Broker's Top Picks: એચડીએફસી બેન્ક, શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ, રેમ્કો સિમેન્ટ્સ, ટાટા પાવર, જેએસડબ્લ્યૂ એનર્જી, જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા, એચએએલ છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે JSW ઈન્ફ્રા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹395 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26-28 દરમિયાન EBITDA ડબલ કરવાના લક્ષ્યને પુનરાવર્તન કર્યું. જેને પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ લીડ કરશે. FY27ની 61% કેપેસિટી એડિશન ટ્રેક પર છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
HDFC બેન્ક પર UBS
UBSએ HDFC બેન્ક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે APAC Key Call List માં શેર સામેલ છે. CEO સંબંધિત અનિશ્ચિતતા ટૂંક સમયમાં ઉકેલાય તેવી અપેક્ષા છે. છેલ્લા 3-4 વર્ષમાં મજબૂત શાખા વિસ્તરણ ડિપોઝિટ ગ્રોથને ટેકો આપે છે.
SHAILY એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ પર UBS
UBSએ SHAILY એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,500 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સેન્ડોઝને કેનેડામાં જેનેરિક સેમાગ્લુટાઇડ લોન્ચને મંજૂરી મળી. દવા પેન દ્વારા 3 અલગ અલગ ડોઝમાં લોન્ચ કરવામાં આવશે. પેન એ એક ઇન્જેક્શન ડિવાઇસ છે જે દવાનું સંચાલન કરે છે. કંપની કેનેડિયન પેન માર્કેટમાં મજબૂત સ્થાન ધરાવે છે. નવી મંજૂરીથી કંપનીના બિઝનેસને ફાયદો થશે.
અલ્ટ્રાટેક પર HSBC
એચએસબીસીએ અલ્ટ્રાટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹14200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સપ્ટેમ્બરમાં તાજેતરના સિમેન્ટ પ્રાઈસ હાઈક્સ વેરિયેબલ-કોસ્ટ ઈન્ફ્લેશનને પાસ-ઓન કરવામાં મદદ કરશે.
ગ્રાસિમ પર જેફરિઝ
જેફરિઝે ગ્રાસિમ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,910 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Opus પેન્ટ્સ માટે FY27માં 50%થી વધુ ગ્રોથ અને FY28ના અંત સુધીમાં પ્રોફિટેબિલિટીની અપેક્ષા છે.
રેમ્કો સિમેન્ટ્સ પર DAM કેપિટલ
DAM કેપિટલે રેમ્કો સિમેન્ટ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,070 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓપરેટિંગ પર્ફોર્મન્સ સાઉથ ઈન્ડિયા સ્પર્ધા, ધીમી ડિમાન્ડ, માઈનિંગ સેસને કારણે પ્રભાવિત થયા. ક્વાર્ટઝાઈટ સ્કેલ-અપ અને કન્સ્ટ્રક્શન-કેમિકલ એક્સપાન્શન FY32 સુધીમાં 25% EBITDAના અનુમાન છે.
ટાટા પાવર પર જેફરિઝ
જેફરિઝે ટાટા પાવર પર અંડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹335 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27 માટે 2.5 GW રિન્યુએબલ કેપેસિટી એડિશન ટાર્ગેટનું પુનરાવર્તન કર્યું. જેફરીઝની પસંદગી: JSW એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને NTPC છે.
JSW એનર્જી પર જેફરિઝ
જેફરિઝે JSW એનર્જી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹720 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27માં 3 GW ઓર્ગેનિક કેપેસિટી એડિશન પર વિશ્વાસ છે.
JSW ઈન્ફ્રા પર જેફરિઝ
જેફરિઝે JSW ઈન્ફ્રા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹395 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26-28 દરમિયાન EBITDA ડબલ કરવાના લક્ષ્યને પુનરાવર્તન કર્યું. જેને પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ લીડ કરશે. FY27ની 61% કેપેસિટી એડિશન ટ્રેક પર છે.
HAL પર સિટી
સિટીએ HAL પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6175 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2 LCA FOC ટ્રેનર્સ, 3 HTT-40, અને 4 ધ્રુવ NG હેલિકોપ્ટર સોંપવામાં આવ્યા. અત્યાર સુધીમાં 10 F404 એન્જિન ડિલિવર કરવામાં આવ્યા. F404 એન્જિન ડિલિવરી ચાલુ રહેવાની અપેક્ષા છે. એન્જિન સપ્લાય સમસ્યાઓમાં ઘટાડો Mk1A સંબંધિત અનિશ્ચિતતા ઘટાડી શકે છે.
HAL પર CLSA
સીએલએસએ એ એચએએલ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5,481 નક્કી કર્યા છે. H2 માં મજબૂત ગ્રોથની અપેક્ષા કરી છે. તેમનું કહેવુ છે કે માર્ચ સુધીમાં 10 તેજસ Mk-1A ની ડિલિવરીનું લક્ષ્ય છે. GE ડિસેમ્બર સુધીમાં 12 વધુ એન્જિન ડિલિવર કરવા માટે તૈયાર છે. કંપની પાસે આશરે $27 બિલિયન બિઝનેસ વિઝિબિલિટી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.