Broker's Top Picks: હોસ્પિટલ્સ, હેલ્થકેર, ગ્લેનમાર્ક ફાર્મા, ઓએમસી, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ ગ્લેનમાર્ક ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹2275 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ AbbVie સાથે ISB 2001 માટે આઉટ-લાઈસન્સિંગ ડીલ કર્યા. સવાલએ છેકે કંપનીને શું મળશે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
હોસ્પિટલ્સ પર જેફરિઝ
સરકાર હેલ્થ ક્લેમ્સ પર નિયંત્રણની યોજના બનાવી રહી છે. સરકારી રેગુલેશનથી હોસ્પિટલ સ્ટોક્સમાં દબાણ જોવા મળ્યુ. ખાનગી હોસ્પિટલોની બેડ ક્ષમતા વધારવાની ગતિ ધીમી પડી શકે છે. પણ છેલ્લા 12-18 મહિનામાં રેગુલેટરી સમાચારોએ ખરીદદારીની તક ઉભી કરી છે. મેક્સ હેલ્થકેર અને ફોર્ટિસ ટોપ પિક્સ છે. નજીકના ગાળા માટે નેગેટિવ અસર શક્ય, લાંબાગાળા માટે ખરીદદારીની સલાહ આપી છે.
હેલ્થકેર પર MS
મોર્ગન સ્ટેનલીએ હેલ્થકેર પર માર્કેટ કેપ દ્વારા ભારતની ટોચની 4 ફાર્મા કંપનીઓ પર રિપોર્ટ આપ્યો. FY25-27માં અર્નિંગ્સ ગ્રોથ ધીમો પડી શકે છે. કંપનીઓની બેલેન્સ શીટ અને રોકાણ યોજનાઓ સકારાત્મક રહેશે. સન ફાર્મા માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1960 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત સ્પેશિયાલિટી પાઇપલાઇન, ક્રોનિક-ફોકસ્ડ ઇન્ડિયા બિઝ, સોલિડ બેલેન્સ શીટ છે. લ્યુપિન માટે ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2096 પ્રતિશેરના નક્કી કર્યા છે. H1FY26 મજબૂત રહી શકે,પણ US સ્પર્ધા એક રિસ્ક છે. ડૉ.રેડ્ડીઝ માટે ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1298 પ્રતિશેરના નક્કી કર્યા છે. ડાયાબિટીઝની દવા સેમાગ્લુટાઇડનું વેચાણ આશ્ચર્યજનક બની શકે છે. સિપ્લા માટે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1400 પ્રતિશેરના નક્કી કર્યા છે. FY25–27માં EPSમાં -2% CAGR અનુમાન છે.
ગ્લેનમાર્ક ફાર્મા પર HSBC
એચએસબીસીએ ગ્લેનમાર્ક ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹2275 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ AbbVie સાથે ISB 2001 માટે આઉટ-લાઈસન્સિંગ ડીલ કર્યા. સવાલએ છેકે કંપનીને શું મળશે. $700 મિલિયન અપફ્રન્ટ અને $1.225 બિલિયન સુધી માઇલસ્ટોન પેમેન્ટ કરશે. સાથે રોયલ્ટી પણ મળશે, ડીલ માટે અંદાજિત NPV ₹320 પ્રતિશેર છે. આ ડીલ કંપનીના કેશ ફ્લો વધારવા અને રિસર્ચ રણનીતિને મજબૂત માનવામાં આવી રહી છે.
OMC પર HSBC
એચએસબીસીએ ઓએમસી પર LPG સબ્સિડરીની શક્યતા અને OPECની સપ્લાઈ નીતિથી ઓઈલ પ્રાઈસમાં દબાણ આવી શકે છે. માર્કેટિંગ માર્જિન અને વોલ્યુમ ગ્રોથ મજબૂત છે. HPCL માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹480 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે BPCL માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹420 પ્રતિશેરના નક્કી કર્યા છે. IOC માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹180 પ્રતિશેરના નક્કી કર્યા છે.
સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ પર જેફરિઝ
જેફરિઝે સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5150 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એપ્રિલ-મેમાં વોલ્યુમ ગ્રોથ 10%થી વધુ રહ્યો. પ્રીમિયમ VAS વેચાણ વાર્ષિક ધોરણે 12% વધ્યું, માર્જિનને ટેકો આપ્યો. BPCL પાસેથી Composite LPG સિલિન્ડરો ₹540 મિલિયનનો ઓર્ડર મળ્યો. FY26 સુધીમાં 940K MT સુધી પહોંચવાની અપેક્ષા છે. કંપનીની મજબૂત ઓર્ડર બુક અને ક્ષમતા વિસ્તરણ વ્યૂહરચના લાંબા ગાળે ફાયદાકારક લાગે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)