Broker's Top Picks: ઈન્ટરગ્લોબ એવિએશન, ફેડરલ બેન્ક, પોલિકેબ, જેકે સિમેન્ટ, જેએસડબ્લ્યૂ સ્ટીલ છે બ્રોકરેજના રડાર પર
સિટીએ પોલિકેબ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹9500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે C&W આવક 54% વધી YoY, વોલ્યુમ ગ્રોથ 40% છે. ભાવ વધારામાં વિલંબને કારણે માર્જિનમાં ઘટાડો થયો છે. કોમોડિટી ફુગાવા છતાં માંગ મજબૂત છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઈન્ટરગ્લોબ એવિએશન પર જેફરિઝ
જેફરિઝે ઈન્ટરગ્લોબ એવિએશન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6140 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે DGCAએ ઈન્ડિગો પર ₹22 Crનો દંડ ફટકાર્યો. ગત વર્ષ ડિસેમ્બરમાં ફ્લાઈટ કટોકટી કેસ મામલે DGCA એ દંડ ફટકાર્યો. દંડ વધુ કડક નથી,શેડ્યુલ પર DGCA ગાઈડલાઈન્સ પર નજર રહેશે.
ફેડરલ બેન્ક પર CLSA
સીએલએસએએ ફેડરલ બેન્ક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક વધારીને ₹300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેન્કએ મજબૂત પરિણામ જાહેર કર્યા. નફો અનુમાનથી 5% વધુ રહ્યા. ક્વાર્ટરના આધાર પર NIM 12 bps સુધરી 3.8% રહ્યા. લોન ગ્રોથમાં સુધારો આવ્યો.
પોલિકેબ પર સિટી
સિટીએ પોલિકેબ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹9500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે C&W આવક 54% વધી YoY, વોલ્યુમ ગ્રોથ 40% છે. ભાવ વધારામાં વિલંબને કારણે માર્જિનમાં ઘટાડો થયો છે. કોમોડિટી ફુગાવા છતાં માંગ મજબૂત છે.
પોલિકેબ પર જેફરિઝ
જેફરિઝે પોલિકેબ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹9225 પ્રતિશેરના નક્ક કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્ચ 2025 પછી સ્ટોકમાં 50% વધારો, છતાં Historical valuation કરતા હજુ નીચે છે. શેરમાં વધારો અને કેપેક્સને કારણે C&W વોલ્યુમ ગ્રોથ મજબૂત રહ્યો.
પોલિકેબ પર MS
મોર્ગન સ્ટેનલીએ પોલિકેબ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹9373 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના આધાર પર નફો ઈન-લાઈન, C&W આવક 54% વધી. સ્ટ્રેટેજિક પ્રાઈસ, પ્રોડક્ટ મિક્સ અને Ad ખર્ચથી માર્જિન પર અસર રહેશે.
JK સિમેન્ટ પર જેફરિઝ
જેફરિઝે JK સિમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના આધાર પર EBITDA ઈન-લાઈન, ગ્રે સિમેન્ટ વોલ્યુમ 22%નો ઉછાળો છે. Realisationsમાં ઘટાડો QoQ, FY28 સુધી 40 mtpa ક્ષમતા વિસ્તાર ટ્રેક પર છે.
JSW સ્ટીલ પર જેફરિઝ
જેફરિઝે JSW સ્ટીલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આકર્ષક ખરીદીની તક, સેફગાર્ડ ડ્યુટીનું રિન્યુએબલ EBITDA ને વેગ આપશે. અન્યની સરખામણીએ વેલ્યુએશન પ્રીમિયમ વાજબી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.