Brokerage Radar: ભારતી એરટેલ, મારૂતિ સુઝુકી, વેદાંતા છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Brokerage Radar: ભારતી એરટેલ, મારૂતિ સુઝુકી, વેદાંતા છે બ્રોકરેજના રડાર પર

સિટીએ વેદાંતા પર ખરીદદારીની સલાહ યથાવત્ રાખી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY26માં બાલ્કોમાં ક્ષમતા વિસ્તરણ પૂર્ણ થવાની અપેક્ષા છે. FY26 સુધીમાં લાંજીગઢ રિફાઇનર માટે એલ્યુમિના બેકવર્ડ ઇન્ટિગ્રેશન પૂરૂ થવાની અપેક્ષા છે. આંતરરાષ્ટ્રીય ઝીંક બિઝનેસ માટે ઉત્પાદન ખર્ચ $1200-1300/ટન રહેવાની અપેક્ષા છે.

અપડેટેડ 10:06:23 AM Feb 14, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ટેલિકોમ કંપનીઓ પર જેફરિઝ

જેફરિઝે ટેલિકોમ કંપનીઓ પર વર્ષ દર વર્ષના આધાર પર Q3માં કુલ મળીને આવકમાં 16%નો ગ્રોથ રાખ્યો છે. ટેરિફ હાઈકથી રેવેન્યુ ગ્રોથને સપોર્ટ મળ્યો. ટેરિફ હાઈકને કારણે ભારતી એરટેલ, હેક્સાકોમ પસંદ છે. સબ્સક્રાઈબરમાં વધતા ટેરિફ હાઈકની અસર નહીં થવાના સંકેતો છે.


ભારતી એરટેલ પર સિટી

સિટીએ ભારતી એરટેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1920 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની ₹300 ના ARPU સુધી પહોંચવાના લક્ષ્ય પર છે. પ્રિપેઇડથી પોસ્ટપેડ, ડેટા મોનેટાઇઝેશન, ઇન્ટરનેશનલ રોમિંગ અને બંડલ ઓફરિંગ પર સ્વિચિંગનો પણ સમાવેશ થાય છે. વધતા FCFનો ઉપયોગ ડિલિવરેજ અને શેરધારકોને ચૂકવણી વધારવા માટે કરવાની યોજના છે.

મારૂતિ સુઝુકી પર HSBC

એચએસબીસીએ મારૂતિ સુઝુકી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹14000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સુઝુકી માટે EV એક્સપોર્ટ હબ બનશે ભારત. EV એક્સપોર્ટ હબની અપેક્ષાથી વોલ્યુમ ગ્રોથ ઝડપથી વધવાની અપેક્ષા છે.

વેદાંતા પર સિટી

સિટીએ વેદાંતા પર ખરીદદારીની સલાહ યથાવત્ રાખી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY26માં બાલ્કોમાં ક્ષમતા વિસ્તરણ પૂર્ણ થવાની અપેક્ષા છે. FY26 સુધીમાં લાંજીગઢ રિફાઇનર માટે એલ્યુમિના બેકવર્ડ ઇન્ટિગ્રેશન પૂરૂ થવાની અપેક્ષા છે. આંતરરાષ્ટ્રીય ઝીંક બિઝનેસ માટે ઉત્પાદન ખર્ચ $1200-1300/ટન રહેવાની અપેક્ષા છે. આગામી 6-9 મહિનામાં વ્યાજ ખર્ચમાં ઘટાડો વધુ ઘટવાની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Feb 14, 2025 10:06 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.