TV18 BROADCASTના પહેલા ક્વાર્ટરના પરિણામ જાહેર, ઑપરેટિંગ રેવેન્યૂ 12.8% વધીને 1768 કરોડ રૂપિયા રહી - tv18 broadcast announces first quarter results operating revenue up 128 to rs 1768 crore | Moneycontrol Gujarati
Get App

TV18 BROADCASTના પહેલા ક્વાર્ટરના પરિણામ જાહેર, ઑપરેટિંગ રેવેન્યૂ 12.8% વધીને 1768 કરોડ રૂપિયા રહી

કંપનીએ કહ્યું કે આ સમય ગાળામાં કંપનીની ન્યૂઝ રેવેન્યૂ વર્ષના આધાર પર 347 કરોડ રૂપિયાથી ઘટીને 327 કરોડ રૂપિયા પર આવી ગઈ છે.

અપડેટેડ 09:29:17 AM Jan 18, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    TV18 BROADCAST Q3: ટીવી 18 બ્રોડકાસ્ટએ 31 ડિસેમ્બર 2022એ સમાપ્ત થયા નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીએ કહ્યું કે આ સમય ગાળામાં કંપનીની ન્યૂઝ રેવેન્યૂ વર્ષના આધાર પર 347 કરોડ રૂપિયાથી ઘટીને 327 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. જ્યારે, એન્ટરટેનમેન્ટ રેવેન્યૂ ગત વર્ષના આ સમય ગાળામાં 1220 કરોડ રૂપિયાથી વધીને 1441 કરોડ રૂપિયા પર રહી છે. ત્રજા ક્વાર્ટરમાં કંપનીની ઑપરેટિંગ આવક વર્ષના આધાર પર 1567 કરોડથી 12.8 ટકાથી વધીને 1768 કરોડ રૂપિયા રહી રહી છે.

    સબ્સિક્રિપ્શન આવક વધી

    31 ડિસેમ્બર 2022એ સમાપ્ત થઈ નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટકમાં TV18 Broadcastની સબ્સિક્રિપ્શન આવક વર્ષના આધાર પર 455 કરોડ રૂપિયાથી વધીને 490 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. જ્યારે આ સમય ગાળામાં કંપનીના ફિલ્મ પ્રોડક્શન આવક ગચ વર્ષે 15 કરોડ રૂપિયાથી વધીને 209 કરોડ રૂપિયા પર રહી છે.

    તમામ કેટેગરીમાં દર્શકોનો મજબૂત વલણ

    ડિસેમ્બર ક્વાર્ટરમાં TV18 Broadcastની EBITDA વર્ષના આધાર પર 354.8 કરોડ રૂપિયાથી ઘટીને 18.6 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે, EBITDA માર્જિન આ નાણાકીય વર્ષના આધાર પર 22.7 ટકાથી ઘટી 1.1 ટકા પર રહી છે. આ સમય ગાળામાં તમામ કેટેગરીમાં દર્શકોનો મજબૂત વલણ રહ્યો છે.


    જાહેરાતમાં નરમીથી ગ્રોથ અને નફાને અસર થઈ

    પરિણામો પછી TV18 Broadcastએ કહ્યું છે કે જાહેરાતમાં નરમીથી ગ્રોથ અને નફાને અસર થઈ છે. ત્રીજા ક્વાર્ટર દરમિયાન કંપનીની TV જાહેરાત ઇન્વેન્ટ્રીમાં 10 ટકાનો ઘટાડો થયો છે. આ ક્વાર્ટરના દરમિયાન ન્યૂઝ કેટેગરી જાહેરાત ઇન્વેન્ટ્રીમાં ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં 27 ટકાનો ઘટાડો થયો.

    આ શેરની આજની ચાલ પર નજર કરે તો 1.45 વાગ્યાની આસપાસ આ શેર 0.60 રૂપિયા એટલે કે 1.62 ટકાના ઘટાડાની સાથે 36.45 રૂપિયાના સ્તર પર જોવા મળી રહ્યું છે. સ્ટૉકના 52 વીર હાઈ 82.60 રૂપિયા છે. જ્યારેતેના 52 વીક લો 34.30 રૂપિયા છે. આજના દિવસના હાઈ 37.30 રૂપિયા છે. જ્યારે, દિવસના લો 35.85 રૂપિયાનો છે. સ્ટૉકનો વૉલ્યૂમ 6010920 અને માર્કેટ કેપ 6248 કરોડ રૂપિયા છે.

    આ સ્ટૉક છેલ્લા 1 સપ્તાહમાં 0.41 ટકા ઘટ્યો છે. જ્યારે 1 મહિનામાં આ શેર 9.44 ટકા ઘટ્યો છે. જ્યારે, છેલ્લા ત્રણ મહિનામાં તેમાં 0.69 ટકાનો વધારો થયો છે. આ વર્ષ આત્યાર સુધી આ શેર 2.02 ટકા ઘટ્યો છે. જ્યારે, છેલ્લા 1 વર્ષમાં આ શેર 25.54 ટકા તૂટ્યો છે. જ્યારે, ત્રણ વર્ષના આ શેરમાં 32.91 ટકાની તેજી આવી છે.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 17, 2023 2:54 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.