Broker's Top Picks: આઈસીઆઈસીઆઈ પ્રુ લાઈફ, વેદાંતા, એસબીઆઈ કાર્ડ, ઈન્ડસ ટાવર્સ, ઈન્ડિયન હોટેલ્સ, આઈટીસી હોટલ્સ છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ ICICI પ્રુ લાઈફ પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹740 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3FY26માં કંપનીના માર્જિન મજબૂત છે. Q4FY26 માટે આઉટલુક પોઝિટીવ, FY26માં સિંગલ ડિજિટ VNB ગ્રોથની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ICICI પ્રુ લાઈફ પર જેફરિઝ
જેફરિઝે ICICI પ્રુ લાઈફ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹830 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિસેમ્બર ક્વોર્ટરમાં VNB 19% વધી ₹600 કરોડ અનુમાન મુજબ રહ્યા. VNB માર્જિન અંદાજ કરતા વધુ 24% જ્યારે APE ગ્રોથ 4% છે. સારા પ્રોડક્ટ મિક્સ, યીલ્ડ કર્વ ટેલવિન્ડ્સ અને GST કટનો સપોર્ટ મળ્યો.
ICICI પ્રુ લાઈફ પર નોમુરા
નોમુરાએ ICICI પ્રુ લાઈફ પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹740 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3FY26માં કંપનીના માર્જિન મજબૂત છે. Q4FY26 માટે આઉટલુક પોઝિટીવ, FY26માં સિંગલ ડિજિટ VNB ગ્રોથની અપેક્ષા છે.
ICICI પ્રુ લાઈફ પર CLSA
સીએલએસએએ ICICI પ્રુ લાઈફ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક પ્રાઈઝ વધારીને ₹790 પ્રતિશેરના નક્કી કર્યા છે. સીએલએસએએ કહ્યુ કે પ્રોડક્ટ મિક્સ શિફ્ટથી GST ઈનપુટ ક્રેડિટ ખોટની અસર ઓછી છે. વર્ષના આધાર પર રિટેસ પ્રોટેક્શનમાં 40% ગ્રોથ છે. ULIP અને નોન પાર સેલ્સમાં સુધારો થયો છે. કમીશન નિયમોમાં ફેરફારથી નાની અવધિમાં અનિશ્ચિતતા છે.
ICICI પ્રુ લાઈફ પર HSBC
એચએસબીસીએ ICICI પ્રુ લાઈફ ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹790 પ્રતિશેરના નક્કી કર્યા છે. એચએસબીસીએ કહ્યું કે Q3FY26માં માર્જિનનું પ્રદર્શન મજબૂત છે. આગળ રિ-રેટિંગ માટે ટોપ લાઈન ગ્રોથ અગત્યનું ટ્રીગર છે.
વેદાંતા પર નુવામા
નુવામાએ વેદાંતા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹686 પ્રતિશેરથી વધારીને ₹806 પ્રતિશેર નક્કી કર્યા છે. નુવામાએ કહ્યું કે ક્લિયરન્સ અંતિમ તબક્કામાં હોવાથી વેલ્યુ અનલોકિંગ થવાની અપેક્ષા છે. મજબૂત કમોડિટી પ્રાઈસ, ખર્ચમાં ઘટાડો અને વોલ્યુમ ગ્રોથથી રોકાણ થીસીસ મજબૂત છે. FY27 અને FY28 EBITDA 8%થી 17% વધવાના અનુમાન છે.
SBI કાર્ડ પર CLSA
સીએલએસએએ એસબીઆઈ કાર્ડ પર હોલ્ડના રેટિંગ અપગ્રેડ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹820 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અસેટ ક્વોલિટીમાં સ્થિરતા અને ક્રેડિટ ખર્ચમાં ઘટાડાની અપેક્ષા છે.
ઈન્ડસ ટાવર્સ પર CLSA
CLSAએ ઈન્ડસ ટાવર્સ પર હાઈ કંનવર્ઝેશન પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹565 પ્રતિશેરના નક્કી કર્યા છે. સીએલએસએ કહ્યું કે વોડાફોન આઈડિયાને AGR રાહત અને ફંડ એકત્રથી ફાયદો શક્ય છે. 256,074 ટાવર પોર્ટફોલિયો છે. ભારતીએ 1 વર્ષમાં 13000 ટાવર અને 76000 સાઈટ ઉમેર્યા છે. ફંડ એકત્ર બાદ વોડાફોનએ 1.10 લાખ સાઈટ, 21000 BB ટાવર ઉમેર્યા.
ઈન્ડિયન હોટેલ્સ પર નોમુરા
નોમુરાએ ઈન્ડિયન હોટેલ્સ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યું. તેમણે તેના પર લક્ષ્યાંક ₹830 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મર્યાદિત સપ્લાઈ, મજબૂત ડિમાન્ડ અને ઓછા $ ADR બેઝને કારણે ADR ગ્રોથમાં સારી વિઝિબિલિટી છે. FY25–28 આવક અને EBITDA CAGR 15% થી 16% શક્ય છે.
ITC હોટેલ્સ પર નોમુરા
નોમુરાએ ITC હોટેલ્સ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹230 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાઈ સિંગલ ડિજિટ આવકPAR ગ્રોથ શક્ય છે. મજબૂત ARR અને ઓક્યુપન્સી સુધારાથી RevPAR ગ્રોથને સપોર્ટ મળ્યો છે. FY25-28 આવક અને EBITDA CAGR 15%થી 18% શક્ય છે. ROICમાં સુધારો શક્ય, શ્રીલંકા અસેટમાં પણ રિકવરી જોવા મળી.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.