Today's Broker's Top Picks: ઈન્ડસ ટાવર, એસબીઆઈ કાર્ડ, ગેલ અને બજાજ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ ગેલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 254 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ નવી પાઇપલાઇન ક્ષમતામાં રોકાણ કર્યું. કંપનીએ GSPLની સરખામણીએ નેટવર્કનું વિસ્તરણ કર્યું છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઈન્ડસ ટાવર પર CLSA
સીએલએસએ એ ઈન્ડસ ટાવર પર રેટિંગ અપગ્રેડ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 335 રૂપિયા પ્રતિશેરથી વધારી 450 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વોડાફોન આઈડિયાના ફંડ એકત્ર કરવાની પોઝિટીવ અસર કંપની પર છે. વોડાફોન આઈડિયાએ 48,000 4G/5G Sites પ્લાન ઉમેર્યો. FY25/26CL અનુમાન 1-9% વઘ્યા. વર્ષ દર વર્ષના આધાર પર 24000 વધુ ભાડુઆતથી FY26CL EBITDAમાં 10% ગ્રોથ શક્ય છે. વોડાફોનના 5700 કરોડ રૂપિયાના સેટલમેન્ટથી ઈન્ડસના 21 રૂપિયા પ્રતિશેરનો ફાયદો શક્ય છે. છેલ્લા 12 મહિનામાં ઈન્ડસ 150% વધ્યો. પણ ગ્લોબલ ટાવર કંપનીઓની સરખામણીએ 60% ડિસ્કાઉન્ટ છે.
SBI કાર્ડ પર MS
મોર્ગન સ્ટેનલીએ એસબીઆઈ કાર્ડ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 750 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર માર્ચમાં ઈન્ડસ્ટ્રી સ્પેન્ડિંગ ગ્રોથ 20% રહ્યો. કંપનીનો સ્પેન્ડિંગ ગ્રોથ વાર્ષિક ધોરણે 1% નરમ રહ્યો છે.
GAIL પર MS
મોર્ગન સ્ટેનલીએ ગેલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 254 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ નવી પાઇપલાઇન ક્ષમતામાં રોકાણ કર્યું. કંપનીએ GSPLની સરખામણીએ નેટવર્કનું વિસ્તરણ કર્યું છે. GSPL પાસે મર્યાદિત ક્ષમતા વિસ્તરણ છે. લગભગ 95% નેટવર્ક ઉપયોગ જોવા મળ્યો છે. પાઇપલાઇન ટેરિફ માટે ભારતનું રેગુલેટરી ફેમવર્ક યથાવત રાખી છે. કંપનીની પાઇપલાઇન ટેરિફ નાણાકીય વર્ષ 23 માં સુધારી છે.
બજાજ ફાઈનાન્સ પર UBS
યુબીએસે બજાજ ફાઈનાન્સ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6800 રૂપિયા પ્રતિશેરના નક્કી ક્યા છે. તેમનું કહેવુ છે કે બજાજ હાઉસિંગ ફિન લિસ્ટિંગ કદાચ નોંધપાત્ર વેલ્યુ ઉમેરશે નહીં તેવી આંશકા છે. રોકાણકારો બીએએફને સ્ટેન્ડઅલોન બેઝ પર જોઈ રહ્યા છે. રોકાણકારોને બિઝનેસ પ્રોફાઇલ નબળી દેખાઈ રહી છે. કંપનીના સ્ટેન્ડઅલોન અર્નિંગમાં નરમાશ રહેશે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)