ગોલ્ડ ફાઈનાન્સર્સ, ઝાયડસ લાઈફ, સંવર્ધન મધરસન, એસ્કોર્ટ્સ કુબોટા છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

ગોલ્ડ ફાઈનાન્સર્સ, ઝાયડસ લાઈફ, સંવર્ધન મધરસન, એસ્કોર્ટ્સ કુબોટા છે બ્રોકરેજના રડાર પર

સીએલએસએએ સંવર્ધન મધરસન પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹152 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં EBITDA માર્જિન અનુમાન મુજબ છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એરોસ્પેસ બિઝનેસમાં ધીમે ધીમે સુધારો થયો છે. FY26-28 દરમિયાન 12% ઓર્ગેનિક CAGR વધવાની અપેક્ષા છે.

અપડેટેડ 02:16:36 PM Feb 11, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ગોલ્ડ ફાઇનાન્સર્સ પર CLSA

સીએલએસએએ ગોલ્ડ ફાઈનાન્સર્સ મુથૂટ ફાઈનાન્સ માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹4500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સોનામાં ઉછાળો, વધુ લોન-ટૂ/શેર વેલ્યુ રેશિયો અને ઓપરેટિંગ લેવરેજથી નફા મજબૂત છે. મજબૂત લોન ગ્રોથને કારણે FY26–28 માટે નફા અનુમાન 4–9% વધાર્યા. મણાપ્પુરમ ફાઇનાન્સ માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹305 પ્રતિશેરના નક્કી કર્યા છે.


ઝાયડસ લાઈફ પર જેફરિઝ

જેફરિઝે ઝાયડસ લાઈફ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિસેમ્બર ત્રિમાસિકમાં દરેક સેગમેન્ટમાં મજબૂત પ્રદર્શન થયુ. US ગ્રોથ ઓછી સ્પર્ધા, જટિલ જેનેરિક લોન્ચ અને મજબૂત સ્પેશિયાલિટી પોર્ટફોલિયોથી મળશે. મેનેજમેન્ટને ભારતમાં સતત સારા પ્રદર્શન અને USમાં 20% ગ્રોથની અપેક્ષા છે. વધુ ટેક્સ અને ઓપરેટિંગ ખર્ચને કારણે FY26–28 માટે EPS 1-4% ઘટવાના અનુમાન છે.

સંવર્ધન મધરસન પર જેફરિઝ

જેફરિઝે સંવર્ધન મધરસન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹160 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં EBITDA અને રિકરિંગ નફો ગ્રોથ 13% અને 21% રહ્યો. આવક 14% વધી. પોલિમર્સ અને ઇન્ટિગ્રેટેડ એસેમ્બલીઝને કારણે માર્જિન 100 bps વધ્યા. ઇલેક્ટ્રોનિક્સ અને એરોસ્પેસમાં વિસ્તરણ માટે પોઝિટીવ વ્યૂ છે.

સંવર્ધન મધરસન પર નોમુરા

નોમુરાએ સંવર્ધન મધરસન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹140 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં આવક ઈન-લાઈન રહી, EBITDA અનુમાન મુજબ છે. ઓપરેટિંગ લિવરેજ અને કોસ્ટ નિયંત્રણથી માર્જિનમાં સુધારો રહેવાની અપેક્ષા છે.

સંવર્ધન મધરસન પર CLSA

સીએલએસએએ સંવર્ધન મધરસન પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹152 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં EBITDA માર્જિન અનુમાન મુજબ છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એરોસ્પેસ બિઝનેસમાં ધીમે ધીમે સુધારો થયો છે. FY26-28 દરમિયાન 12% ઓર્ગેનિક CAGR વધવાની અપેક્ષા છે.

એસ્કોર્ટ્સ કુબોટા પર HSBC

એચએસબીસીએ એસ્કોર્ટ્સ કુબોટા પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે H1CY26માં ટ્રેક્ટરનું પ્રદર્શન અનુમાનથી સારૂ રહ્યું છે. H2નું પ્રદર્શન મોન્સૂન પર અલ નીનોની અસર આધારીત રહેશે. મેનેજમેન્ટને 4-5 વર્ષમાં સ્થાનિક ટ્રેક્ટર વોલ્યુમ CAGRમાં 6% ગ્રોથની અપેક્ષા છે.

એસ્કોર્ટ્સ કુબોટા પર CLSA

CLSAએ એસ્કોર્ટ્સ કુબોટા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,313 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં EBITDA અનુમાન મુજબ રહ્યા. ઓપરેટિંગ લેવરેજ અને મજબૂત પ્રોડક્ટ મિક્સથી માર્જિનને સપોર્ટ છે. FY27માં સ્થાનિક ટ્રેક્ટર વોલ્યુમ 10% વધાર્યા અને માર્કેટ શેર વધવાની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Britannia Industries ના ક્વાર્ટર 3 ના પરિણામ સારા હોવાથી સ્ટૉકમાં 5% ઉછાળો, શું હાલ રોકાણ માટે યોગ્ય તક?

MoneyControl News

MoneyControl News

First Published: Feb 11, 2026 2:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.