડીની નજીક કેશવનગરમાં પણ રોકાણ કરી શકાય.

સવાલ: હુ પુનામાં ₹40 લાખનાં બજેટમાં ઘર શોધી રહ્યો છુ, વાઘોલીમાં મને `35 લાખમાં પ્લોટ મળી રહ્યો છે, તો મારે પ્લોટ ખરીદી ઘર બનાવવું જોઇએ કે ફ્લેટ ખરીદવા જોઇએ અને વિકલ્પો પણ જણાવશો.

જવાબ: સંજય પારેખને સલાહ છે કે વઘોલી ખરાડીની ખૂબ નજીકનો વિસ્તાર છે. વઘોલીમાં તમારા બજેટમાં ઘર મળી શકશે.

સવાલ: અંધેરીમાં નોકરી કરૂ છુ, હાલ બોરીવલી ભાડા પર રહુ છુ, રહેવા માટે પોતાનું ઘર ખરીદવુ છે, સબર્બમાં સારી સુવિધા વાળી ટાઉનશીપમાં જવાની ઇચ્છા છે. વિરાર, પનવેલ કલ્યાણમાંથી ક્યુ લોકેશન સારૂ રહેવા અને અફોર્ડેબલ કિંમત માટે અને સાથે જ સારી લાઇફ સ્ટાઇલ મળી શકે એવા વિકલ્પો જણાવશો.

જવાબ: રિયા શેઠને સલાહ છે કે તમારી દરેક અપેક્ષા મુજબનું ઘર આપને મળી શકે છે. તમારે વેસ્ટર્ન લાઇન પર ઘર ખરીદવુ જોઇએ. વિરારમાં રૂસ્તમજીની ટાઉનશિપમાં ઘર ખરીદી શકો. નાયગાંવમાં સનટેકની ટાઉનશિપમાં ઘર ખરીદી શકો.

સવાલ: વડાલામાં 3 cr નાં બજેટમાં 2 BHK કે મોટુ ઘર મળી શકે? આ વિસ્તારમાં ક્યા સારા ડેવલપરનાં પ્રોજેક્ટ છે?


જવાબ: વડાલા દાદર અને ચેમ્બુર સુધીનો મોટો વિસ્તાર છે. તમને ચેમ્બુર તરફ તમારા બજેટમાં ઘર મળી શકશે. વડાલામાં અજમેરાની ટાઉનશિપનો પ્રોજેક્ટ છે. વડાલામાં દોસ્તી ડેવલપર્સનો પ્રોજેક્ટ પણ જોઇ શકે.