Broker's Top Picks: ગેસ કંપનીઓ, સિમેન્ટ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ, ટાટા મોટર્સ, નવીન ફ્લોરિન, મેક્સ ફાઈનાન્શિયલ છે બ્રોકરેજના રડાર પર
જેફિરઝે નવીન ફ્લોરિન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5280 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે છેલ્લા 3 વર્ષમાં LT કોન્ટ્રાક્ટ દ્વારા કમિશન કરાયેલા ₹2,000 કરોડના મુદ્રીકરણ કરવા તૈયાર છે. FY25–27 દરમિયાન 35% EPS CAGRના અનુમાન છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિટી ગેસ કંપનીઓ પર નોમુરા
નોમુરાએ સિટી ગેસ કંપનીઓ પર MGL પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,680 પ્રતિશેરના નક્કી કર્યા છે. નોમુરાએ IGL પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹210 પ્રતિશેરના નક્કી કર્યા છે. નોમુરાએ Gujarat Gas પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹406 પ્રતિશેરના નક્કી કર્યા છે. APM ગેસ ફાળવણીમાં ઘટાડોએ નજીકના ગાળા માટે પડકાર છે. રાજ્યોની EV નીતિઓથી CNG ગ્રોથ પર દબાણ રહી શકે છે. ગેસને GSTના દાયરામાં લાવવાથી GGLને સૌથી વધુ ફાયદો થઈ શકે છે. મહાનગર ગેસ ટોપ પિક છે.
સિમેન્ટ પર CLSA
CLSAએ સિમેન્ટ પર FY25ના સરેરાશ કરતા સિમેન્ટના ભાવ 4%-6% વધુ છે. દક્ષિણ અને પૂર્વમાં કિંમતોમાં સૌથી વધુ વધારો છે. ઈન્ડસ્ટ્રીનો નફો અને ROCE હજુ પણ ઓછો છે. FY25-27 દરમિયાન ઈન્ડસ્ટ્રી વોલ્યુમ 7% વાર્ષિક ગ્રોથ શક્ય છે. અંબુજા અને અલ્ટ્રાટેક સિમેન્ટને સૌથી વધુ ફાયદો મળશે.
ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ પર CLSA
CLSAએ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ પર જુબિલન્ટ ફૂડવર્કસ અને વેસ્ટલાઈફ માટે અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. દેવ્યાની અને રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા માટે આઉટપરફોર્મ છે. પિઝા અને બર્ગર જેવી શ્રેણીઓમાં સ્પર્ધાત્મક તીવ્રતા ઊંચી છે. McDonald’s સ્થાનિક રેસ્ટોરાં કરતાં પાછળ રહી રહ્યું છે. KFC & Burger King આગળ વધી રહ્યું છે. KFCનું ચેઇન ફૂડસર્વિસ માર્કેટ શેર હવે McDonald’s સાથે ઇન-લાઇન છે.
ક્વિક કોમર્સ પર જેફિરઝ
જેફિરઝે ક્વિક કોમર્સ પર Amazonએ બેંગલુરૂમાં ક્વિક કોમર્સ લોન્ચ કર્યું. Amazonના ક્વિક કોમર્સ પર પ્રાઈમ મેમ્બર્સને વધુ ડિસ્કાઉન્ટ છે. Eternal અને Swiggy માટે કોમ્પિટીશન વધી. મોડી એન્ટ્રીના કારણે Amazon માટે વસ્તુઓ સરળ નહીં હોય.
ટાટા મોટર્સ પર CLSA
CLSA એ ટાટા મોટર્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹805 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26 માટે JLRએ 5-7% EBIT માર્જિન ગાઈડન્સ આપ્યા. FY26માં તટસ્થ FCF ની અપેક્ષા જે FY25માં 1.5 Bn પાઉન્ડ છે. નિયમનકારી ફેરફારો વચ્ચે BEV માંગ ધીમી હોવાથી JLR પર અસર છે. FY26માં ઈન્વેસ્ટમેન્ટ ગાઈડન્સ 3.8 બિલિયન પાઉન્ડ યથાવત્ રહેશે. નફાને ટેકો આપવા માટે વાર્ષિક 1.4 બિલિયન પાઉન્ડ ખર્ચ સેવિંગનું લક્ષ્ય છે.
ટાટા મોટર્સ પર જેફરિઝ
જેફરિઝે ટાટા મોટર્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26 માટે JLRના નબળા આઉટલુક છે. FY26 માટે JLRએ 5-7% EBIT માર્જિન ગાઈડન્સ આપ્યા. બ્રાન્ડ અને આંતરિક કોસ્ટ કન્ટ્રોલ પર JLRનું ફોકસ છે. FY26-28 EPS અંદાજમાં 12-19% ઘટાડો થયો છે.
ટાટા મોટર્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ ટાટા મોટર્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹715 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે JLR તમામ મોરચે મજબૂત દેખાય. અર્નિંગ્સમાં ધીરે-ધીરે ટર્નઅરાઉન્ડ શક્ય છે. FY26માં અર્નિગ્સ ડાઉનગ્રેડ જોવા મળી શકે છે. જિયોપોલિટીકલ અને US ટેરિફની અસર રહેશે. નબળો ડોલર, ચીનમાં પડકારજનક મેક્રો છે.
નવીન ફ્લોરિન પર જેફિરઝ
જેફિરઝે નવીન ફ્લોરિન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5280 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે છેલ્લા 3 વર્ષમાં LT કોન્ટ્રાક્ટ દ્વારા કમિશન કરાયેલા ₹2,000 કરોડના મુદ્રીકરણ કરવા તૈયાર છે. FY25–27 દરમિયાન 35% EPS CAGRના અનુમાન છે.
મેક્સ ફાઈનાન્શિયલ પર સિટી
સિટીએ મેક્સ ફાઈનાન્શિયલ પર ખરીદદારીની સલાહ યથાવત્ રહેશે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1840 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓમાં HDFC લાઈફ અને SBI લાઈફ ટોપ પિક છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)