Broker's Top Picks: સિમેન્ટ, એસઆરએફ, સિએટ, સન ફાર્મા, ક્રેડિટ એક્સેસ ગ્રામિણ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: સિમેન્ટ, એસઆરએફ, સિએટ, સન ફાર્મા, ક્રેડિટ એક્સેસ ગ્રામિણ છે બ્રોકરેજના રડાર પર

મોર્ગન સ્ટેનલીએ એસઆરએફે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2177 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ ઈન-લાઈન રહ્યા. રેફ્રિજરન્ટ ગેસમાં વધુ એક મજબૂત ક્વાર્ટર રહ્યું. વર્ષ દર વર્ષના આધાર પર કેમિકલ્સ સેગમેન્ટ ટોપલાઇન ગ્રોથ 23% થી વધુ ટ્રેક કરી રહ્યો. FY26ની 20% ટોપલાઈન ગ્રોથ ગાઈડન્સ છે. Q4FY25 સામે માર્ચ ક્વાર્ટરમાં આશરે 15% YoY ગ્રોથ જરૂરી રહેશે.

અપડેટેડ 12:56:37 PM Jan 21, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સિમેન્ટ પર HSBC

એચએસબીસીએ સિમેન્ટ પર સાઉથ ભારતમાં કેટલાક માર્કેટ્સમાં ફરી ભાવ વધારો થયો, જે જાન્યુઆરીમાં બીજો ભાવ વધારો થયો. તેમનું કહેવુ છે કે ડિસેમ્બર પછી સિમેન્ટની માંગમાં તેજ રિબાઉન્ડ જોવા મળ્યું, જેના કારણે ભાવ વધારાને સપોર્ટ મળ્યો. સિમેન્ટ સેક્ટરના શેરોમાં હાલ નરમાશ જોવા મળી રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલ્મિયા ભારત અને અંબુજા સિમેન્ટમાં ખરીદદારીની સલાહ યથાવત્ રહેશે.


SRF પર જેફરિઝ

જેફરિઝે એસઆરએફ પર અન્ડપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2640 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EBITDA અનુમાન મુજબ, સ્પેશિયાલિટી કેમિકલમાં નરમાશ રહેશે. સિઝનાલિટીના કારણે Q4 વધુ સારૂ રહી શકે. રેફ્રિજરેન્ટ ગેસમાં મજબૂતી, વોલ્યુમમાં મર્યાદિત વધારો થયો.

SRF પર MS

મોર્ગન સ્ટેનલીએ એસઆરએફે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2177 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ ઈન-લાઈન રહ્યા. રેફ્રિજરન્ટ ગેસમાં વધુ એક મજબૂત ક્વાર્ટર રહ્યું. વર્ષ દર વર્ષના આધાર પર કેમિકલ્સ સેગમેન્ટ ટોપલાઇન ગ્રોથ 23% થી વધુ ટ્રેક કરી રહ્યો. FY26ની 20% ટોપલાઈન ગ્રોથ ગાઈડન્સ છે. Q4FY25 સામે માર્ચ ક્વાર્ટરમાં આશરે 15% YoY ગ્રોથ જરૂરી રહેશે.

સિએટ પર નોમુરા

નોમુરાએ સિએટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4613 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ અનુમાન મુજબ રહ્યા. રિપ્લેસમેન્ટ ડિમાન્ડ અને કેમસો ઈન્ટિગ્રેશનથી આવકમાં વધારો, EBITDA માર્જિનમાં સુધારો થયો છે. મજબૂત OEM રિવાઈવલનો ફાયદો વોલ્યુમ ગ્રોથને મળવાની અપેક્ષા છે.

સિએટ પર CLSA

સીએલએસએ એ સિએટ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4823 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં આવક અનુમાન કરતા વધુ, EBITDA માર્જિન ઇન-લાઇન રહ્યા. QoQ ધોરણે ગ્રોસ માર્જિન 100 bps ઘટ્યા, રૂપિયામાં નરમાશની અસર રહેશે. આંતરરાષ્ટ્રીય નેચરલ રબરના ભાવમાં મોંઘવારીની અસર રહેશે. રિપ્લેસમેન્ટ વોલ્યુમ્સ મિડ-ટીન્સ ગ્રોથ, OEM વોલ્યુમ 20% વધ્યા. FY27માં હાઈ સિંગલ-ડિજિટ વોલ્યુમ ગ્રોથનું ગાઈડન્સ છે. કેમસોનું Q3 રેવન્યુ અંદાજે $200 મિલિયન, સાથે લો-ટીન્સ EBITDA માર્જિન છે.

સન ફાર્મા પર જેફરિઝ

જેફરિઝે સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપની $10–14 Bnની ઓર્ગેનોન અધિગ્રહણ પર વિચાર કરી રહી છે. અત્યાર સુધીની સૌથી મોટી ડીલ બની શકે છે. CY24માં Organonનું રેવન્યુ $6.4 અબજ અને Adjusted EBITDA $2 અબજ નોંધાયું. આ ડીલથી સન ફાર્માની Biosimilars સેગમેન્ટમાં એન્ટ્રી દર્શાવે છે. અને કંપનીનો થેરાપી મિક્સ અને મેન્યુફેક્ચરિંગ પ્રેઝન્સમાં વિસ્તાર થશે.

ક્રેડિટ એક્સેસ ગ્રામિણ પર CLSA

સીએલએસએએ ક્રેડિટ એક્સેસ ગ્રામિણ પર રેટિંગ અપગ્રેડ કરી BUY કર્યા, તેમણે તેના પર લક્ષ્યાંક ₹1450 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોર માઇક્રોફાઈનાન્સ બુકમાં અસેટ ક્વોલિટી ટ્રેન્ડ્સમાં નોંધપાત્ર સુધારો થશે. રિટેલ ફાઇનાન્સમાં નવા પ્રોડક્ટ્સને કારણે નોન-MFI મિક્સ FY26માં 15%થી વધુ થઈ શકે છે. રીડિઝાઈન કરેલા બિઝનેસ મોડલ અને સ્ટ્રેટેજીની વિગત આગામી ક્વાર્ટરમાં આવવાની અપેક્ષા છે.

ક્રેડિટ એક્સેસ ગ્રામિણ પર HSBC

એચએસબીસીએ ક્રેડિટ એક્સેસ ગ્રામિણ પર રેટિંગ અપગ્રેડ કરી BUY કર્યા, તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1630 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3FY26નું પરફોર્મન્સ માર્જિન એક્સપાન્શન અને પ્રોવિઝન્સમાં તીવ્ર ઘટાડાથી મજબૂત રહ્યું. ગાઈડન્સ કરતાં FY27માં વધુ સારું પરફોર્મન્સ થવાની અપેક્ષા છે. FY26–28 માટે EPS અંદાજમાં 7%–13% નો વધારો છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

પરિણામોના જોરે CreditAccess Grameen નો શેર ચમક્યો, 10%થી વધુ ઉછાળો

 

MoneyControl News

MoneyControl News

First Published: Jan 21, 2026 12:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.