બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: ગુજરાતમાં રિડેવલપમેન્ટ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 11, 2019 પર 16:39  |  સ્ત્રોત : CNBC-Bajar

જીગર મોતાનું કહેવુ છે કે ગુજરાતમાં રિડેવલપમેન્ટને મળી મંજૂરી. 25 વર્ષ જુના બિલ્ડિંગોનુ થઇ શકશે રિડેવલપમેન્ટ. 20 કરોડ SqFtની રિડેવલપમેન્ટ થઇ શકે. અમદાવાદમાં રિડેવલપમેન્ટનો મોટો સ્કોપ છે. પહેલા રિડેવલપમેન્ટ માટે 100% સભ્યોની મંજૂરી જરૂરી હતી. હવે 75% સભ્યોની મંજૂરીથી રિડેવલપેમેન્ટ થઇ શકશે. આ નિયમ 25 વર્ષથી જુની બિલ્ડિંગો માટે છે. 100% સભ્યોની મંજૂરી ખૂબ મુશ્કેલ બને છે.

જીગર મોતાના મતે રોડની પહોળાઇને આધારે FSI મળતી હોય છે. એકથી વધુ સોસાયટીને ભેગા મળી રિડેવપમેન્ટ કરવું પડશે. સાંકડા રસ્તા પર આવેલી સોસાયટીને મુશ્કેલી. અમદાવાદનાં અંદરનાં વિસ્તારમાં લાર્જ ડેવલપમેન્ટનો અભાવ. હવે એમેનિટિસ સાથેનાં પ્રોજેક્ટ થવાની સંભાવના છે. રિડેવલપમેન્ટથી કિંમતમાં ફેર નહી થાય.

જીગર મોતાના મુજબ પ્રોજેક્ટમાં વેરિયેશન આવી શકે. રેસિડન્શિયલમાં માંગ ઓછી છે. પ્રોપર્ટીમાં માંગ સ્થિર છે. અફોર્ડેબલ અને લક્ઝરી પ્રોજેક્ટનાં સેલ થઇ રહ્યા છે. મિડ સેગ્મેન્ટનાં સેલમાં દબાણ દેખાઇ રહ્યું છે. કમર્શિયલ રિડેવલપમેન્ટની શક્યતા ઓછી છે. પહેલાની જેમ નાની દુકાન બનાવવી મુશ્કેલ છે. રેસિડન્શિયલ કોલોની રિડેવલપમેન્ટ થતા દેખાશે. લાર્જ ઓક્યુપાયરની માંગ વધી નથી. લિઝિંગની માંગ સ્થિર છે. કમર્શિયલ પ્રોજેક્ટમાં સેલ વધ્યા છે. કમર્શિયલમાં રોકાણકારને સારા રિટર્ન મળ્યા છે.

ચિત્રક શાહને મતે ડેવલપરને બાંધકામની નવી તકો મળશે. બાંધકામ કરવા માટે શહેરમાં નવી જગ્યા મળશે. જગ્યા પ્રમાણે માંગ અલગ અલગ હોય છે. રિડેવલપમેન્ટ માટે સભ્યોની મંજૂરી મેળવવી ખૂબ મુશ્કેલ છે. કોઇ વખત 1,2 વ્યક્તિનાં કારણે રિડેવલપમેન્ટ અટકે છે. 75% સભ્યોની મંજૂરીના કાયદાથી રિડેવલપમેન્ટ ઝડપી થશે.

અમદાવાદની ઘણી સોસાયટીને રિડેવલપમેન્ટની જરૂર છે. રિડેવલપમેન્ટ માટેની ફોર્મ બનાવ્યા હતા. જેમા 475 સોસાયટીએ રસ દર્શાવયો. આશ્રમરોડ, સીજી રોડ પર વધુ રિડેવલપમેન્ટની જરૂર છે. સોસાયટી ડેવલપર સાથે નેગોસિયેશન કરે છે. સોસાયટી સારા ડેવલપરને રિડેવલપમેન્ટ માટે પસંદ કરે છે. ગ્રાહકોને અમદાવાદની અંદર ઘર મળી શકશે.

સભ્યો પોતાની જગ્યા છોડવા નથી માંગતા. સભ્યોને તે જ જગ્યા પર મોટા ફ્લેટ મળી શકે. પ્રોપર્ટીથી 24 કલાક આવક જનરેટ કરી શકાશે. નીચે દુકાનો આપી સભ્યોને મોટા ફ્લેટ આપી શકાય. પ્લોટ જ ના હોય તે જગ્યાએ રિડેવલપમેન્ટથી ફાયદો છે. 6 મહિનામાં પ્રોપર્ટીની ખરીદી ઘટી હતી. GST અને ચુંટણીને કારણે સેલ ઘટ્યા.