બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: પ્રોપર્ટી માર્કેટની હાલની સ્થિતી

ના રોજ પ્રકાશિત Sat, 13, 2019 પર 16:28  |  સ્ત્રોત : CNBC-Bajar

કેવી છે પ્રોપર્ટી માર્કેટની હાલની સ્થિતી?
2019 પ્રોપર્ટી માર્કેટ માટે સારૂ રહી શકે. 2018ની નવી પોલિસીનો લાભ 2019માં મળશે. RERA અને GSTની પોઝિટીવ અસર જોવા મળશે. પ્રોપર્ટીની કિંમતો સ્થિર છે, સેલ્સ વધી રહ્યાં છે. 2019માં સેલ્સમાં ગ્રોથ આવી શકે છે.

જીએસટી રેટ કટ કેટલો લાભદાયી?
રેસિડન્શિયલ પ્રોપર્ટીનો જીએસટી 12% થી 5% કરાયો. અફોર્ડેબલ પ્રોપર્ટીનો જીએસટી 6% થી 1% કરાયો. જીએસટી દર ઘટતા ગ્રાહકનાં સેન્ટિમેન્ટ સુધર્યા છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટને લઇ ઘણી સમસ્યા હતી. ગ્રાહકોની ક્લેરિટી વધતા સેલ્સ વધશે.

ચાલુ પ્રોજેકટ માટે ડેવલપરને જીએસટી દર પસંદ કરવાનો વિકલ્પ છે. ડેવલપરે 10 મે સુધી જીએસટી દરનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 1 એપ્રિલ પછી લોન્ચ થનાર દરેક પ્રોજેક્ટ માટે ઘટેલા જીએસટી દર લાગશે. અફોર્ડેલબ હાઉસિંગની ડિમાન્ડ વધી શકે છે.

ગુડીપડવા પર કેવી રહી ડિમાન્ડ?
પાછલા 4 થી 5 વર્ષમાં ફેસ્ટિવલ સિઝન ઘણી સારી રહી નથી. ગુડીપડવા પર મહારાષ્ટ્રમાં સેલ્સનાં આંકડા વધ્યા. ઇકોનોમીનાં સેન્ટિમેન્ટ ઘણા મહત્વનાં છે. પોલિસીમાં ક્લેરિટી ઘણો મહત્વનો મુદ્દો છે.

રેટ કટ ગ્રાહકો સુધી ક્યારે પહોંચશે?
આરબીઆઈ દ્વારા બે પોલિસીમાં રેટ કટ આવ્યા છે. બેન્ક પોતાનો વ્યાજદર પોતાની રીતે નક્કી કરે છે. એકાદ ક્વાટરમાં વ્યાજદર બેન્ક ઘટાડી શકે છે.

ક્યા વધી રહી છે પ્રોપર્ટીની માંગ?
મોટા શહેરોમાં પ્રોપર્ટીની માંગ વધી રહી છે. વેસ્ટમાં પુના, અમદાવાદ, મુંબઇ માંગ વધતી દેખાય રહી છે. જ્યારે સાઉથમાં બેગ્લોર, હૈદરાબાદ, ચૈન્નઇમાં વધતી દેખાય છે. ઈસ્ટમાં જોઈએ તો કોલક્તામાં માંગ વધી રહી છે. નોર્થમાં એનસીઆરમાં માંગ વધી રહી છે. 2019ની ચુંટણીની અસર પ્રોપર્ટી માર્કેટ પર થશે.

પ્રોપર્ટી માર્કેટ પર ચુંટણીની અસર
હાલમાં લોન પરનાં વ્યાજદર ઘટી રહ્યાં છે. હાલમાં દેશનું અર્થતંત્ર સુધરી રહ્યું છે. અફોર્ડેબલ હાઉસિંગમાં માંગ વધી રહી છે. હાલની સરકારે ઘણી પોલિસી ચેન્જ કરી છે. નવી પોલિસીથી શરૂઆતમાં તકલીફ થઇ હતી. પંરતુ આ પોલિસીઓ લાંબાગાળા માટે ખૂબ લાભદાયી છે. 1991 બાદ ઘણી સરકાર બદલાઇ છે. ઇતિહાસમાં એકવાર અમલી પોલિસીને બદલવામાં આવી નથી. જો નવી સરકાર પોલિસી બદલે તો ઘણી અસર થઇ શકે.

ઇન્ફ્રાસ્ટ્રકચરનાં પ્રોજેક્ટ બદલવા અશક્ય છે. સરકાર પોલિસીઓ સંપુર્ણ બદલાવ કરે તેવી સંભાવના ઓછી છે. રેરા, જીએસટી જેવી મેજર પોલિસીમાં બદલાવ નહી થાય.

કમર્શિયલ સેગ્મેન્ટનો કેવો છે વિકાસ?
કમર્શિયલમાં ઓફિસ સ્પેસનો ગ્રોથ ખૂબ સારો છે. કો-વર્કિંગ સ્પેસ, ડેટા સ્પેસ જેવા નવા અસેટ ક્લાસ આવી રહ્યાં છે. ઓફિસ સ્પેસનાં લીઝ રેન્ટલમાં પણ ગ્રોથ છે.

આજે ઘર ખરીદારે શું કરવું?
ઘર ખરીદનાર માટે સૌથી સારો સમય ચાલી રહ્યો છે. હાલમાં વ્યાજદર પણ ઓછા છે. હાલ બાયર્સ માર્કેટ છે, નેગોસિયેશન કરી શકશો. પ્રોજેક્ટની તપાસ રેરા વેબસાઇટ પર કરી લેવી.