Today's Broker's Top Picks: ઈન્ટરગ્લોબ એવિએશન, સ્પાઈસજેટ, ભારત ફોર્જ, ઇન્ડસ ટાવર્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એયુ સ્મૉલ ફાઈનાન્સ, ઝોમેટો છે બ્રોકરેજના રડાર પર
જેપી મૉર્ગને ઝોમેટો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 208 રૂપિયા પ્રતિશેરથી વધારી 340 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની રિટેલ કન્ઝ્યુમરમાં તેજી વધવાની અપેક્ષા છે. ક્વિક કોમર્સ કારોબાર દ્વારા મજબૂત ટ્રાન્સફોર્મેશન છે. કંપનીના EBITDA વધુ પોઝિટીવ થવાની અપેક્ષા છે. Blikit પાસે તેના સ્પર્ધકો કરતાં વધુ ઝડપથી ગ્રોથની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઈન્ટરગ્લોબ એવિએશન પર જેફરિઝ
જેફરિઝે ઈન્ટરગ્લોબ એવિએશન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બીજી એરલાયન્સની ફ્લાઈટ ઘટવાનો ફાયદો છે. ક્રૂડમાં ઘટાડો યથાવત્ રહેશે તો નફો અનુમાનથી સારો રહેવાની અપેક્ષા છે. ગ્લોબલ ટ્રેવેલમાં કોઈ મંદી આવી નથી. પ્રમોટર દ્વારા વેચાણ વધવાએ પડકારજનક છે.
સ્પાઈસજેટ પર HSBC
એચએસબીસીએ સ્પાઈસજેટ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 40 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 26 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એરક્રાફ્ટની ગેરજાહરીથી નુકશાન વધતાં, 3000 કરોડ રૂપિયાના QIPનો ઉપયોગ કરી શકે છે. ક્ષમતા ગ્રોથ અને નફો ઘટાવાનું અનુમાન રહેશે.
ભારત ફોર્જ પર UBS
યુબીએસે ભારત ફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2000 રૂપિયા પ્રતિશેરના નક્કી કરશે. DACએ 450 bn રૂપિયા ખરીદીના સોદાને મંજૂરી છે. કંપનીના રેવન્યુ ડિફેન્સનો હિસ્સો વધી રહ્યો છે. FY24માં ડિફેન્સનો હિસ્સો 10% છે. FY27 સુધી રેવેન્યુમાં ડિફેન્સનો હિસ્સો 20% રહી શકે છે.
ઈન્ડસ ટાવર્સ પર CLSA
સીએલએસએ એ ઈન્ડસ ટાવર્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 575 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્પર્ધકો કરતાં બમણી ઝડપે EBITDA ગ્રોથ શક્ય છે. કેપેક્સમાં ઘટાડો આવવાની અપેક્ષા છે. વોડાફોન આઈડિયા તરફથી પેમેન્ટને કારણે ફ્રી કેશ ફ્લો વધશે.
ચોલા ઈન્વેસ્ટમેન્ટ પર GS
ગોલ્ડમેન સૅક્સે ચોલા ઈન્વેસ્ટમેન્ટ પર ખરીદદારીની સલાહ યથાવત્ રહેશે. તેમને તેના પર લક્ષ્યાંક 1786 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
AU સ્મૉલ ફાઈનાન્સ પર GS
ગોલ્ડમેન સૅક્સે એયુ સ્મૉલ ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ યથાવત્ રહેશે. તેમણે તેના પર લક્ષ્યાંક 831 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
Zomato પર JP મૉર્ગન
જેપી મૉર્ગને ઝોમેટો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 208 રૂપિયા પ્રતિશેરથી વધારી 340 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની રિટેલ કન્ઝ્યુમરમાં તેજી વધવાની અપેક્ષા છે. ક્વિક કોમર્સ કારોબાર દ્વારા મજબૂત ટ્રાન્સફોર્મેશન છે. કંપનીના EBITDA વધુ પોઝિટીવ થવાની અપેક્ષા છે. Blikit પાસે તેના સ્પર્ધકો કરતાં વધુ ઝડપથી ગ્રોથની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.