બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: ક્યા બની રહી છે પ્રોપર્ટીમાં રોકાણની તક?

ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 16:39  |  સ્ત્રોત : CNBC-Bajar

મુંબઇનાં પ્રોપર્ટી માર્કેટમાં હાલ મંદી જેવો માહોલ છે. એન્ડ યુઝર માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય છે. મુંબઇમાં પ્રોપર્ટીની કિંમત થોડી ઘટી છે. સારી તક મળે તો ફ્લેટ ખરીદી લેવો જોઇએ. ઇનવેસ્ટર માટે પ્રોપર્ટીમાં રોકાણની તક નથી દેખાતી. ઇનવેસ્ટરએ પ્રોપર્ટીમાં રોકાણ ખૂબ સાવચેતી સાથે કરવું જોઈએ. રોકાણકારને 5 વર્ષ પહેલા સારૂ રિટર્ન નહી મળી શકે. હાલ કેપિટલ એપ્રિસિયેશન ઘણુ ઓછુ મળે છે. કમર્શિયલ પ્રોપર્ટીનું રેન્ટલ યિલ્ડ સારૂ છે. રેસિડન્શિયલ પ્રોપર્ટી પર રેન્ટલ યિલ્ડ 2% છે. કમર્શિયલ પ્રોપર્ટી પર રેન્ટલ યિલ્ડ 8% છે. કમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરી શકાય.

ખાર, સાંતાક્રુઝ વેસ્ટન સબર્બનાં સારા વિસ્તાર છે. ખારને બાન્દ્રાનું એક્સટેન્શન ગણી શકાય. પોશ વિસ્તાર પાલીહીલથી ખાર નજીક છે. ખારમાં પ્રોપર્ટીની કિંમત લગભગ 50 થી 60 હજાર સ્કેવેરફીટ છે. ખારમાં ઘણી જુની સોસાયટી છે. ખારમાં નાના સ્ટેન્ડ અલોન બિલ્ડિંગ વધારે છે. બીકેસીમાં કાર્યરત લોકોની પસંદનો વિસ્તાર ખાર છે.


ખાર શાંતાક્રુઝની કનેક્ટિવિટી ખૂબ સારી છે. આ વિસ્તારમાં ઘણા બ્રાન્ડનાં સ્ટોર આવેલા છે. ખારમાં રૂસ્તમજી પેરા માઉન્ટ સારા ગેટેડ કમ્યુનિટી પ્રોજેક્ટ છે. રૂસ્તમજી પેરામાઉન્ટની કિંમત લગભગ રૂપિયા 65000 સ્કેવરફીટ છે. જુના બંગલોની જગ્યાએ હવે બિલ્ડિંગ આવી રહી છે. શાંતાક્રુઝમાં રેડિયસ ગ્રુપનો સારો પ્રોજેક્ટ છે.

સાંતાક્રુઝ ઇસ્ટનો વિકાસ થઇ રહ્યો છે. બીકેસીની કનેક્ટિવિટી ખૂબ સારી છે. સાંતાક્રુઝની કનેક્ટિવિટી સારી છે. અંધેરી, બીકેસીમાં કાર્યરત લોકો માટે સાંતાક્રુઝ સારો વિસ્તાર છે. આ વિસ્તારમાં નવા અને રિડેવલપમેન્ટનાં ઘણા પ્રોજેક્ટ છે. વન નોર્થ નામથી ખાર ઇસ્ટમાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. વન નોર્થમાં ફ્લેટની કિંમત રૂપિયા 1 કરોડથી નીચે છે. કલીના અફોર્ડેબલ વિસ્તાર છે. કલીનામાં 2 બીએચકે રૂપિયા 2 થી 2.5 કરોડમાં મળી શકે. 3 બીએચકે રૂપિયા 3 થી 4 કરોડમાં મળી શકે.

સવાલ: મુંબઇમાં રૂપિયા 80 લાખનાં બજેટમાં ઘર લેવુ છે, તો ક્યા વિસ્તારમાં મળી શકે?

જવાબ: જયેશ પરમારને સલાહ છે કે મુંબઇમાં હવે રૂપિયા 1 કરોડની નીચે પણ ફ્લેટ મળતા થયા છે. તમને અંધેરી થી મલાડ વચ્ચે વિકલ્પો મળી શકશે. મલાડ ઇસ્ટમાં શેઢીયા બિલ્ડરનો પ્રોજેક્ટ છે. 350 સ્કેવેરફીટ વિસ્તારમાં ફ્લેટ બનાવાયા છે. મલાડમાં રિઝ્વીનાં પ્રોજેક્ટમાં રૂપિયા 80 થી 90 લાખમાં ફ્લેટ મળી શકશે. બોરીવલી, દહીસરમાં તમને વિકલ્પો મળી શકે. 2 બીએચકે માટે મીરારોડ તરફ જવુ પડશે.

સવાલ: રૂપિયા 2 કરોડમાં અંધેરી બાન્દરાની આસપાસ ફ્લેટ લેવો હોય તો તે માટેનાં વિકલ્પો આપશો?

જવાબ: જીયા સોનીને સલાહ છે કે બાન્દ્રા અંધેરી માટે તમારે બજેટ વધારવું પડશે. અંધેરીમાં પ્લેટિનમ ગ્રુપનો એક પ્રોજેક્ટ છે. તમે ઇસ્ટમાં વિકલ્પો શોધી શકો છો. પેરાડાઇમનાં પ્રોજેક્ટમાં ફ્લેટ લઇ શકાય. અંધેરીમાં જે.પી.રોડ પર વિકલ્પો મળી શકે છે. વિરા દેસાઇ રોડ પર વિકલ્પો મળી શકે. વિરા દેસાઇ રોડ પર 2 થી 2.5 કરોડમાં વિકલ્પો મળી શકે.

સવાલ: પાલઘરની પ્રોપર્ટીમાં રોકાણ કરવું યોગ્ય રહેશે? ત્યા 20 લાખ સુધીમાં 1.5 થી 2 bhk મળી રહ્યાં છે?

જવાબ: નયન સોલંકીને સલાહ છે કે પાલઘરમાં લિવેબિલિટી નથી. તમે નાયગાંવમાં રોકાણ કરી શકો. નાયગાંવમાં સનટેકનો મોટી ટાઉનશીપનો પ્રોજેક્ટ છે. પાલઘરને બદલે નાયગાંવમાં રોકાણ કરવુ સલાહભર્યુ રહેશે.