એચએસબીસીએ ટીસીએસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,540 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામથી માગ રિકવરીમાં નરમાશના સંકેત છે. કેટલાક ગ્રાહકોને specific Issuesને લઈ સંકેત આપે છે.
TCS પર કવરેજ કરવા વાળા 47 વિશ્લેષકોમાંથી, 30 સ્ટોક પર ખરીદારીનો વ્યુ જાળવી રાખે છે.
TCS પર કવરેજ કરવા વાળા 47 વિશ્લેષકોમાંથી, 30 સ્ટોક પર ખરીદારીનો વ્યુ જાળવી રાખે છે. તેમાંથી 10એ "હોલ્ડ" રેટિંગ આપ્યું છે, જ્યારે તેમાંથી 7એ સ્ટોક પર "વેચાણ"ની ભલામણ કરી છે. TCS એ 10 ઓક્ટોબર, 2024 ના રોજ બજાર બંધ થયા પછી સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. કંપનીનો નફો 11909 કરોડ રૂપિયા રહ્યો છે, જે અપેક્ષા કરતા નબળો રહ્યો છે. ક્વાર્ટરથી ક્વાર્ટરના આધાર પર 1.1 ટકાનો ઘટાડો થયો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 12040 કરોડ રૂપિયા હતો. બજારે ₹12422 કરોડના નફાનો અંદાજ મૂક્યો હતો. કંપનીની ત્રિમાસિક કમાણી અપેક્ષા કરતાં સારી હતી. જો કે, EBIT અને EBIT માર્જિન બંને અપેક્ષાઓ કરતાં ઓછા છે. ત્રિમાસિક પરિણામોની સાથે કંપનીએ તેના રોકાણકારો માટે બીજા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. શેરધારકોને પ્રતિ શેર 10 રૂપિયાનું ડિવિડન્ડ મળશે.
TCS પર બ્રોકરેજ હાઉસિઝની સલાહ
TCS પર નોમુરા
નોમુરાએ TCS પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,150 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રેવેન્યુ અનુમાન કરતા ઓછા, માર્જિન અનુમાન કરતા ઓછુ છે. BSNL ડીલથી Q2 ગ્રોથને સપોર્ટ મળ્યો. રિકોર્ડ હાઈની લગભગ પાઈપલાઈન, TCVમાં નરમાશ સાથે આવ્યો. હાઈર થર્ડ પાર્ટી ખર્ચ સાથે માર્જિન કોન્ટ્રેક્ટ છે. FY25-26માં EPS 1.6-2.4% ઘટવાના અનુમાન રહ્યા.
TCS પર જેફરિઝ
જેફરિઝે TCS પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,735 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નોર્થ અમેરિકામાં નબળા ગ્રોથથી પરિણામ અનુમાનથી ઓછા રહ્યા. FY25-27 દરમિયાન 11% EPS CAGR શક્ય છે.
TCS પર HSBC
એચએસબીસીએ ટીસીએસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,540 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામથી માગ રિકવરીમાં નરમાશના સંકેત છે. કેટલાક ગ્રાહકોને specific Issuesને લઈ સંકેત આપે છે.
TCS પર JPમૉર્ગન
JPમૉર્ગને TCS પર ઓવરવેઇટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5,100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે H2માં ફાઈનાન્શિયલ સોલ્યુશન અને ટેકમાં રિકવરી શક્ય છે. મોટા ઘટાડા બાદ હવે શેરમાં ખરીદદારીની તક છે.
TCS પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે TCS પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5,400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફ્યુલ ગ્રોથથી BSNLમાં રેમ્પ અપ યથાવત્ રહેશે. US BFSIમાં રિવકરી ઓન- ટ્રેક છે. EBIT માર્જિનમાં 60 bps ઘટાડો થયો.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)