Reliance Industries Q3: દેશની દિગ્ગજ કારોબારી સમૂહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના 31 ડિસેમ્બર 2022એ સમાપ્ત થયા નાણાકીય વર્ષ 2022-23 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો ક્વાર્ટરમાં આધાર પર 13,656 કરોડ રૂપિયાથી વધીને 15,792 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે જ્યારે આ સમય ગાળામાં નફો 17,100 કરોડ રિપયા કરવાનો અનુમાન કર્યા હતા. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 2.30 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 2.17 લાક કરોડ રૂપિયા પર રહી છે.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના એબિટાડ 31, 224 કરોડ રૂપિયાથી વધીને 35,247 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 13.6 ટકાથી વધીને 16.2 ટકા પર આવી ગઈ છે.
કેવા રહ્યા O2C કારોબારનો પ્રદર્શન
31 ડિસેમ્બર 2022ના સમાપ્ત થયા નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં O2C સેગમેન્ટની આવક આ નાણાકીય વર્ષની ત્રીજા ક્વાર્ટરમાં 1.60 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 1.44 લાખ કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે સમાન ગાળામાં કંપનીના O2C કારોબારના એબિટડા ક્વાર્ટકના આધાર પર 9782 કરોડ રૂપિયાથી વધીને 11891 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. જ્યારે O2C કારોબારના એબિટડા માર્જિન ત્રીજા ક્વાર્ટરમાં 6.1 ટકાથી વધીને 8.2 ટકા પર પહોંચી ગઈ છે.
31 ડિસેમ્બર 2022એ સમાપ્ત થયા નાણાકીય વર્ષ 2022-23 ની ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઑઇલ એન્ડ ગેસની આવક આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાંના 3853 કરોડ રૂપિયાથી વધીને 4474 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. જ્યારે તેના એબિટડા ક્વાર્ટરના આધાર પર 2510 કરોડથી વધીને 3207 કરોડ રૂપિયા પર રહી છે જ્યારે ઑઈલ એન્ડ ગેસ બિઝનેસના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરમાં 65 ટકાથી વધીને 71.7 ટકા પર આવી ગઈ છે.
31 ડિસેમ્બર 2022એ સમાપ્ત થયા નાણાકીય વર્ષ 2022-23 ની ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ કારોબારના સંચાલન કરવા વાળી કંપની રિલાયન્સ રિટેલના રેવેન્યૂ ક્વાર્ટરના આધાર પર 64,936 કરોડ રૂપિયાથી વધીને 67,634 કરોડ રૂપિયા પર રહી છે જ્યારે તેના એબિટડા છેલ્લા ક્વાર્ટરના 4414 કરોડ રૂપિયાથી વધીને 4786 કરોડ રૂપિયા અને એબિટાડ માર્જિન બીજા ક્વાર્ટરમાં 6.8 ટકાથી વધીને 7.1 ટકા પર રહી છે.