એસએસજે ફાઈનાન્સના વિરલ છેડાનું કહેવું છે કે નિફ્ટીમાં 18100ના લેવલ પાસે ટૉપ બનાવ્યું છે. આ સપ્તાહમાં પણ 18000ની આસપાસ ટચ કરી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી લોઅર ટોપ- લોઅર બોટમ બનાવી રહ્યું છે. હાલમાં 17400નો સારો સપોર્ટ બની રહ્યો છે. અહીંથી થોડી પુલ બેક તેજી જોવા મળશે. શૉર્ટ ટર્મમાં આપણે કરેક્શન જોવા મળી શકે છે. નીચેમાં 17100-16000 સુધી લેવલ પણ જોવા મળી શકે છે. સોમવાર સુધી ટ્રેડ કરવું હોય તો 17400નો સ્ટૉપલોસ રાખીને ખરીદી કરી શકો છો. ઉપરમાં 17600-17650ના લેવલ જોવા મળી શકે છે. ઉપરમાં લાંબા ગાળામાં તેજી જોઈએ તો 17800-18000ના લવલે પાર કરે તો નવી તેજી જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યો હતો અને હાલમાં લોઅર સાઈડ પણ આઉટ પરફોર્મ કરી રહ્યો છે. ઉપરમાં 41850ની આસપાસ નવા હાઈ પણ બનાવ્યા હતા. તેના પેહેલાના લો હતા 39700 ને પણ બ્રેક કરીને તેના ઉફર ટ્રેડ કરી રહ્યા છે. આજે પણ ફરીથી બ્રેક કરી છે તો આપણે 39200-39000 સુધીના લેવલ જોવા મળી શકે છે.
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે ગયા મહિનાની સરખાણમીમાં વિદેશી રોકાણકારોનો પ્રવાહ હતો. તેમાં થોડ ઘટાડો આવ્યો છે. આપણે જોયું કે ઓગસ્ટમાં 22000 કરોડની ખરીદી વિદેશી રોકાણકારોએ કરી હતી. સપ્ટેમ્બર મહિનામાં નેટ 53000-54000ની કરીદી કરી હતી. આ મહિનામાં આઉટ-ફ્લો વધારે અને ઈન-ફ્લો વધારે રહ્યો છે. જે રીતે ફેડે રિઝર્વએ વ્યાદ દરમાં વધારો કર્યો છે. ઘણા દેશો આવા છે જેણે મોઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. યુક્રેન અને રશિયાની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને 3 લાખ લોકોને રિઝર્વ કોર્સિસ છે તે લોકોને આવા માટે એખ આહવાન આપ્યું છે. ક્રૂડના ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે. આવતા મહિનામાં જોવાનું રહેશે. આજે અને આવતા સપ્તાહમાં માર્કેટમાં ખૂબ ઉચાર-ચઢાવા જોવા મળશે. રૂપિયામાં પણ નબળાઈ જોવા મળી રહી છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીના 2 Buy કૉલ
Coforge: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3600, સ્ટૉપલૉસ - ₹3300
Castrol India: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹118, સ્ટૉપલૉસ - ₹112
એસએસજે ફાઈનાન્સના વિરલ છેડાની પસંદગીના 2 Buy કૉલ
Mindtree: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3500-3600, સ્ટૉપલૉસ - ₹3050
Persistent Systems: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3550-3700, સ્ટૉપલૉસ - ₹3100
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.