Broker's Top Picks: આઈજીએલ, એન્ટરનલ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક, ટ્રેન્ટ છે બ્રોકરેજના રડાર પર
સિટીએ IGL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹270 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26-28 વચ્ચે EBITDA માર્જિન વધી ₹7–7.5/ SCM શક્ય છે. સરકારે ગેસ ટ્રાન્સપોર્ટેશન માટેના ચાર્જીસમાં ફેરફાર કર્યો. હવે ૩ ઝોન સિસ્ટમને બદલે ૨ ઝોન સિસ્ટમ રહેશે. જેનો IGLને ફાયદો થશે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IGL પર સિટી
સિટીએ IGL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹270 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26-28 વચ્ચે EBITDA માર્જિન વધી ₹7–7.5/ SCM શક્ય છે. સરકારે ગેસ ટ્રાન્સપોર્ટેશન માટેના ચાર્જીસમાં ફેરફાર કર્યો. હવે ૩ ઝોન સિસ્ટમને બદલે ૨ ઝોન સિસ્ટમ રહેશે. જેનો IGLને ફાયદો થશે.
Eternal પર MS
મોર્ગન સ્ટેનલીએ Eternal પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹320 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફૂડ અને ડિલિવરી બિઝનેસ માટે નવા CEOની નિયુક્તિ છે. સિનિયર લેવલ પર મેનેજમેન્ટમાં ફેરફારથી સેન્ટીમેન્ટ પર મિશ્ર અસર શક્ય છે. 4 વર્ષમાં મેનેજમેન્ટમાં ફેરફાર છતાં Zomatoનું માર્કેટ શેર વધ્યુ.
ટેક મહિન્દ્રા જેફરિઝ
જેફરિઝે ટેક મહિન્દ્રા અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1430 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27માં 15% માર્જિન ખૂબજ આશાવાદી માનવામાં આવી રહ્યું છે. કર્મચારીઓનો ખર્ચ ખૂબજ ઓછો કરવો પડશે, જે મુશ્કેલ છે. પાસ-થ્રુ અને ઓવરહેડ ખર્ચ સ્થિર રહેશે.
HDFC બેન્ક પર જેફરિઝ
જેફરિઝે HDFC બેન્ક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,340 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં લોન ગ્રોથમાં સુધારાના સંકેતો છે. માર્ચ 2026 સુધી લોન ગ્રોથ ઈન્ડસ્ટ્રીના સરેરાશની નજીક આવી શકે છે. 19 જુલાઈએ પરિણામ પર નજર રહેશે. ડિપોઝિટ ગ્રોથ મજબૂત રહેશે. 2 વર્ષમાં લોન ગ્રોથમાં સુધારો અને ઓછા LDR ની અપેક્ષા છે.
ટ્રેન્ટ પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને ટ્રેન્ટ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં 20% વાર્ષિક ગ્રોથ નોંધાઈ છે. 20% ગ્રોથ કરતાં નીચે છે. ગ્રોથ નોર્મલ ટ્રેન્ડ નથી અને શોર્ટ ટર્મમાં ઉતાર-ચઢાવ રહી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.