Nykaa Q3 Result: નાયકાના પેરેન્ટ કંપની FSN E-Commerceના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ ખૂબ નબળા રહ્યા છે. કંપનીનો કન્સૉલિડેટેડ નેટ પ્રોફિટ ડિસેમ્બર 2022ના ક્વાર્ટરમાં 71 ટકા ઘટીને 8.5 કરોડ રૂપિયા રહ્યો છે. ગત નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 29 કરોડ રૂપિયા હતા. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં નાયકાનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 63 ટકા વધ્યો છે.
ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં નાયકાના રેવેન્યૂ 33 ટકા વધીને 1463 કરોડ રૂપિયા રહ્યો છે. ગત નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં તે 1089 કરોડ રૂપિયા હતી. જ્યારે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં કંપનીની આવક 1231 કરોડ રૂપિયા હતી.
Nykaaના શેરોમાં આવ્યો ઘટાડો
ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં Nykaaનો ખર્ચ 36 ટકા વધીને 1455 કરોડ રૂપિયા રહ્યા છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કેપનીનો ખર્ચ 1067 કરોડ રૂપિયા હતા. Nykaaના પરિણામ 13 ફેબ્રુઆરીએ શેર બજાર બંધ થયા બાદ આવ્યા છે. આજે Nykaaના શેર 2.68 ટકાના ઘટાડા સાથે 150.55 રૂપિયા પર બંધ થયો છે. જો કે ગત 5 દિવસોમાં તેના શેરોમાં 7 ટકાથી વધું ઘટાડો આવ્યો હતો.