Today's Broker's Top Picks: ફર્સ્ટસોર્સ, સુઝલોન એનર્જી, ઝોમેટો, એન્ડયોરન્સ ટેક્નૉલોજીસ, બિકાજી છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ ફર્સ્ટસોર્સ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 200 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફર્સ્ટસોર્સની સ્ટ્રેટેજી પર નોંધપાત્ર પ્રગતિ છે. Q4 FY26માં રેવેન્યુ $1 બિલિયનની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ફર્સ્ટસોર્સ પર નોમુરા
નોમુરાએ ફર્સ્ટસોર્સ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 200 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફર્સ્ટસોર્સની સ્ટ્રેટેજી પર નોંધપાત્ર પ્રગતિ છે. Q4 FY26માં રેવેન્યુ $1 બિલિયનની અપેક્ષા છે. મધ્યમ-ટર્મમાં EBIT માર્જિન 15% રહેવાનો અંદાજ છે. FY24 માં કુલ નેટ દેવું 600 કરોડ રૂપિયા છે.
સુઝલોન એનર્જી પર MS
મોર્ગન સ્ટેનલીએ સુઝલોન એનર્જી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 580.5 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્લાન્ટમાં દર વર્ષે 2.5 ગીગાવોટ ટર્બાઇનનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. નેસેલ અને હબ Equipment કિંમતના 65% છે.
Zomato પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઈને ઝોમેટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 230 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. ROIC ગ્રોથમાં ધીરે-ધીરે ગ્રોથ વધવાની અપેક્ષા છે. FY25માં ROIC ગ્રોથ 9% રહેવાની અપેક્ષા છે. FY30માં ROIC ગ્રોથ 35% રહેવાની અપેક્ષા છે.
એન્ડ્યોરન્સ ટેક્નૉલોજીસ પર સિટી
સિટીએ એન્ડ્યોરન્સ ટેક્નૉલોજીસ પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 3000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આગળ પણ તેજીનો ગ્રોથ યથાવત્ રહેવાની અપેક્ષા છે. ABS સેગમેન્ટમાં ગ્રોથની અપેક્ષા છે. બેલેન્સશીટમાં 500 કરોડ રૂપિયાની કેશ છે. કંપની મર્જર અથવા અધિગ્રહણ રહી શકે છે.
બિકાજી પર નુવામા
નુવામાએ બિકાજી પર ખરીદદારીની સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમનું કહેવુ છે કે હાલના ભાવથી 23% ઉપરનો લક્ષ્યા સાથે 885 રૂપિયા પ્રતિશેરના આપ્યા. FY27E સુધી 32% RoCEની અપેક્ષા છે. કંપની પોતાની અસેટ્સનો સારો ઉપયોગ કરી રહી છે. નાસ્તા માર્કેટ ગ્રોથ મજબૂત, સાથે મજબૂત બ્રાન્ડ પૉઝિટીવ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.