Broker Top Picks: એચએએલ, હ્યુન્ડાઈ, પીબી ફિનટેક, એનસીસી છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે પીબી ફિનટેક પર ખરીદાદારીની સલાહ આપી છે. તેમના પર લક્ષ્યાંક ₹2050 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં આવક અને નફો અનુમાન સાથે મજબૂત છે. બચત/ક્રેડિટમાં ઘટાડો છે. ઓફસેટ અને ઓપરેટિંગ ખર્ચમાં 21% વાર્ષિક વધારો છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
HAL પર જેફરિઝ
જેફરિઝે HAL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6475 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 EITDA અનુમાનથી 4% વધુ છે. મેનેજમેન્ટ મુજબ 30-31%ના સ્તર પર માર્જિન યથાવત્ રહેવાના અનુમાન છે. 38.7% સાથે માર્જિનએ સરપ્રાઈસ કર્યા છે. 3-5 વર્ષમાં ડબલ ડિજિટ રેવેન્યુ ગ્રોથની અપેક્ષા છે.
HAL પર MS
મોર્ગન સ્ટેનલીએ એચએએલ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5092 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નવા ઓર્ડર આઉટલુક અને માર્જિન મજબૂત છે. પણ માર્કેટ મ્યૂટ એક્ઝિક્યુશન ગાઈડન્સ વિશે ચિંતિત છે. F26 માટે રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ 8-10% રહેવાની અપેક્ષા છે. ઓપરેટિંગ માર્જિન 27%થી વધીને 31% છે. છેલ્લા 5 વર્ષની સરેરાશ કરતાં 30% પ્રીમિયમ છે.
HAL પર JP મૉર્ગન
જેપી મૉર્ગને એચએએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6105 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે HALના FY25ના અર્નિંગ્સમાં 2 પોઝિટીવ અને 1 નેગેટિવ બાબતો છે. HAL પાસે આગામી 1-2 વર્ષમાં ₹1 લાખ કરોડ Mfg ઓર્ડર છે. FY26માં રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ 8-10% નિરાશાજનક છે.
હ્યુન્ડાઇ પર CLSA
સીએલએસએ એ હ્યુન્ડાઈ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2155 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EBITDA માર્જિન અનુમાન કરતાં મજબૂત છે. પ્રાઈસ હાઈક,ઓછા ડિક્સાઉન્ટ,Product Mix અને સરકારી સબ્સિડરીથી ફાયદો છે. FY26માં વોલ્યુમ ગ્રોથ ઈન-લાઈન સાથે મજબૂત રહેવાની અપેક્ષા છે.
હ્યુન્ડાઇ પર JP મૉર્ગન
જેપી મૉર્ગને હ્યુન્ડાઈ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2060 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અપેક્ષા કરતાં વધુ ASPs ને કારણે Q4માં મોટો ઉછાળો છે. રેવેન્યુ, EBITDA અને EBITDA માર્જિન અનુમાન કરતાં મજબૂત છે. કંપનીનો ઈન્ડસ્ટ્રી સાથે ઈન્-લાઈન ગ્રોથ છે. એક્સપોર્ટ આઉટલુક ગ્રોથ 7-8% છે.
હ્યુન્ડાઇ પર નોમુરા
નોમુરાએ હ્યુન્ડાઈ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2291 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મધ્યગાળામાં મજબૂત ગ્રોથની અપેક્ષા છે. Q4માં માર્જિન મજબૂત રહ્યા છે.
PB ફિનટેક પર UBS
યુબીએસે પીબી ફિનટેકમાં વેચવાલીની સલાહ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1640 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોર ઈન્શ્યોરન્સ બિઝનેસ સતત વધી રહ્યો છે. ઓછા વિતરણને કારણે ક્રેડિટ ઉપાડ ધીમો છે. માર્જિનમાં સુધારો, રિન્યુએબલ મોમેન્ટમ યથાવત્ છે.
PB ફિનટેક પર મેક્વાયરી
મેક્યવાયરીએ પીબી ફિનટેક પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1550 પ્રતિશેરના નક્કી કર્યયા છે. ઓછા ESOP ખર્ચ, ઓછા ટેક્સથી આવક અને નફો મજબૂત છે. ઈન્શ્યોરન્સ મોમેન્ટમ યથાવત્, ક્રેડિટ રેવેન્યુ મજબૂત છે.
PB ફિનટેક પર જેફરિઝ
જેફરિઝે પીબી ફિનટેક પર ખરીદાદારીની સલાહ આપી છે. તેમના પર લક્ષ્યાંક ₹2050 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં આવક અને નફો અનુમાન સાથે મજબૂત છે. બચત/ક્રેડિટમાં ઘટાડો છે. ઓફસેટ અને ઓપરેટિંગ ખર્ચમાં 21% વાર્ષિક વધારો છે.
NCC પર CLSA
સીએલએસએ એ એનસીસી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹315 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટેલર Q4 ઓર્ડર ઇનફ્લોથી પરિણામો આશ્ચર્યજનક છે. ઓર્ડરથી બેકલોગમાં 21% વાર્ષિક ગ્રોથ છે. એક્ઝેક્યુશન ફ્લેટ, 100 bps માર્જિન વિસ્તરણથી PAT 20% વધ્યું. ₹71,500 કરોડનો બેકલોગ 29% વધ્યો છે. FY26-27 EPSમાં 10-12%નો ઘટાડો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.