SBI Q3: નાણાકીય વર્ષ 2023 માં નફો 68% વધીને 14,205 કરોડ રૂપિયા, વ્યાજ આવક 24.1% વધી - sbi q3 profit up 68 to rs 14205 crore in fy23 interest income up 241 | Moneycontrol Gujarati
Get App

SBI Q3: નાણાકીય વર્ષ 2023 માં નફો 68% વધીને 14,205 કરોડ રૂપિયા, વ્યાજ આવક 24.1% વધી

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બેન્કનો ગ્રૉસ એનપીએ 3.52 ટકાથી ઘટીને 3.14 ટકા પર રહ્યો અને નેટ એનપીએ 0.80 ટકાથી ઘટીને 0.77 ટકા પર રહ્યા છે. રૂપિયામાં જોઈએ તો 31 ડિસેમ્બર 2022એ સમાપ્ત થઈ નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં State bank of india ગ્રોસ એનપીએ 1.06 લાખ કરોડથી ઘટીને 98,346 કરોડ રૂપિયા પર રહી છે.

અપડેટેડ 02:31:07 PM Feb 04, 2023 પર
Story continues below Advertisement

State Bank of India Q3: સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI)એ 31 ડિસેમ્બર 2022એ સમાપ્ત થઈ નાણાકીય વર્ષ 2023ની ત્રીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધી છે. આ સમયમાં બેન્કનો નફો વર્ષના આધાર પર 68.5 ટકા વધ્યો છે તે 14205 કરોડ રૂપિયા પર રહ્યા છે. જો કે તેના 13,587.9 કરોડ રૂપિયા પર રહેવાનો અનુમાન કર્યો હતો. જ્યારે, ગત નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં બેન્કનો નફો 8,431.9 કરોડ રૂપિયા પર રહ્યા હતા.

31 ડિસેમ્બર 2022એ સમાપ્ત થયેલા ત્રીજા ક્વાર્ટરમાં State Bank of indiaની વ્યાજ આવક 38,068.8 કરોડ રૂપિયા પર રહી છે. જો કે તેના 37,059 કરોડ રૂપિયા પર રહેવાનો અનુમાન કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં બેન્કની વ્યાજ આવકમાં વર્ષના આધાર પર 24.1 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા નાણાકીય વર્ષના આ સમય ગાળામાં બેન્કની વ્યાજ આવક 30,687.4 કરોડ રૂપિયા રહી છે.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બેન્કનો ગ્રોસ એનપીએ 3.52 ટકાથી ઘટીને 3.14 ટકા પર અને નેટ એનપીએ 0.80 ટકાથી ઘટીને 0.77 ટકા પર રહ્યા છે. રૂપિયામાં જોઈએ તો 31 ડિસેમ્બર 2022એ સમાપ્ત થઈ નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં Stata bank of india ગ્રૉસ એનપીએ 1.06 લાખ કરોડ થી ઘટીને 98,346 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે, નેટ એનપીએ 23,572 કરોડ રૂપિયાથી ઘટીને 23,484 કરોડ રૂપિયા પર રહ્યા છે.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં State bank of indiaના પ્રોવિઝનિંગ 3,039 કરોડ રૂપિયાથી વધીને 5,761 કરોડ રૂપિયા પર આવી છે. જ્યારે વર્ષના આધાર પર બેન્કના પ્રોવિઝનિંગ 6,974 કરોડ રૂપિયા પર રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બેન્કની NIM 3.32 ટકાથી વધીને 3.50 ટકા પર રહ્યા છે. જ્યારે લોન ગ્રોથ વર્ષના આધાર પર 17.6 ટકા પર રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર તેમાં 3.2 ટકા પર રહ્યા છે. જ્યારે બેન્કના નવા એનપીએ (Slippages) ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 2,441 કરોડ રૂપિયાથી વધીને 3,209 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.


MoneyControl News

MoneyControl News

First Published: Feb 03, 2023 5:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.