Broker's Top Picks: અદાણી પાવર, સુઝલોન, ટાટા સ્ટીલ, એલએન્ડટી, રિયલ એસ્ટેટ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: અદાણી પાવર, સુઝલોન, ટાટા સ્ટીલ, એલએન્ડટી, રિયલ એસ્ટેટ છે બ્રોકરેજના રડાર પર

મોર્ગન સ્ટેનલીએ અદાણી પાવર પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹181 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આગામી વર્ષ સુધી ક્ષમતા માટે 100% જોડાણ પ્રાપ્ત કરવાની અપેક્ષા છે. 23.7GW બાંધકામ હેઠળની ક્ષમતા માટે 100% જોડાણ પ્રાપ્ત કરવાની અપેક્ષા છે. વર્તમાન અનટાઈડ ક્ષમતા 10% થી ઘટાડીને 3-4% કરવાનો લક્ષ્યાંક છે.

અપડેટેડ 09:57:41 AM Dec 12, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MS On Adani Power

મોર્ગન સ્ટેનલીએ અદાણી પાવર પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹181 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આગામી વર્ષ સુધી ક્ષમતા માટે 100% જોડાણ પ્રાપ્ત કરવાની અપેક્ષા છે. 23.7GW બાંધકામ હેઠળની ક્ષમતા માટે 100% જોડાણ પ્રાપ્ત કરવાની અપેક્ષા છે. વર્તમાન અનટાઈડ ક્ષમતા 10% થી ઘટાડીને 3-4% કરવાનો લક્ષ્યાંક છે.


MS On Suzlon

મોર્ગન સ્ટેનલીએ સુઝલોન પર ઓવરવેઇટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹78 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એક્સપોર્ટ ભૌગોલિક વિસ્તારો માટેનો રોડમેપ તૈયાર છે. FY27ના અંત સુધીમાં અને FY28ની શરૂઆતમાં ઓર્ડર વધી શકે છે. સ્થાનિક ઓર્ડર પાઈપલાઈન મજબૂત છે. વર્કિંગ કેપિટલમાં સુધારો થઈ રહ્યો છે (Last 2 Quarters Higher Share Of PSU Deliveriesના કારણે સારા રહ્યા).

HSBC On Tata Steel

એચએસબીસીએ ટાટા સ્ટીલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹215 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મલ્ટી ઇન્ડિયા વિસ્તરણ પ્રોજેક્ટ્સ સકારાત્મક છે. માર્ચ 2026 સુધીમાં કેપેક્સ વિગતો અપેક્ષિત છે. ટૂંકાગાળે અર્નિંગ્સ દબાણમાં રહી શકે, સેફ ગાર્ડ ડ્યૂટી અપેક્ષીત છે.

Nuvama On Tata Steel

નુવામાએ ટાટા સ્ટીલ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹175 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ નવા પ્લાન્ટની જાહેરાત કરી. પ્લાન્ટથી FY32 સુધી ભારતમાં સ્ટીલ કેપેસિટી 10 mtpaથી વધશે. ક્રૂડ સ્ટીલ ઉત્પાદન માટે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો.

GS On Larsen & Toubro

ગોલ્ડમેન સૅક્સે એલએન્ડટી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,730 થી વધારીને ₹5,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સંરક્ષણ, ગ્રીન હાઇડ્રોજન અને પરમાણુ ઉર્જામાં વૃદ્ધિ માટે તૈયાર છે. FY35 સુધી સંયુક્ત TAM વિસ્તરણ માટે તૈયાર છે. કેટલાક ક્ષેત્રોમાં સ્થાનિક કેપેક્સ રિકવરીમાં હેલ્થી ઓર્ડર બેકલોગ છે.

HSBC On Real Estate

એચએસબીસીએ રિયલ એસ્ટેટ પર સારા પ્રીસેલ્સ છતાં શેર્સએ નબળો દેખાવ કર્યો. (રોકાણકારો રોકડ પ્રવાહ અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા હોવાથી, નબળો દેખાવ ). અન સોલ્ડ ઇન્વેન્ટરી સાથે ઇન્ડસ્ટ્રીની સ્થિતી મજબૂત છે. ગોદરેજ પ્રોપર્ટીઝ, DLF અને શોભા પર પોઝિટીવ છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

 

MoneyControl News

MoneyControl News

First Published: Dec 12, 2025 9:57 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.