Broker's Top Picks: હિંદ ઝિંક, પીએનબી, બીએચઈએલ, ડિક્સન ટેક છે બ્રોકરેજના રડાર પર
નુવામાએ BHEL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹353 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓછા માર્જિનવાળા જુના પ્રોજેક્ટના એક્ઝિક્યુશનથી નફામાં દબાણ રહેશે. વર્ષના આધાર પર ઓર્ડર ઈનફ્લો 53% વધ્યો, બેકલોગ ₹2.2 લાખ કરોડ છે. FY27 ટર્નઅરાઉન્ટ વર્ષ રહેવાની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
હિન્દ ઝિંક પર HSBC
HSBCએ હિન્દ ઝિંક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઊંચા વોલ્યુમ અને ઓછા ખર્ચથી Q3ના પરિણામ મજબૂત જાહેર છે. ચાંદીમાં ઉછાળો અને રૂપિયામાં નરમાશથી આવકને સપોર્ટ મળ્યો છે. ઊંચા વોલ્યુમ અને ચાંદીનામાં તેજીથી Q4 વધુ મજબૂત થવાની અપેક્ષા છે.
હિન્દ ઝિંક પર જેફરિઝ
જેફરિઝે હિન્દ ઝિંક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં EBITDA વધ્યા QoQ, ચાંદીના વધતા ભાવથી ફાયદો છે. ખર્ચ નિયંત્રણમાં રહ્યો, FY26-28 દરમિાયન EPSમાં 3-10% નો વધારો છે.
હિન્દ ઝિંક પર સિટી
સિટીએ હિન્દ ઝિંક પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹585 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ચાંદીના પ્રાઈસમાં ઉછાળો, ઓછા ખર્ચ અને ઉંચા વોલ્યુમથી સપોર્ટ છે. Zinc LME ભાવ YoY થોડા ઊંચા, Lead ભાવ થોડા નબળા રહ્યા. FY26માં 2% રિફાઇન્ડ વોલ્યુમ ગ્રોથ અને $1,000 ના CoP નું લક્ષ્યાંક છે.
હિન્દ ઝિંક પર નુવામા
નુવામાએ હિન્દ ઝિંક પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹591 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં કંપનીના 36%ના ઉછાળો સાથે EBITDA ઈન-લાઈન રહ્યા. સિલ્વર EBIT 56% QoQ ઉછળ્યું, કુલ EBIT માંથી 44% હિસ્સો સિલ્વરનો છે. FY27/FY28 માટે ઝિંકના ભાવ $3,000 / $2,900 રહેવાના અનુમાન છે.
PNB પર CLSA
સીએલએસએએ પીએનબી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹145 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 પરિણામો અપેક્ષા કરતા સારા છે. NIM 8 bps ઘટીને 2.52% પર આવ્યું. વર્ષ દર વર્ષના આધાર પર લોન ગ્રોથ 12% મજબૂત છે, વર્ષના આધાર પર ડિપોઝિટમાં 9%નો ઉછાળો છે.
PNB પર સિટી
સિટીએ પીએનબી પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹115 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે NIM અપેક્ષા કરતાં નબળા રહ્યા, FY26 માટે NIM ગાઇડન્સ 2.6% સુધી ઘટાડ્યુ. ફ્લોટિંગ પ્રોવિઝનને કારણે ક્રેડિટ કોસ્ટ 39 bps પર છે.
BHEL પર નુવામા
નુવામાએ BHEL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹353 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓછા માર્જિનવાળા જુના પ્રોજેક્ટના એક્ઝિક્યુશનથી નફામાં દબાણ રહેશે. વર્ષના આધાર પર ઓર્ડર ઈનફ્લો 53% વધ્યો, બેકલોગ ₹2.2 લાખ કરોડ છે. FY27 ટર્નઅરાઉન્ટ વર્ષ રહેવાની અપેક્ષા છે.
BHEL પર CLSA
સીએલએસએ એ બીએચઈએલ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹195 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓપરેશનલ ટર્નઅરાઉન્ડ યથાવત્, પણ ગ્રોથની ક્વોલિટીમાં નરમાશ છે. FY27 PEના 36 ગણા પર વેલ્યુએશન મોંઘા છે.
ડિક્સન ટેક પર ઈન્વેસ્ટેક
ઈન્વેસ્ટેકે ડિક્સન ટેક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹18,900 પ્રતિશેરથી ઘટાડીને ₹15,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગત 4 મહિનામાં શેર લગભગ 40% તૂટ્યો. VIVO & HKC JVને સરકારી મંજૂરીમાં વિલંબ રહેશે. કન્ઝ્યુમર ડિમાન્ડમાં નરમાશ, ખાસ કરીને મોબાઈલમાં છે. FY26-28 EBITDA અનુમાનમાં 5-14% ઘટાડો થયો. આગામી અમુક મહિનામાં VIVO & HKC JV મંજૂરી મળી શકે છે. મોબાઈલ, IT હાર્ડવેર, ટેલિકોમના વેલ્યુ એડિશન પર ફોકસ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.