Today's Broker's Top Picks: ભારતી એરટેલ, ભારતી હેક્સાકોમ, ગ્રેન્યુલ્સ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ, બંધન બેંક, સંવર્ધન મધરસન, ઝોમેટો છે બ્રોકરેજના રડાર પર
સિટીએ સંવર્ધન મધરસન પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 105 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્લોબલ માર્કેટમાં ઓટો વોલ્યુમમાં નરમાશ રહેશે. OEM ખાસ કરીને યુરોપમાં વોલ્યુમ ગ્રોથ ગાડન્સ નીચા આપી રહ્યા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ભારતી એરટેલ પર જેફરિઝ
જેફરિઝે ભારતી એરટેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1970 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આવનારા સમયમાં ટેરિફ વધી શકે છે જેનો સીધો ફાયદો ભારતી એરટેલને થશે. પણ વોડાફોન આઈડિયાના માર્કેટ શેર્સ ઘટી શકે છે. FY26/27 દરમિયાન આવક અને EBITDA 5-9% રહેવાના અનુમાન છે. Q2FY27માં 10%ના ગ્રોથના અનુમાન છે. FY26 ના મધ્યમાં મોડલ A 10% ટેરિફ વધારો થયો. FY24-27 દરમિયાન 19% EBITDA CAGR રહેવાના અનુમાન છે.
ભારતી હેક્સાકોમ પર જેફરિઝ
જેફરિઝે ભારતી હેક્સાકોમ પર રેટિંગ અપગ્રેડ કરી BUY કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26/27 વચ્ચે આવક, EBITDA 5-12% રહેવાના અનુમાન છે.
ગ્રેન્યુલ્સ ઇન્ડિયા પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે ગ્રેન્યુલ્સ ઇન્ડિયા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 680 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ICICI પ્રુ લાઈફ પર HSBC
HSBC એ ICICI પ્રુ લાઈફ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 815 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેલેન્સિંગ ગ્રોથ, નફો અને રિસ્ક મેનેજમેન્ટ દ્વારા VNB ગ્રોથમાં સુધરો છે.
બંધન બેન્ક પર કોટક
કોટક સિક્યોરિટીઝે બંધન બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બિઝનેસ મોમેન્ટમ સમગ્ર સેગમેન્ટમાં મજબૂત છે.
સંવર્ધન મધરસન પર સિટી
સિટીએ સંવર્ધન મધરસન પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 105 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્લોબલ માર્કેટમાં ઓટો વોલ્યુમમાં નરમાશ રહેશે. OEM ખાસ કરીને યુરોપમાં વોલ્યુમ ગ્રોથ ગાડન્સ નીચા આપી રહ્યા છે.
Zomato પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને Zomato પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 275 રૂપિયા પ્રતિશેરથી વધારી 330 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વિક કોમર્સ માટે લોકોનો સારો પ્રતિસાદ છે. ક્વિક કોમર્સમાં Zomatoની પકડ મજબૂત છે. ટૂંકાગાળામાં નફો, લાંબાગાળા માટે લિડરશીપ પર ફોકસ છે. BlinkItને લઈ કંપનીની રણનીતિ મજબૂત છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)