Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ - stocks in news it is the beginning of the week in which stocks there will be movement | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 02:04:50 PM Mar 13, 2023 પર
Story continues below Advertisement

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ADANI GROUP -

$2.15 બિલિયનની શેર આધારીત લોન સમય પહેલા ચૂકવી. અંબુજાના અધિગ્રહણ માટેના લીધેલા $500 મિલિયન પ્રમોટરોએ ચૂકવ્યા.

Tech Mahindra -

મોહિત જોશી નવા MD અને CEO નિયુક્ત થયા. 20 ડિસેમ્બર 2023થી 5 વર્ષ માટે કાર્યભાર સંભાળશે. હાલના MD અને CEO સી પી ગુર્નાની 19 ડિસેમ્બરે રિટાયર થશે. મોહિત જોશીને ટેક્નોલોજી સૉફ્ટવેર અને કન્સલ્ટેન્સીમાં 20નો અનુભવ છે. મોહિત જોશી વિશ્વની સૌથી મોટી કોર્પોરેશનો સાથે કામ કર્યું.

IndusInd Bank -

RBI એ સુમંત કઠપાલિયાની પુનઃનિયુક્તિને મંજૂરી આપી. બેંકના MD અને CEO તરીકે 24 માર્ચ, 2023 થી વધુ બે વર્ષ માટે મંજૂરી આપી.

SONA BLW -

બ્લેકસ્ટોન બ્લૉક ડીલ દ્વારા 20% હિસ્સો વેચશે. 3200 કરોડ રૂપિયાની બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ 6% ડિસ્કાઉન્ટમાં થઈ શકે છે. માગ સારી હશે તો સંપૂર્ણ 20% હિસ્સો વેચી શકે બ્લેક સ્ટોન. ₹5000 કરોડમાં બ્લેક સ્ટોન સંપૂર્ણ હિસ્સો વેચી શકે છે.

NAZARA TECH -

કંપનીની 2 પેટાકંપનીઓ સિલિકોન વેલી બેંકમાં 64Crની રોકડ ધરાવે છે. Kiddopia અને Mediawrkz પાસે પૂરતી મૂડી અને પોઝિટિવ કેશ ફ્લો છે. SVB બેન્કની નાદારીથી રોજના કામકાજ, બિઝનેસ પ્રદર્શન અને ગ્રોથ પર અસર નહીં આવે.

Lupin -

US FDA પાસેથી વિશાખાપટ્ટનમ API મેન્યુફેક્ચરરિંગ પ્લાન્ટને ક્લિન ચીટ મળી. વિશાખાપટ્ટનમ યુનિટમાં 6 થી 10 માર્ચ વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી.

Shilpa Medicare -

US FDA પાસેથી તેલંગાણા યુનિટને 2 અવલોકનો મળ્યા. 8 થી 10 માર્ચ વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી. US FDA દ્વારા બીજી વાર તપાસ હાથ ધરાઈ હતી.

Zydus Lifesciences -

US FDA પાસેથી Olanzapine Orally Disintegrating દવાને મંજૂરી મળી. દવાનો ઉપયોગ માનસિક રોગના ઉપચાર માટે થાય છે. દવાનું ઉત્પાદન મોરૈયા, અમદાવાદમાં યુનિટમાં કરવામાં આવશે.

Lumax Auto -

લુમેક્સ ઈન્ટીગ્રેટેડ વેન્ચર્સે IAC ઈન્ટરનેશનલ ઓટોમોટિવ ઈન્ડિયામાં હિસ્સો ખરીદ્યો. IAC ઈન્ટરનેશનલ ઓટોમોટિવ ઈન્ડિયામાં 75% હિસ્સો ખરીદ્યો. લુમેક્સ ઈન્ટીગ્રેટેડ વેન્ચર્સ લુમેક્સ ઓટોની પેટાકંપની છે.

Elgi Equipments -

પેટાકંપની એલ્ગી કોમ્પ્રેસર્સ USAએ CS ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીસમાં 33.33% હિસ્સો ખરીદ્યો. $1,25,000માં CS ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીસનું અધિગ્રહણ કરશે કંપની.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 13, 2023 9:03 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.