આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ગોલ્ડ ફાઇનાન્સર્સ પર CLSA
CLSAએ મુથૂટ ફાઈનાન્સ માટે રેટિંગ અપગ્રેડ કર્યુ છે. રેટિંગ હોલ્ડથી આઉટપરફોર્મનું કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹2400 પ્રતિશેરના કર્યા છે. આગળ સીએલએસએ એ મણપ્પુરમ ફાઇનાન્સ માટે આઉટપરફોર્મ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹225 પ્રતિશેરના નક્કી કર્યા છે. 9MFY25 માં ગોલ્ડ લોન સેગમેન્ટમાં ગતિ મજબૂત રહી છે. ડિસેમ્બર 2024માં બેન્કએ 70% વાર્ષિક ગ્રોથ નોંધ્યો, SBIએ નેતૃત્વ સંભાળ્યું. મુથૂટ અને મણપ્પુરમ બન્ને કંપનીઓને મોમેન્ટમ, રિસ્ટ્રીક્શનનો ફાયદો થયો.
યુટિલિટીઝ પર MS
મોર્ગન સ્ટેનલીએ TATA POWER પર ઓવરવેઇટના રેટિંગ આપ્યા છે. જ્યારે મોર્ગન સ્ટેનલીએ NTPC પર OVERWEIGHT ના રેટિંગ આપ્યા છે. મોર્ગન સ્ટેનલીએ BHEL પર OVERWEIGHT ના રેટિંગ આપ્યા છે. મોર્ગન સ્ટેનલીએ SUZLON પર OVERWEIGHT ના રેટિંગ આપ્યા છે. મોર્ગન સ્ટેનલીએ TORRENT POWER પર EQUAL-WEIGHT ના રેટિંગ આપ્યા છે. યુટિલિટી અને કેપિટલ ગૂડ્ઝ માટે વેલ્યુએશનમાં સુધારો થયો. પાવર ડિમાન્ડ ગ્રોથમાં નરમાશ છે. Q2FY26માં પાવર ડિમાન્ડ ગ્રોથમાં સુધારો શક્ય છે.
રેન્બો ચિલ્ડ્રન્સ મેડિકેર પર HSBC
એચએસબીસીએ રેન્બો ચિલ્ડ્રન્સ મેડિકેર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1720 પ્રતિશેરના નક્કી કર્યા છે. Q3FY25માં ખર્ચ નિયંત્રણથી EBITDA માર્જિનમાં સુધારો થયો. આવક અનુમાન સાથે ઈન-લાઈન રહ્યા. FY25-27 દરમિયાન EBITDA માર્જિન 31-32% રહેવાની અપેક્ષા છે.
અલ્કેમ લેબ્સ પર HSBC
એચએસબીસીએ અલ્કેમ લેબ્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5395 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25માં 18.5-19% EBITDA માર્જિન ગાઈડન્સ યથાવત્ છે.
Delhivery પર HSBC
એચએસબીસીએ ડિલહેવરી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3FY25માં આવક અને નફો અનુમાનથી ખરાબ રહ્યો. એક્સપ્રેસ પાર્સલ બિઝનેસ ગ્રોથ અનુમાનથી ખરાબ રહ્યા. FY26-27 દરમિયાન EBITDA 12-13% ઘટવાના અનુમાન છે. માર્જિનમાં ધીમે-ધીમે સુધારો આવવાની અપેક્ષા છે.
ઓલા ઈલેક્ટ્રીક પર HSBC
એચએસબીસીએ ઓલા ઈલેક્ટ્રીક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹70 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યું કે Q3માં ઓપરેટિંગ ખોટ અનુમાન કરતા વધુ રહી. ધીમા EV પેનિટ્રેશનથી EBITDA બ્રેકઇવન રાખી શકે છે. Gen-3 પ્લેટફોર્મના લોન્ચથી થતા ફાયદા હજુ જોવાના બાકી છે. eBikeની કિંમત ખૂબજ આકર્ષક લાગી રહી છે.
KIMS પર HSBC
એચએસબીસીએ કિમ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹725 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં આવક ઈન-લાઈન રહી. જોકે નવી હોસ્પિટલો સંબંધિત ખર્ચને કારણે EBITDA માર્જિન ઘટ્યા છે. કંપનીની FY26-27માં 2,400 બેડ ઉમેરવાની યોજના છે. મુંબઈ અને બેંગલુરુમાં નવી હોસ્પિટલોના વિસ્તાર પર નજર છે.
શોભા પર HSBC
એચએસબીસીએ શોભા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નબળા પ્રી-સેલ્સથી ગાઈડન્સ ઘટ્યુ. માર્જિનમાં નરમાશ, જમીન અધિગ્રહણ FCF નેગેટિવ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.