Today's Broker's Top Picks: હીરો મોટોકોર્પ, મેક્રોટેક, યુનિયન બેન્ક, કોનકોર્ડ બાયોટેક, એચસીએલ ટેક, એક્સિસ બેન્ક, ઈન્ડસ ટાવર્સ, ભારત ફોર્જ છે બ્રોકરેજના રડાર પર
ઇન્વેસ્ટેકે યુનિયન બેન્ક પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 151 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે છેલ્લા 3.5 મહિનામાં લગભગ 30% સુધર્યો છે. ઉચ્ચ કોર્પોરેટ એસેટ ક્વોલિટી સ્ટ્રેસની ચિંતાઓ પર કરેક્શન થયું.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
હીરો મોટોકોર્પ પર UBS
યુબીએસે હીરો મોટોકૉર્પની વેચવાલીની સલાહ આપી છે. તેમને તેના પર લક્ષ્યાંક 3350 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હોન્ડા FY25માં નંબર 1 તરીકે હીરોને બદલવાનો વિશ્વાસ છે. આગળ તેમણે કહ્યુ કે કંપનીએ એપ્રિલ-ઓગસ્ટ ડિસ્પેચમાં પહેલેથી જ Narrow Leadનું સંચાલન કર્યું છે. મહિનાથી આજ સુધી રિટેલ માર્કેટ શેર હીરો કરતાં 370 bpsની લીડ છે. તહેવારોની સીઝનની શરૂઆત પહેલાથી હોન્ડની ડિમાન્ડ વધી રહી છે. Shine 100 સહિતની મોટરસાઇકલની મજબૂત માંગ છે.
મેક્રોટેક પર નોમુરા
નોમુરાએ મેક્રોટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે યોગ્ય કેપિટલ અલોકેશન સ્ટ્રેટેજિસ સાથે મજબૂત પરિણામની અપેક્ષા છે. FY25-26 દરમિયાન પ્રી-સેલ્સમાં 20% CAGRની અપેક્ષા છે. ભવિષ્યમાં સારા ગ્રોથ કાયમ રહેવાની અપેક્ષા છે. લક્ષ્યાંકથી વધુ સારા બિઝનેસ ડેવલપમેન્ટની અપેક્ષા છે. પલાવા ઈન્ફ્રા અપગ્રેડ થઈ રહ્યું છે, વોલ્યુમ અને પ્રાઈસ ગ્રોથ બન્નેને ફાયદો છે. ભારતનું રેસિડેન્શિયલ પ્રોપર્ટી માર્કેટ મંદીની નજીક સાથે ઇન્ફ્રા અપગ્રેડમાં વિલંબ થશે.
યુનિયન બેન્ક પર ઇન્વેસ્ટેક
ઇન્વેસ્ટેકે યુનિયન બેન્ક પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 151 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે છેલ્લા 3.5 મહિનામાં લગભગ 30% સુધર્યો છે. ઉચ્ચ કોર્પોરેટ એસેટ ક્વોલિટી સ્ટ્રેસની ચિંતાઓ પર કરેક્શન થયું.
કોનકોર્ડ બાયોટેક પર કોટક
કોટકે કોનકોર્ડ બાયોટેક પર રેટિંગ ડાઉગ્રેડ કરી રિડ્યુસ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1950 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પાછલા કેટલાક ક્વાર્ટરમાં કંપનીની ટોપલાઇન ગ્રોથમાં નરમાશ રહેશે. માર્જિન ફોર્મ્યુલેશન સેગમેન્ટમાં પણ નરમાશ રહેશે. લો-માર્જિન ફોર્મ્યુલેશન સેગમેન્ટ દ્વારા ટોપલાઇન ગ્રોથ નરમ રહ્યો છે. FY24 અને Q1FY25 માં API ગ્રોથ પ્રિન્ટ પર નીચા રહેવાનો અંદાજ છે. Q2માં પીક-અપ આવવાની અપેક્ષા છે.
HCL ટેક પર CLSA
CLSAએ HCL ટેક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1556 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
એક્સિસ બેન્ક પર CLSA
CLSA એ એક્સિસ બેન્ક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો Profitable Growth યથાવત્ રહેશે.
ઈન્ડસ ટાવર્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ ઈન્ડસ ટાવર્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 310 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બ્રુકફિલ્ડે અમેરિકન ટાવર્સ ઇન્ડિયા બિઝનેસનું 100% એક્વિઝિશન $2.2 બિલિયનના EV પર પૂર્ણ કર્યું. બ્રુકફિલ્ડ તેની ઈન્ડિયા ટેલિકોમ ઈન્ફ્રાને નવી બ્રાન્ડ 'અલ્ટિયસ' હેઠળ જોડશે. વોડાફોન આઈડિયાએ ધીમે ધીમે શેર ગુમાવવાનું યથાવત્ રહેશે.
ભારત ફોર્જ પર નોમુરા
નોમુરાએ ભારત ફોર્જ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1789 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY30 સુધીમાં ડિફેન્સ શેર 25% સુધી વધી શકે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)