Indusind Bank Share Price: બેન્કે Q1ના નબળા બિઝનેસ અપડેટ કર્યા રજૂ, શેરમાં નજીવો વધારો, જાણો બ્રોકરેજનો અભિપ્રાય
Indusind Bank Share Price: બેન્કના લોન અને ડિપોઝિટ બંનેમાં વાર્ષિક ધોરણે 3%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, અને તેના CASA રેશિયો પર પણ દબાણ વધ્યું છે. બેન્કના નેટ એડવાન્સિસ વાર્ષિક ધોરણે 3.1% ઘટીને 3.34 લાખ કરોડ થઈ ગયા છે, જ્યારે ત્રિમાસિક ધોરણે તેમાં 3.9%નો ઘટાડો નોંધાયો છે.
વિદેશી બ્રોકરેજ ફર્મ જેફરીઝે ઇન્ડસઇન્ડ બેન્ક પર બુલિશ દૃષ્ટિકોણ સાથે કવરેજ શરૂ કર્યું છે અને બાય રેટિંગ સાથે 920નો ટાર્ગેટ આપ્યો છે.
Indusind Bank Share Price: તાજેતરમાં ઇન્ડસઇન્ડ બેન્કે પ્રથમ ક્વાર્ટર (Q1) માટે નબળા બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે. આ અપડેટ્સ મુજબ, બેન્કના લોન અને ડિપોઝિટ બંનેમાં વાર્ષિક ધોરણે 3%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, અને તેના CASA રેશિયો પર પણ દબાણ વધ્યું છે. બેન્કના નેટ એડવાન્સિસ વાર્ષિક ધોરણે 3.1% ઘટીને 3.34 લાખ કરોડ થઈ ગયા છે, જ્યારે ત્રિમાસિક ધોરણે તેમાં 3.9%નો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ બેન્ક ઓફ ઇન્ડિયાના ઘરેલું ડિપોઝિટમાં 10% અને લોનમાં 11% નો વધારો જોવા મળ્યો છે.
આ નબળા Q1 બિઝનેસ અપડેટ્સ પછી, બ્રોકરેજ ફર્મ્સ દ્વારા ઇન્ડસઇન્ડ બેન્કના સ્ટોક પર મિશ્ર રેટિંગ્સ આપવામાં આવ્યા છે.
બ્રોકરેજ ફર્મ્સની ઇન્ડસઇન્ડ બેન્ક પરની રાય
મોર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ ઇન્ડસઇન્ડ બેન્ક પર અંડરવેઇટ રેટિંગ આપીને તેનો ટાર્ગેટ 750 નક્કી કર્યો છે. તેમના રિપોર્ટ મુજબ, બેન્કના નેટ લોનમાં ત્રિમાસિક ધોરણે 3% અને વાર્ષિક ધોરણે 4%નો ઘટાડો નોંધાયો છે. કોર્પોરેટ લોનમાં વાર્ષિક ધોરણે 14% નો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે કન્ઝ્યુમર લોનમાં ત્રિમાસિક ધોરણે 1% નો ઘટાડો થયો છે.
જેફરીઝ
વિદેશી બ્રોકરેજ ફર્મ જેફરીઝે ઇન્ડસઇન્ડ બેન્ક પર બુલિશ દૃષ્ટિકોણ સાથે કવરેજ શરૂ કર્યું છે અને બાય રેટિંગ સાથે 920નો ટાર્ગેટ આપ્યો છે. તેમના મતે, કન્ઝ્યુમર બિઝનેસ વાર્ષિક ધોરણે 5% વધ્યો છે, જોકે ત્રિમાસિક ધોરણે તેમાં 1% નો ઘટાડો જોવા મળ્યો છે. ડિપોઝિટમાં 3% નો ઘટાડો થયો છે, જ્યારે રિટેલ ડિપોઝિટ ત્રિમાસિક ધોરણે ફ્લેટ રહ્યા છે.
સિટી
સિટીએ ઇન્ડસઇન્ડ બેન્કના સ્ટોક પર સેલ રેટિંગ આપીને 765 નો ટાર્ગેટ નક્કી કર્યો છે. તેમની રિપોર્ટમાં જણાવાયું છે કે 1QFY26 એડવાન્સિસમાં ત્રિમાસિક ધોરણે 3.1% નો ઘટાડો જોવા મળ્યો છે. બેન્કનો કન્ઝ્યુમર બિઝનેસ ત્રિમાસિક ધોરણે 0.9% ઘટ્યો છે, જ્યારે ડિપોઝિટમાં 3.3% નો ઘટાડો થયો છે.
આ સમાચાર બાદ આજે એટલે કે જુલાઈ 7, 2025ના રોજ બજારના શરૂઆતી કલાકમાં સવારે 9:27 વાગ્યે ઇન્ડસઇન્ડ બેન્કનો સ્ટોક 0.73% અથવા 5.50 ઘટીને 861.10 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.