Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ - stocks in news know which stocks will be affected today | Moneycontrol Gujarati
Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 12:50:27 PM Jan 10, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Reliance -

    Jioએ બીજા 10 સર્કલમાં 5G સર્વિસ લૉન્ચ કરી. આગ્રા, કાનપુર, મેરઠ, પ્રયાગરાજ, તિરુપતિનો સમાવેશ કર્યો. નેલ્લોર (આંધ્ર), કાઝિકોડ, થ્રિસુર (કેરળ)માં 5G સર્વિસ લૉન્ચ કરી. મહારાષ્ટ્રમાં નાગપુર અને અહમદનગરમાં 5G સર્વિસ લૉન્ચ કરી.

    Tata Motors -

    Q3માં JLRનું હોલસેલ વેચાણ 5.7% વધી 2.15 Lk યુનિટ રહ્યુ. Q3નું JLRનું વેચાણ રેકોર્ડ હાઈ પર છે. Q3માં નવી રેન્જ રોવરનું વેચાણ સૌથી વધુ છે.

    Lupin -

    સ્પેનિશ આરોગ્ય મંત્રાલયે NaMuscla માટેના વળતરને મંજૂરી આપી. લ્યુપિન NaMuscla દવા બનાવે છે. સ્પેનમાં લ્યુપિનની ભાગીદારી કંપની Exeltis વેચાણ કરે છે.  આ દવા વાપરનારાને સરકાર તરફથી વળતર મળશે. સ્નાયુઓમાં થતી myotonia નામની બિમારી માટે  દવા વપરાય છે.

    IRB Infrastructure Developers -

    મહિના દર મહિનાના આધાર પર ડિસેમ્બરમાં ટોલ કલેક્શન 6% વધી ₹388 કરોડ છે. વર્ષ દર વર્ષના આધાર પર ડિસેમ્બરમાં ટોલ કલેક્શન 31.9% વધી ₹388 કરોડ છે.

    Sona BLW Precision -

    સર્બિયન કંપની નોવેલિકમાં 54% હિસ્સો અધિગ્રહણ કરશે. 40.5 મિલિયન યુરોની આ ડીલ છે.

    GHCL -

    સોડા એશની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે મંજૂરી મળી. ક્ષમતા 11 Lk Ton Per Anm થી 12 Lk TPA કરવા મંજૂરી મળી.

    Star Health and Allied Insurance -

    કંપનીના 13%નો વાર્ષિક વધારો છે. FY23ના છેલ્લા 9 મહિનામાં ₹7,774 કરોડથી ₹8,752 કરોડની વૃધ્ધિ છે. રિટેલ હેલ્થ પ્રિમિયમમાં 19%, ₹8,045.5 કરોડની વૃધ્ધિ છે. ગ્રુપ હેલ્થ પ્રિમિયમમાં 38%, ₹572 કરોડનો ઘટાડો છે. પર્સનલ એક્સિડેન્ટ પ્રિમિયમમાં 23%, 133.5 કરોડની વૃધ્ધિ છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 10, 2023 9:57 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.