બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રણય વકીલ સાથે પ્રોપર્ટીગુરૂ

ના રોજ પ્રકાશિત Sat, 04, 2020 પર 16:08  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રેરોન કન્સલટન્સીના પ્રણય વકીલનું કહેવુ છે કે 2019નાં પગલાની અસર 2020માં દેખાશે. પ્રોપર્ટી માર્કેટમાં અસર આવતા સમય લાગે છે. સરકારે બનતા પ્રયાસ કર્યા છે.

પ્રણય વકીલના મતે લિક્વિડિટીની સમસ્યા મોટો પડકાર. બાયરની લિક્વિડિટી પણ મહત્વની છે. ડેવલપરની લિક્વિડિટી પણ મહત્વની છે. NBFCને લગતા નિયમો સરળ કરાયા છે. હોમ લોનનાં વ્યાજદર ઘટાડાયા છે. વર્ષમાં 1.35% વ્યાજદર ઘટાડયો. માંગ વધારવા માટેનાં પ્રયત્નો થયા છે. જોબ સિક્યોરિટી ખૂબ જરૂરી છે. રેન્ટલ હાઉસિંગનો નવો ટ્રેન્ડ છે. ઘરની કિંમત પહેલા વધતી હતી. હવે ઘરની કિંમત સ્થિર છે. રેન્ટલથી 2 થી 3% યિલ્ડ છે. લોકો EMIની જવાબદારી લેવા નથી માંગતા.

પ્રણય વકીલનું માનવુ છે કે યુવાવર્ગ પ્રોપર્ટીમાં રોકાણ નથી કરવા માંગતી. ડેવલપર માટે રેન્ટલમાં યિલ્ડ ઓછી છે. સરકારે રેન્ટલ માટે પ્રયાસ કરવા જોઇએ. ઓર્ગેનાઇઝડ રેન્ટલની શરૂઆત થઇ છે. રેન્ટલ પર રિટર્ન વધવા જોઇએ. ટેન્નસી રેગ્યુલેશન આવી શકે. ટેન્ન્સી એક્ટનો ડ્રાફટ બની રહ્યો છે. લોકોને ઘર ગુમાવવાનો ડર નહી રહે. આવા કાયદાથી પ્રોપર્ટીનાં રોકાણ વધી શકે. પ્રોપર્ટી ફ્યુચર પ્લાનિંગ માટે પણ લેવાય છે. રેન્ટ પર ટેક્સમાં રાહત અપાવી જોઇએ.

પ્રણય વકીલના મુજબ 1 કરોડ ઘર 2020 સુધી બની ગયા છે. સાઇઝ અને પ્રાઇઝ ઘર માટે મહત્વનાં છે. સાઇઝ અને પ્રાઇઝ અફોર્ડબલ હોવા જોઇએ. ₹45 લાખ સુધીનાં ઘર અફોર્ડેબલ ગણાશે. અફોર્ડેબલનો વિસ્તાર વધાર્યો છે. મુંબઇમાં ઘરની કિંમત ઘણી વધારે છે.

પ્રણય વકીલનું કહેવુ છે કે ચેન્નઇ,બેગ્લોર જેવા શહેરોમાં પ્રમાણમાં સસ્તા છે. ₹40 થી 60 લાખમાં મોટા શહેરોમાં ઘર મળે છે. બેન્ક ₹1 કરોડ સુધીનાં ઘરને અફોર્ડેબલ કરે છે. અફોર્ડેબલ ઘરની માંગ છે. સ્ટુન્ડન્ટ હાઉસિંગની માંગ આવી રહી છે. સિનિયર સિટિઝનની માંગ આવે છે. વર્કિંગ વુમન માટે હાઉસિંગ થઇ રહ્યું છે. ડેવલપર નવા સેગ્મેન્ટ માટે કામ કરી રહ્યાં છે.

પ્રણય વકીલના મતે ન્યુ લોન્ચમાં ઘટાડો થયો છે. બાંધકામ હેઠળનાં પ્રોજેક્ટની માંગમાં ઘટાડો. OC આવી ગયુ હોય તેમાં ઘર વેચાય છે. ગ્રાહકોનો વિશ્ર્વાસ ખૂબ મહત્વનો છે. ફિનિસ પ્રોડક્ટમાં માંગ છે.

પ્રણય વકીલના મુજબ કામ કરનાર લોકોની રેન્ટલમાં માંગ છે. સરકારે રેન્ટલ માટે પગલા લેવા જોઇએ. સરકારી સંસ્થાથી રેન્ટલ હાઉસિંગ થવુ જોઇએ. રેન્ટલની માંગ ઘણી સારી છે. રોજગારી હશે તો લોકો ઘર ખરીદશે. 5 વર્ષની ઇન્વેન્ટરી પડી છે. કમર્શિયલમાં યિલ્ડ સારી છે. કમર્શિયલમાં ફિનિસ્ડ પ્રોડક્ટમાં માંગ છે. રોકાણ માટે કમર્શિયલ વધુ સારૂ છે. રહેવા માટે પોતાનુ ઘર લઇ શકાય. 7 થી 8% રેન્ટલ યિલ્ડ કમર્શિયલમાં છે.