Broker's Top Picks: એચડીએફસી બેન્ક, પોલિકેબ, કેન ફિન હોમ્સ, ટીવીએસ મોટર, આરબીએલ બેન્ક, જેએસડબ્લ્યૂ સ્ટીલ, અદાણી પોર્ટ, અશોક લેલેન્ડ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: એચડીએફસી બેન્ક, પોલિકેબ, કેન ફિન હોમ્સ, ટીવીએસ મોટર, આરબીએલ બેન્ક, જેએસડબ્લ્યૂ સ્ટીલ, અદાણી પોર્ટ, અશોક લેલેન્ડ છે બ્રોકરેજના રડાર પર

સીએલએસએ એ આરબીએલ બેન્ક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹260 પ્રતિશેરથી વધારીને ₹310 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેગા ડીલ બાદ નેટવર્થમાં 3 ગણો વધારો થયો. કંપનીની ડીલથી લાંબાગાળે ફાયદો થવાની અપેક્ષા છે.

અપડેટેડ 10:32:15 AM Oct 20, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

HDFC બેન્ક પર જેફરિઝ

જેફરિઝે HDFC બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1200 પ્રતિશેરથી વધારીને ₹1240 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લોન ગ્રોથ, અને માર્જિન આઉટલુકમાં સુધારો થયો. અસેટ ક્વોલિટીમાં પણ સુધારો થયો.


પોલિકેબ પર MS

મોર્ગન સ્ટેનલીએ પોલિકેબ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹8428 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Adjusted PAT 11% અનુમાન મુજબ છે. C&W EBIT માર્જિન 13.6% અનુમાન સામે 15.5% પર રહ્યા. C&W આવક ગ્રોથ 25% અનુમાન સામે 19% પર રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર સ્થાનિક ગ્રોથ 19% અને એક્સપોર્ટ 25% રહ્યા. Favourable પ્રોડક્ટ મિક્સ અને સ્કેલનો ફાયદો માર્જિન વિસ્તરણ પર છે.

કેન ફિન હોમ્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ કેન ફિન હોમ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹970 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નફો 13% અનુમાન મુજબ રહ્યો. બોરોઈંગ ખર્ચમાં ઘટાડો થવાને કારણે NIM એ 36 Bps QoQ દોરણે વધારો કર્યો. Q2માં RoE 18.8% પર રહ્યા. વાજબી વેલ્યુએશન પર ગ્રોથ આઉટલુકમાં સ્થિરતા છે.

TVS મોટર પર પ્રભુદાસ લીલાધર

પ્રભુદાસ લીલાધરે ટીવીએસ મોટર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4550 પ્રતિશેરના નક્કી કર્યા છે.

RBL બેન્ક પર CLSA

સીએલએસએ એ આરબીએલ બેન્ક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹260 પ્રતિશેરથી વધારીને ₹310 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેગા ડીલ બાદ નેટવર્થમાં 3 ગણો વધારો થયો. કંપનીની ડીલથી લાંબાગાળે ફાયદો થવાની અપેક્ષા છે.

RBL બેન્ક પર સિટી

સિટીએ આરબીએલ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹300 પ્રતિશેરથી વધારીને ₹390 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે RBL બેન્ક સાથેની ડીલ ભારતમાં વિદેશી બેન્કોના હિતને દર્શાવે છે.

JSW સ્ટીલ પર MS

મોર્ગન સ્ટેનલીએ જેએસડબ્લ્યૂ સ્ટીલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના સ્ટેન્ડઅલોન EBITDA 6% અનુમાન કરતા નીચે છે.

અદાણી પોર્ટ પર કોટક સિક્યોરિટીઝ

કોટક સિક્યોરિટીઝે અદાણી પોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Adani Ports and Special Economic Zoneના વોલ્યુમ ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા છે.

અશોક લેલેન્ડ પર SBI સિક્યોરિટીઝ

SBI સિક્યોરિટીઝે અશોક લેલેન્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹170 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતમાં કમર્શિયલ વ્હીકલનો બીજો મેન્યુફેક્ચરિંગ ઉત્પાદક છે. સ્થાનિક CV ઈન્ડસ્ટ્રીમાં રિકવરીની અપેક્ષા છે. બસ સેગમેન્ટમાં પણ મજબૂત માંગની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 20, 2025 10:32 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.