Today's Broker's Top Picks: બેંક, કેમિકલ્સ સેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ, પાઈપ કંપનીઓ, ઈન્ડિગો, થર્મેક્સ, જીએસપીએલ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: બેંક, કેમિકલ્સ સેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ, પાઈપ કંપનીઓ, ઈન્ડિગો, થર્મેક્સ, જીએસપીએલ છે બ્રોકરેજના રડાર પર

સિટીએ ઈન્ડિગો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એવિએશનની ડિમાન્ડ આઉટલુક મજબૂત છે. એવિએશન સેક્ટરના ગ્રોથનો સૌથી વધુ ફાયદો ઈન્ડિગોને છે.

અપડેટેડ 11:36:19 AM Sep 04, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

બેન્ક પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ બેન્ક પર ફેડરલ બેન્ક માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. ઈક્વવેટ રેટિંગથી અન્ડરવેટ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 200 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 185 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. RBL બેન્ક માટે અન્ડરવેટના રેટિંગ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 260 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ICICI બેન્ક, કોટક મહિન્દ્રા અને એક્સિસ બેન્ક માટે લક્ષ્ય ઘટાડ્યા છે. SBI માટે ઈક્વલવેટ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. બેન્ક ઓફ બરોડા માટે ઈક્વલવેટ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 265 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. PNB માટે અન્ડરવેટ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 73 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. બેન્ક ઓફ ઈન્ડિયા માટે અન્ડરવેટ રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ઘટાડીને 110 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. કેનેરા બેન્ક માટે અન્ડરવેટ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 83 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. માર્જિન અને એસેટ ક્વોલિટી આગામી થોડા વર્ષોમાં સામાન્ય થઈ શકે છે. પ્રાઈવેટ બેન્કના વેલ્યુશન સુધરવાની અપેક્ષા છે.


કેમિકલ્સ સેક્ટર પર MS

મોર્ગન સ્ટેનલીએ કેમિકલ્સ સેક્ટર પર આરતી ઈન્ડસ્ટ્રીઝ માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 613 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 568 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. PI ઈન્ડસ્ટ્રીઝ માટે રેટિંગ અપગ્રેડ કરી ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3350 રૂપિયા પ્રતિશેરથી વધારીને 4300 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. દીપક નાઈટ્રાઈડ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2975 રૂપિયા પ્રતિશેરથી વધારીને 3295 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

ઈન્ડસ્ટ્રીયલ પર જેફરિઝ

જેફરિઝે ઈન્ડસ્ટ્રીયલ પર સિમેનેસ,HAL અને L&T ટોપ પીક છે. Q1માં ડિફેન્સ કંપની BEL અને ડેટા ડેટા પેટર્ન્સ કંપનીઓના ઓર્ડર ફ્લો 3% ઘટ્યા. BEL અને ડેટા પેટર્નમાં ઓર્ડર ફ્લોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. લોકસભા ચૂંટણીની અસર કંપનીઓના ઓર્ડર પર જોવા મળી.

પાઈપ કંપનીઓ પર જેફરિઝ

જેફરિઝે પાઈપ કંપનીઓ પર સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6520 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે એસ્ટ્રલ માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2115 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. 6 મહિનામાં સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ 26% વધ્યો, જ્યારે એસ્ટ્રલ 7% નો ઘટાડો નોંધાયો. છેલ્લા 10 ક્વાર્ટરમાં સુપ્રિમ ઇન્ડ્સના પાઇપ વોલ્યુમ ગ્રોથ એસ્ટ્રાલ કરતાં વધુ છે.

ઈન્ડિગો પર સિટી

સિટીએ ઈન્ડિગો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એવિએશનની ડિમાન્ડ આઉટલુક મજબૂત છે. એવિએશન સેક્ટરના ગ્રોથનો સૌથી વધુ ફાયદો ઈન્ડિગોને છે. ઈન્ટરનેશનલ નેટવર્ક વધારવા પર ફોકસ રહેશે. મોંઘવારીને કારણે ભવિષ્યમાં ખર્ચ પર થોડું દબાણ શક્ય છે. બિઝનેસ ક્લાસ પ્રોડકટ, લોયલ્ટી પ્રોગ્રામથી ફાયદો થશે.

થર્મેક્સ પર HSBC

એચએસબીસીએ થર્મેક્સ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

GSPL પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ GSPL પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 452 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Sep 04, 2024 11:36 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.