Broker's Top Picks: એનર્જી એન્ડ કેમિકલ્સ, રિલાયન્સ, આવાસ ફાઈનાન્સ, ડિક્સન ટેક, નાયકા, ડિલહેવરી છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: એનર્જી એન્ડ કેમિકલ્સ, રિલાયન્સ, આવાસ ફાઈનાન્સ, ડિક્સન ટેક, નાયકા, ડિલહેવરી છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ ડિક્સન ટેક પર ખરીદદારીની સલાહ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹20000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ચીન, વિયેતનામ અને થાઇલેન્ડ પર ઊંચા ટેરિફથી ફાયદો થશે. સ્થાનિક માર્કેટમાં ગ્રોથથી માર્કેટ શેર વધી શકે છે.

અપડેટેડ 11:14:11 AM Apr 07, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

એનર્જી એન્ડ કેમિકલ્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ એનર્જી એન્ડ કેમિકલ્સ પર મજબૂત માંગ આપી છે. સપ્લાઈ અને SOE સુધારાથી ભારતમાં લાર્જકેપ એનર્જી શેર્સમાં ઉછાળો શક્ય છે. રિલાયન્સ ટોપ પિક, HPCL, BPCL, IOC, ઓઈલ ઈન્ડિયા પણ પસંદ છે. મોટા ભાગના સ્પેશિયાલિટી કેમિકલ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે.


રિલાયન્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1606 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એનર્જી માંગ ડાઉનસાઈકલથી કેશ ફ્લો પર અસર શક્ય છે. ડાઉનસાઈકલની મલ્ટીપલ પર અસર શક્ય છે. કંપનીએ ડાઉનસાઇકલનો સામનો અન્ય કંપનીઓ કરતા વધુ સારી રીતે કર્યો. કંપનીનો કેશ ફ્લો મજબૂત થશે.

આવાસ ફાઈનાન્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ આવાસ ફાઈનાન્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1780 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર Q4FY25 ડિસર્બ્સમેન્ટ 7% વધી ₹2,020 કરોડ રૂપિયા છે. HFCs માટે Q4FY25 સિઝનલી મજબૂત છે. વર્ષ દર વર્ષના આધાર પર Q4FY25 AUM 18% વધી ₹20,400 કરોડ છે. Q4માં 24 નવા બ્રાન્ચીઝ ઉમેર્યા, કુલ બ્રાન્ચીઝ 397 છે. Q4FY25માં કંપનીની લિક્વિડિટી ₹3,220 કરોડ છે.

ડિક્સન ટેક પર HSBC

એચએસબીસીએ ડિક્સન ટેક પર ખરીદદારીની સલાહ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹20000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ચીન, વિયેતનામ અને થાઇલેન્ડ પર ઊંચા ટેરિફથી ફાયદો થશે. સ્થાનિક માર્કેટમાં ગ્રોથથી માર્કેટ શેર વધી શકે છે. આયાતને બદલે સ્થાનિક ઉત્પાદન પર ભાર આપવાથી કંપનીને ફાયદો થશે. Q4FY25માં મજબૂત ગ્રોથની અપેક્ષા છે.

Nykaa પર નોમુરા

નોમુરાએ નાયકા પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹190 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બ્યુટી એન્ડ પર્સનલ કેર GMV ગ્રોથ વાર્ષિક ધોરણે ઘટાવાના અનુમાન છે. Q4FY25 માટે 32%/31.7% રહેવાના અનુમાન છે. નેટ રેવેન્યુ ગ્રોથ 25.3%/25% રહેવાના અનુમાન છે. Teensમાં ફેશન GMV ગ્રોથ ઉંચા રહેવાનો અંદાજ છે.

Delhivery પર MS

મોર્ગન સ્ટેનલીએ ડિલહેવરી પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹320 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Ecom Expressના અધિગ્રહણથી કંસોલિડેશનના સંકેતો છે. વેલ્યુ રિયલાઈઝેશન, રેવેન્યુ યથાવત્ રાખવા માટે અગત્યનું છે. પાવર બેલેન્સ થર્ડ પાર્ટી લોજિસ્ટિક કંપનીની જેમ શિફ્ટ થશે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trade war: પૂર્ણ ટ્રેડ વૉરના ડરની વચ્ચે ચાઈનીઝ શેરોમાં ભારી ઘટાડો, ગ્લોબલ ઈકોનૉમીમાં મોટી આપત્તિનો ભય

MoneyControl News

MoneyControl News

First Published: Apr 07, 2025 11:14 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.