Brokerage Radar: બેન્ક, આઈટી, ડીએલએફ, ટાટા મોટર્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, કોન્કોર, મેદાંતા છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ ટાટા મોટર્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમને તેના પર લક્ષ્યાંક ₹853 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર જાન્યુઆરીમાં લેન્ડ રોવર US રિટેલ સેલ્સ ગ્રોથ 70% છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
બેન્ક અને IT પર જેફરિઝ
જેફરિઝે બેન્ક અને IT પર બન્ને સેક્ટર 15 વર્ષથી સાથે 20-25% આઉટપરફોર્મ પ્રદર્શન આપ્યું. RBI તરફથી ડોવિશ ટિપ્પણીઓ, સ્થાનિક ગ્રોથ પિક-અપ બેન્કો માટે સારૂ છે. બેન્ક સ્ટોક હાલના ભાવે આકર્ષક છે. માગમાં સુધારની કોમેન્ટ્રી IT સેક્ટર માટે પોઝિટીવ છે.
DLF પર CLSA
સીએલએસએ એ ડીએલએફ પર રેટિંગ અપગ્રેડ સાથે હાઈ Conviction આઉટપરફોર્મ કર્યા છે. તેમને તેના પર લક્ષ્યાંક ₹975 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ગ્રોથ આઉટલુક સાથે આકર્ષક વેલ્યુએશન છે. શેર NAVના 15% પ્રીમિયમથી હાલ 20% ડિસ્કાઉન્ટ પર છે. આગામી 8-9 ત્રિમાસિકમાં મોટા લોન્ચથી ગ્રોથ મોમેન્ટમ કાયમ રહેશે. રેન્ટલ મજબૂત, કેશ ફ્લો સારો છે.
ટાટા મોટર્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ ટાટા મોટર્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમને તેના પર લક્ષ્યાંક ₹853 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર જાન્યુઆરીમાં લેન્ડ રોવર US રિટેલ સેલ્સ ગ્રોથ 70% છે. વર્ષ દર વર્ષના આધાર પર લેન્ડ રોવર ઇન્સેન્ટિવ્સ ગ્રોથ 73% છે. હાઈ માર્જિન મૉડલ મિક્સ 78% પર યથાવત્ રહેશે. જગુઆરનું વેચાણ વાર્ષિક ધોરણે 14% ઘટીને 750 યુનિટ થયું. કોન્ફરન્સ કોલમાં Q3માં US સેલ્સ પર ભાર મુક્યો છે. ચીનમાં પડકારોની વાત પણ કરી છે.
પેજ ઈન્ડસ્ટ્રીઝ પર MS
મોર્ગન સ્ટેનલીએ પેજ ઈન્ડસ્ટ્રીઝ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹45400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિમાન્ડમાં સતત દબાણ છે. પ્રીમિયમ પ્રોડક્ટ કેગેટરીનું પ્રદર્શન સારૂ રહેશે. ટિયર 1-2 Townsની સરખામણીએ ટિયર 3-4 Townsનો દર ગ્રોથ મજબૂત છે. મેનેજમેન્ટે FY25 માટે માર્જિન 19-21% પર યથાવત્ રાખ્યા છે. આગામી ક્વોર્ટરમાં ખર્ચમાં થોડો વધારો થવાની આશંકા છે.
કોન્કોર પર HSBC
એચએસબીસીએ કોન્કોર પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમને તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹780 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3FY25ના પરિણામ નબળા રહ્યા છે. આવક અને વોલ્યુમ ફ્લેટ રહ્યા. EBITDA 10% ઘટ્યા છે.
મેદાંતા પર HSBC
એચએસબીસીએ મેદાંતા પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹860 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હોસ્પિટલથી સારા પ્રદર્શનનો સપોર્ટ પરિણામ પર રહેશે. FY26માં ગ્રોથ વધુ બેક-એન્ડ લોડ થવાની અપેક્ષા છે. H2FY26માં મુખ્ય બેડ એડિશનનો સપોર્ટ ગ્રોથને મળશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.