ડાઓ ફ્યૂચર્સમાં 300 પોઇન્ટ્સનો ઉછાળો, એશિયાના બજારમાં નરમાશ - dow futures jump 300 points asian markets soften | Moneycontrol Gujarati
Get App

ડાઓ ફ્યૂચર્સમાં 300 પોઇન્ટ્સનો ઉછાળો, એશિયાના બજારમાં નરમાશ

SVB અને સિગ્નેચર બેન્ક પર ફેડના એક્શનથી અમેરિકી બજારમાં રાહત જોવા મળી. ડાઓ ફ્યુચર્સ લગભગ 300 પોઇન્ટ્સ વધ્યો.

અપડેટેડ 01:01:32 PM Mar 13, 2023 પર
Story continues below Advertisement

SVB અને સિગ્નેચર બેન્ક પર ફેડના એક્શનથી અમેરિકી બજારમાં રાહત જોવા મળી. ડાઓ ફ્યુચર્સ લગભગ 300 પોઇન્ટ્સ વધ્યો. જો કે એશિયા અને SGXમાં નરમાશ જોવા મળી. શુક્રવારે અમેરિકી માર્કેટ પોણા 2 ટકા સુધી ઘટ્યા હતા.

શરૂઆત ગ્લોબલ માર્કેટના સંકેતો સાથે કરીએ તો, અમેરિકાના રેગ્યુલેટર્સ દ્વારા SVB બેન્ક અને ક્રિપ્ટોને લોન આપનારી સિગ્નેચર બેન્કને ટેકો આપવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ આજે US ફ્યુચર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે SVBના બેન્કના પડી ભાંગવાથી અને જોબના આંકડાને પગલે અમેરિકાના બજારોમાં ઘટાડો નોંધાયો હતો. ડાઓ 345 પોઈન્ટ જેટલો તૂટ્યો હતો તો S&P 500 દોઢ ટકા અને નાસ્ડેક પોણા બે ટકા જેટલો તૂટ્યો. નોન ફાર્મ પે રોલના આંકડા 2.05 લાખની અપેક્ષાની સામે 3.11 લાખ પર આવ્યા હતા.

કાચા તેલના ભાવમાં 1 ટકાની તેજી જોવાને મળી. જો કે, છેલ્લા સપ્તાહે અમેરિકી વ્યાજ દરોને લઈને આવી રહેલા બયાનથી કાચા તેલમાં 3 ટકા સુધીનો ઘટાડો જોવાને મળ્યો હતો. શુક્રવારના બ્રેન્ટ ક્રૂડના ભાવ 1.5 ટકા સુધી વધીને 82.78 ડૉલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડના ભાવ 1.3 ટકા વધીને 76.68 ડૉલર પ્રતિ બેરલ પર રહ્યા હતા.

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 27 અંકનો ઘટાડો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ 1.61 ટકાના ઘટાડાની સાથે 27,690.55 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.95 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.76 ટકા ઘટીને 15,412.74 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.86 ટકાના વધારાની સાથે 19,485.89 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.15 ટકાના મામૂલી ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.29 ટકાના વધારાની સાથે 3,239.47 ના સ્તર પર દેખાય રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 13, 2023 8:50 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.