Broker's Top Picks: સિપ્લા, શ્રીરામ ફાઈનાન્સ, લૉરસ લેબ્સ છે બ્રોકરેજના રડાર પર
ગોલ્ડમેન સૅક્સે લૉરસ લેબ્સ પર વેચાણની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹675 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં સેલ્સ, EBITDA અનુમાન કરતાં સારા રહ્યા. CDMO & FDF ગ્રોથ મજબૂત રહ્યા.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિપ્લા પર HSBC
એચએસબીસીએ સિપ્લા પર ખરીદદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1740 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં સેલ્સ મિક્સમાં સુધારો અને ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો થયો. EBITDA માર્જિન ગાઈડન્સ 23.5–24.5% પર યથાવત્ રહેશે. USમાં નવા gAdvair દવાના લોન્ચથી ગ્રોથની અપેક્ષા છે.
સિપ્લા પર નોમુરા
નોમુરાએ સિપ્લા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1810 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY26માં પરિણામ અનુમાન સાથે ઈન-લાઈન છે. સ્થાનિક માર્કેટમાં રિકવરી અને US લોન્ચ પર વિશ્વાસ છે. GRevlimid ઘટાડા છતાં FY26માં આવક વધવાની અપેક્ષા છે. EBITDA માર્જિન ગાઈડન્સ 23.5-24.5% છે.
સિપ્લા પર જેફરિઝ
જેફરિઝે સિપ્લા પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1690 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારત ગ્રોથ 6% YoY, US ગ્રોથ 1% QoQ,અનુમાન કરતાં અનુમાન છે. ભારત અને US બન્ને માર્કેટ્સમાં ગ્રોથ નરમાશ રહી. પણ કંપનીની બીજી ઈનકમથી સપોર્ટ મળ્યો.
શ્રીરામ ફાઈનાન્સ પર HSBC
HSBCએ શ્રીરામ ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹730 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સતત ક્વાર્ટરમાં કુલ સ્ટેજ-2 લોન 6-9% વધી. પરંતુ મેનેજમેન્ટે ક્રેડિટ કોસ્ટ ગાઇડન્સ જાળવી રાખ્યું. AUM ગ્રોથ યથાવત્ છે.
શ્રીરામ ફાઈનાન્સ પર જેફરિઝ
જેફરિઝે શ્રીરામ ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે AUM ગ્રોથ 17% અનુમાન મુજબ, સ્ટેજ 2+3 રિકવરીમાં છે. FY25-28 દરમિયાન EPS અને ROE માં સારી ગ્રોથની અપેક્ષા છે. મજબૂત બેલેન્સ શીટ અને ગ્રોથ ટ્રેક્શનને કારણે લાંબા ગાળા રોકાણની સલાહ છે.
લૉરસ લેબ્સ પર GS
ગોલ્ડમેન સૅક્સે લૉરસ લેબ્સ પર વેચાણની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹675 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં સેલ્સ, EBITDA અનુમાન કરતાં સારા રહ્યા. CDMO & FDF ગ્રોથ મજબૂત રહ્યા.
લૉરસ લેબ્સ પર જેફરિઝ
જેફરિઝે લૉરસ લેબ્સ પર અંડરપર્ફોમના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક રૂપિયા 590 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ARV અને CDMO ના સારા વેચાણને કારણે Q1 ના પરિણામો અપેક્ષા કરતા સારા છે. ગ્રોસ માર્જિનનો ટ્રેન્ડ ઘટી રહ્યો છે. ઓક્ટોબરમાં ARV વિભાગમાં નવા ટેન્ડર શરૂ કરવામાં આવશે. ARV માટે નવા ટેન્ડરોને કારણે કિંમત પર દબાણ શક્ય છે.
લૉરસ લેબ્સ પર કોટક
કોટકે લૉરસ લેબ્સ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹555 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત CDMO વૃદ્ધિ અને EBITDA Q1 પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા છે. કંપની નવી ટેકનોલોજી અને ક્ષમતામાં રોકાણ કરશે. FY25-28માં સિન્થેસિસના વેચાણમાં 34% CAGR શક્ય છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)