Brokerage Radar: સિપ્લા, આઈજીએલ, હ્યુન્ડાઈ, સીજી પાવર, કેઈન્સ ટેક છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ સીજી પાવર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં પરિણામ મિશ્ર રહ્યા,ઓર્ડરિંગ મજબૂત રહી. FY25-27માં સેલ્સ, નફામાં વાર્ષિક 32%/38% ગ્રોથની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિપ્લા પર નોમુરા
નોમુરાએ સિપ્લા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1780 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ અનુમાન મુજબ રહ્યા. નોમુરાએ કહ્યું કે USમાં લોન્ચમાં વિંલબથી FY26માં અસર જોવા મળી શકે છે. નાણાકીય વર્ષ 27માં અનુમાન યથાવત્ છે.
સિપ્લા પર HSBC
એચએસબીસીએ સિપ્લા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં નફો અનુમાન મુજબ,મિક્સ સેલ્સ પણ મજબૂત,R&D ખર્ચ ઘટ્યો. નાણાકીય વર્ષ 25 માટે EBITDA માર્જિન ગાઈડન્સ વધાર્યું. મિડલ ટર્મમાં અલગ-અલગ લોન્ચથી US સેલ્સને સપોર્ટ મળશે. Q1FY26માં લેનરીઓટાઇડ દવાનું સપ્લાઈ સામાન્ય થશે.
IGL પર CLSA
સીએલએસએ એ આઈજીએલ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹440 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં નફો અનુમાનથી સારો રહ્યો. આગળ તેમણે કહ્યું કે FY26-27 દરમિયાન વોલ્યુમ ગ્રોથ 10% રહેવાના અનુમાન છે. મેનેજમેન્ટે યુનિટ EBITDA માર્જિન ગાઈડન્સ ₹6-7/scmથી વધારી ₹7-8/scm કર્યા. FY25-27માં 6-11% EPS વધવાના અનુમાન છે.
હ્યુન્ડાઇ પર MS
મોર્ગન સ્ટેનલીએ હ્યુન્ડાઇ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2261 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ અનુમાન કરતાં ખરાબ જાહેર રહ્યા. તહેવાર સિઝન બાદ મિક્સ એક્સપોર્ટમાં નરમાશ રહ્યા. સ્થાનિક ડિસ્કાઉન્ટની અસર પરિણામ પર જોવા મળી છે. વેલ્યુએશન સપોર્ટિવ દેખાઈ રહ્યા છે.
CG પાવર પર નોમુરા
નોમુરાએ સીજી પાવર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં પરિણામ મિશ્ર રહ્યા,ઓર્ડરિંગ મજબૂત રહી. FY25-27માં સેલ્સ, નફામાં વાર્ષિક 32%/38% ગ્રોથની અપેક્ષા છે.
કેઈન્સ ટેક પર નોમુરા
નોમુરાએ કેઈન્સ ટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6146 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EMS માંગમાં ટેઈલવિન્ડ્સનો સમાવેશ છે. Q3માં EBITDA અંદાજ કરતાં નીચે, કંપનીની ઓર્ડર બુક મજબૂત છે.
કેઈન્સ ટેક પર જેફરિઝ
જેફરિઝે કેઈન્સ ટેક પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6950 પ્રતિશેરથી ઘટાડીને ₹5400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગત એક મહિનામાં કંપનીમાં લગભગ 38%નો તીવ્ર ઘટાડો. Q3માં ઓર્ડરબુક 60% વધી ₹60 બિલિયન પહોંચી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.