Broker's Top Picks: બીએચઈએલ, પેટીએમ, ભારતી હેક્સાકોમ, લીલા પેલેસિસ, ધૂત ટ્રાન્સમિશન, HDB ફાઈનાન્શિયલ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: બીએચઈએલ, પેટીએમ, ભારતી હેક્સાકોમ, લીલા પેલેસિસ, ધૂત ટ્રાન્સમિશન, HDB ફાઈનાન્શિયલ છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ લીલા પેલેસિસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2FY27માં આવક અને EBITDA 33% અને 36% YoY, અનુમાન કરતાં 10% વધુ છે.

અપડેટેડ 12:07:28 PM Oct 15, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

BHEL પર CLSA

સિએલએસએએ બીએચઈએલ પર અંડરપર્ફોમના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹351 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY27 રેવન્યુ 24% YoY વધ્યું, EBITDA માર્જિન 330 bps વધીને 11%, અંદાજ કરતાં વધુ છે. મજબૂત ઓપરેશનલ પર્ફોર્મન્સ બાદ FY27-29ના નફાનો અંદાજ 10-11% વધાર્યા. ચાઈનીઝ સપ્લાયર્સ, JSW તોશિબા, L&T અને Thermaxનો થર્મલ ઈક્વિપમેન્ટમાં પ્રવેશ BHELના સ્થાનિક માર્કેટ માટે જોખમ છે. છેલ્લા 1 મહિનામાં શેર 8% વધ્યો. વેલ્યુએશન FY28ના 39x P/E પર મોંઘો.


Paytm પર નોમુરા

નોમુરાએ પેટીએમ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,250 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોર પેમેન્ટ્સ અને મર્ચેટ લેન્ડિંગથી આવક ગ્રોથને સપોર્ટ મળી શકે છે. UPI MDR, આંતરરાષ્ટ્રીય વિસ્તરણ અને AIથી ગ્રોથથી વધુ તક છે. FY26-29 દરમિયાન EBITDAમાં 96% CAGR વધવાની અપેક્ષા છે. લેન્ડિંગ એસેટ ક્વોલિટીમાં ઘટાડો અને વધતી સ્પર્ધા મોટું જોખમ છે.

ભારતી હેક્સાકોમ પર નોમુરા

નોમુરાએ ભારતી હેક્સાકોમ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,870 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે તાજેતરના વેલ્યુએશન ઘટાડાને જરૂર કરતાં વધુ માનવામાં આવ્યા. ટેરિફ વધારાથી સેન્ટિમેન્ટ સુધરી શકે છે. પ્રીમિયમ વાયરલેસ ઓપરેટર, રાજસ્થાન અને નોર્થ-ઈસ્ટ માર્કેટમાં હજુ ઘણો ગ્રોથ સ્કોપ છે. પ્યોર-પ્લે મોબિલિટી મોડેલથી કેપિટલ એલોકેશનનું જોખમ ઓછું રહેશે.

લીલા પેલેસિસ પર નોમુરા

નોમુરાએ લીલા પેલેસિસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2FY27માં આવક અને EBITDA 33% અને 36% YoY, અનુમાન કરતાં 10% વધુ છે. FY27-28 વચ્ચે EPS અનુમાન 3%-5% વધાર્યા. સ્થાનિક માલિકીનો મુખ્ય પોર્ટફોલિયો FY31 સુધીમાં 63% વિસ્તરણ થવાની અપેક્ષા છે. H2FY27માં EBITDA ગ્રોથ હાઈ-ટીન્સમાં રહેવાની અપેક્ષા છે. FY27-29 દરમિયાન EBITDA 17-18% CAGRથી વધવાનો અંદાજ છે.

લીલા પેલેસિસ પર જેફરિઝ

જેફરિઝે લીલા પેલેસિસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹735 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં આવક 33%, EBITDA 36%, નફો 27% વધ્યો. રૂમના ભાડા વધારાને કારણે ઉપલબ્ધ રૂમ દીઠ આવકમાં 30%નો ઉછાળો થયો છે. સ્થાનિક મુસાફરી અને બિઝનેસ ઇવેન્ટ્સથી હોટેલની માંગ મજબૂત છે.

ધૂત ટ્રાન્સમિશન પર નોમુરા

નોમુરાએ ધૂત ટ્રાન્સમિશન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EVની વધતા માંગ અને પ્રીમિયમ ગાડિઓથી કંપનીને ફાયદો છે. 2W/3W વાયરિંગ હાર્નેસ માર્કેટમાં 41% હિસ્સો છે. મોટા EV 2-વ્હીલર મોડલ્સમાં કંપનીની 70-80% સપ્લાય છે. EV નો હિસ્સો FY26ના 24%થી વધીને FY29 સુધી 48% શક્ય છે.

HDB ફાઈનાન્શિયલ પર નોમુરા

નોમુરાએ HDB ફાઈનાન્શિયલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹790 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લોન ડિસ્બર્સમેન્ટનું વિસ્તરણ મજબૂત, ગ્રોથને ટેકો છે. HDB ફાઈનાન્શિયલ પર નોમુરા-મેનેજમેન્ટે 8% NIM અને 2.5% RoA ના લક્ષ્યાંકને જાળવી રાખ્યો.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

BHEL Share Price: પરિણામ બાદ શેર ખરીદવો કે વેચવો? 4 બ્રોકરેજ ફર્મ્સની સ્ટ્રેટેજી જાણો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 15, 2026 12:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.