Today's Broker's Top Picks: એવિએશન કંપનીઓ, ઈન્ડિગો, બજાજ ઓટો, ક્લીન સાયન્સ, લોયડ મેટલ્સ, ગ્રીન પ્લે, જેએસએડબ્લ્યૂ ઈન્ફ્રા છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: એવિએશન કંપનીઓ, ઈન્ડિગો, બજાજ ઓટો, ક્લીન સાયન્સ, લોયડ મેટલ્સ, ગ્રીન પ્લે, જેએસએડબ્લ્યૂ ઈન્ફ્રા છે બ્રોકરેજના રડાર પર

અપડેટેડ 12:09:47 PM Dec 23, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

એવિએશન કંપનીઓ પર નુવામા

નુવામાએ એવિએશન કંપનીઓ પર ઈન્ડિગો અને સ્પાઈસજેટ માટે હોલ્ડના રેટિંગ યથાવત્ છે. નજીકના ગાળાની નબળાઈને કારણે હોલ્ડ રેટિંગ આપ્યા છે. ઈન્ડિગો માટે પ્રમોટર-સેલિંગ ઓવરહેંગ પણ છે. ડિસેમ્બર 2024માં મહિના દર મહિનાના આધાર પર સ્પાઈસજેટ/ઈન્ડિગોની નિર્ધારિત ફ્લાઈટ્સ 25%/27% વધી. એર ઈન્ડિયા ગ્રુપના માર્કેટ શેરમાં 65 bpsનો ઘટાડો આવ્યો. 2024માં સ્પાઈસજેટ/ઈન્ડિગોના માર્કેટ શેર્સ 45 bps/32 bps વધ્યા. એરહેલ્પ સર્વેક્ષણ મુજબ ઇન્ડિગોનો 103/109 રેન્ક સુધારણા પર ફોકસ છે.


ઈન્ડિગો પર ઈલારા

ઈલારાએ ઈન્ડિગો પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5309 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એરપોર્ટ અને ફ્લાઈટ્સની સંખ્યા વધવાથી માંગ પણ વધશે. મોટા એરપોર્ટના વિસ્તરણને કારણે ગ્રોથ વધશે. FY28 પછી ઓવરસપ્લાયની કોઈ શક્યતા નથી. મોટા ઓર્ડરથી ફાલાઈટ્સની સંખ્યામાં વધારો થશે. ચોથા ક્વાર્ટરથી P&W ફ્લીટનું વળતર શક્ય છે. આંતરરાષ્ટ્રીય ટ્રાફિકમાં ભારતીય ઉડ્ડયનનો હિસ્સો વધ્યો છે. રેલવે અને ACમાં લાંબાગાળાની મુસાફરીથી લોકો એવિએશન તરફ સિફ્ટ થશે.

બજાજ ઓટો પર ઈન્વેસ્ટ

ઈન્વેસ્ટે બજાજ ઓટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹13550 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EV સ્પેસમાં માર્કેટ શેર વધી રહ્યા છે. નવા EV 2-વ્હીલર માટે ઉત્પાદન ખર્ચમાં તીવ્ર ઘટાડો થયો. મલ્ટીપલ ગ્રોથમાં સ્થાનિક 2-w પોર્ટફોલિયોમાં ગ્રોથનો સમાવેશ થાય છે.

ક્લીન સાયન્સ પર HDFC

એચડીએફસીએ ક્લીન સાયન્સ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1106 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે H1FY25માં 4 નવા હિન્ડર્ડ અમીન લાઈટ સ્ટેબલાઈજર્સ રજૂ કર્યા.

લોયડ મેટલ્સ પર ઇક્વિસ

ઇક્વિસે લોયડ મેટલ્સ પર લોન્ગ કોલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ થ્રીવેની અર્થમૂવર્સ એન્ડ ઈન્ફ્રામાં 79.82% હિસ્સો 70 કરોડમાં ખરીદ્યો. કંપની સુરજાગઢ માઈન્સ સહિત 15 ચાલુ માઈનિંગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે.

ગ્રીનપ્લે પર ઈન્વેસ્ટ

ઈન્વેસ્ટે ગ્રીનપ્લે પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹420 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગુજરાત MDF પ્લાન્ટ શટ ડાઉનથી વેચાણ પર ન્યૂનતમ અસરની અપેક્ષા છે. ફર્નિચર ફિટિંગ્સ JV રેમ્પ-અપ પર આશા છે. તાજેતરના MDF ભાવમાં વધારો પ્રોત્સાહજનક છે. વધુ ભાવવધારાની અપેક્ષા, પણ કિંમત વધવાથી સ્થિરતા જાળવી રાખવી જરૂરી છે.

JSW ઈન્ફ્રા પર DAM કેપિટલ

DAM કેપિટલે JSW ઈન્ફ્રા પર ખરીદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દેશની બીજો સૌથી મોટો પોર્ટ ઓપરેટર છે. કંપનીની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 170 mtpa છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Dec 23, 2024 12:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.