Today's Broker's Top Picks: 3-વ્હીલર્સ, ગોલ્ડ ફાઈનાન્સ, એચડીએફસી લાઈફ, ઝાયડસ લાઈફ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રી, એસઆરએફ છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે KEI ઈન્ડસ્ટ્રી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5720 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર Q2 EBITDA ગ્રોથમાં સુસ્તી જોવા મળી. 8%નો ઉછાળો જોવા મળ્યો.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
3-વ્હીલર્સ પર HSBC
HSBCએ 3-વ્હીલર્સ પર M&M માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3390 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે M&M 40% માર્કેટ શેર સાથે E-3-વ્હીલર લીડર છે. બજાજ ઓટો માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 14000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. બજાજ ઓટો 30% માર્કેટ શેર સાથે આગળ વધી રહ્યું છે. 3-વ્હીલરમાં EV પેનિટ્રેશન 20% સુધી વધ્યું. બજાજનું સંભવિત લોન્ચ મુખ્ય ડ્રાઈવર હોઈ શકે છે.
ગોલ્ડ ફાઈનાન્સ પર જેફરિઝ
જેફરિઝે ગોલ્ડ ફાઈનાન્સ પર 1 મહિનામાં સોનાનો ભાવ 4% વધ્યો. સોનાના NBFC સ્ટોકના ભાવમાં 2-14%નો ઘટાડો થયો. સોના વધતા ભાવથી Q3માં લોન ગ્રોથમાં તેજી આવવાની અપેક્ષા છે. ગોલ્ડ NBFC રેટ કટથી લાભ મેળી શકે છે. EPS ગ્રોથ અને RoE આઉટલુક મજબૂત રહેશે. વધતા સોનાના ભાવથી મુથૂટ ફાઈનાન્સની પસંદગી થશે. મણ્ણપુરમ ફાઈનાન્સનું રિસ્ક રિવોર્ડ આકર્ષક છે.
HDFC લાઈફ પર HSBC
એચએસબીસીએ એચડીએફસી લાઈફ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં VNB ઇન-લાઇન હતું. FY25માં મધ્ય ગાળામાં VNB ગ્રોથ ગાઈડન્સ મજબૂત રહેવાની અપેક્ષા છે.
ઝાયડસ લાઈફ પર મેક્વાયરી
મેક્વાયરીએ ઝાયડસ લાઈફ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1385 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે gCabometyx(કેબોમેટિક્સ) પેટન્ટ કેસમાં ચુકાદો કંપનીના પક્ષમાં નહીં. ચુકાદા બાદ જાન્યુઆરી 2030 પહેલા પ્રોડક્ટ લોન્ચ કરવામાં સક્ષમ નહીં. gCabometyx પેટન્ટ કેસના લોન્ચમાં વિલંબનો અર્થ FY27 ના અંદાજમાં ઘટાડો આવી શકે છે. FY27માં $300 m ની આવક અપેક્ષા છે.
KEI ઈન્ડસ્ટ્રી પર જેફરિઝ
જેફરિઝે KEI ઈન્ડસ્ટ્રી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5720 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર Q2 EBITDA ગ્રોથમાં સુસ્તી જોવા મળી. 8%નો ઉછાળો જોવા મળ્યો. Q2 EBITDA ગ્રોથ અનુમાથી 15% ઓછો થયો. સેલ્સ અને માર્જિન બન્ને અનુમાનથી ઓછા રહ્યા. વધારાના હાઇ વોલ્ટેજ કેબલના વેચાણમાં ઘટાડો થયો. ટ્રાન્સમિશન ઓર્ડરમાં વધારો, ડિલિવરીમાં વધારો થવાની ધારણા છે. વર્ષ દર વર્ષના આધાર પર FY25 રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ 16-17% યથાવત્ રહેશે. વર્ષ દર વર્ષના આધાર પર FY25 માર્જિન ગાઈડન્સ 10.5-11% યથાવત્ રહેશે. T&D ઓર્ડર 12-18 મહિનામાં પોઝિટીવ સરપ્રાઈસ હોઈ શકે છે.
SRF પર UBS
યુબીએસે એસઆરએફ પર રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. તેમણે તેના પર ખરીદારીથી રેટિંગ ઘટાડીને વેચાણના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2700 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 2100 રૂપિયા પ્રતિશેર કર્યા છે. આગળ તેમણે કહ્યું કે લાંબા સમયથી ગ્રોથમાં નરમાશ રહી શકે છે. કંપની આગળ નકારાત્મક રીતે આશ્ચર્ય પામી શકે છે. એગ્રો કેમિકલની માંગ નબળી બની. એગ્રો કેમિકલ્સમાં ચીનનો હિસ્સો વધવાની ધારણા છે. રેફ્રિજરેન્ટ ગેસની માંગ અને ભાવ નરમ રહી શકે છે. FY25 માટે EPS ઘટીને 20%,FY26 માટે 22% છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)