Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર - stocks in news do not be ignorant these are today is hot stocks | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 01:09:44 PM Sep 22, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Wipro -

    વિપ્રોએ મૂનલાઈટિંગને લીધે 300 કર્મચારીઓને છૂટા કર્યા. 300 કર્મચારીઓ એક સાથે બે નોકરીઓ કરી રહ્યા હતા. રિશદ પ્રેમજીએ કહ્યું 300 કર્મચારીઓ પ્રતિસ્પર્ધી કંપનીમાં કામ કરી રહ્યા હતા.

    AMBUJA CEMENTS -

    અંબુજા સિમેન્ટ ASM સ્ટેજ 1માં આવ્યો. ASM એટલે એડિશનલ સર્વેલન્સ મેઝર. સાથે જ F&O પ્રતિબંધમાં શેર આવ્યો.

    PB Fintech -

    Paisabazaar ઈન્શ્યોરન્સ બ્રોકર્સમાં ₹650 કરોડનું રોકાણ કરશે. Paisabazaar ઈન્શ્યોરન્સ બ્રોકર્સ PB Fintechની સબ્સિડરી છે. Paisabazaar માર્કેટિંગ અને કન્સલ્ટિંગમાં ₹250 કરોડનું રોકાણ કરશે. Paisabazaar માર્કેટિંગ અને કન્સલ્ટિંગ PB Fintechની સબ્સિડરી છે.

    Ashoka Buildcon -

    કંપનીને સાઉથ વેસ્ટર્ન રેલવે પાસેથી ₹258.12 કરોડનો ઓર્ડર મળ્યો.

    Fortis Healthcare -

    IHHના ઓપન ઓફર અંગે આજે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો શક્ય. ફોર્ટિસ-IHH ડીલને દાઈચીએ પડકારી હતી. સિંહ બ્રધર્સ પાસેથી ₹36000 કરોડ વસૂલવા ડીલને પડકારી હતી. IHH ગ્રુપે 2018માં ફાર્ટિસમાં 31% હિસ્સો ખરીદ્યો હતો. સાથે જ 26%ની ઓપન ઓફર પણ આપી હતી.

    SpiceJet -

    DGCAએ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 29 ઓક્ટબર સુધી વધાર્યો. ફ્લાઈટ્સ ઓપરેશન પર 50% પ્રતિબંધ લગાડ્યો. 7 જુલાઈએ સ્પાઈસજેટની ફ્લાઈટ સસ્પેન્ડ થઈ હતી.

    Dodla Dairy -

    ભારત બાયો ટેકે કંપનીમાં 3.4% હિસ્સો ખરીદ્યો. કંપનીમાં 20 લાખ ઈક્વિટી શેર્સ ખરીદ્યા. ₹525/Shના ભાવ પર હિસ્સો ખરીદ્યો. TPG ડોડલા ડેરી હોલ્ડિંગે 18.31 લાખ શેર વેચ્યા. TPG ડોડલા ડેરી હોલ્ડિંગ પાસે જૂન 2022 સુધી 9.8% હિસ્સો હતો.

    KIRLOSKAR OIL -

    La-Gajjar Machineriesમાં બાકી રહેલો 24% હિસ્સા ખરીદશે. કંપનીએ 2017માં કંપનીમાં 76% હિસ્સો ખરીદ્યો હતો.

    SBI -

    Sbi એ બૉન્ડ દ્વારા ₹4000 કરોડ એકત્ર કર્યા.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 22, 2022 9:03 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.