Today's Broker's Top Picks: આઈઓસી, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, સન ફાર્મા, બીએચઈએલ, એસીસી, ભારતી એરટેલ, બીઈએલ, અંબુજા સિમેન્ટ, ફર્સ્ટસોર્સ છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ ફર્સ્ટસોર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીની આવક અને માર્જિન ઈન-લાઈન રહ્યા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IOC પર CLSA
સીએલએસએ એ આઈઓસી પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 120 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2નો નફો અનુમાન કરતાં ખરાબ રહ્યા, માર્કેટિંગ માર્જિનમાં પણ દબાણ રહેશે. ઈન્વેન્ટરીના મોટા નુકસાનને કારણે કોર નફો ઘટ્યો. FY25-27 દરમિયાન નફામાં 6%-20% ઘટાડો થશે. FY25-27 દરમિયાન Mktg માર્જિનમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. રિટેલ ફ્યુલ પ્રાઈસ અને એક્સાઈઝ ડ્યુટીમાં વધારો થવાની શક્યતાની શેર પર નેગેટિવ અસર રહેશે.
LIC હાઉસિંગ ફાઈનાન્સ પર CLSA
સીએલએસએ એ એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ પર રેટિંગ અપગ્રેડ કરી આઉટપરફોર્મના રેટિંગ કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં NII & PPoP (Pre-provision operating profit) 6-7% અનુમાનથી નીચે રહ્યા. ઓછી ક્રેડિટ કોસ્ટને કારણે નફો 7% રહ્યો. Calculated Spreads છેલ્લા બે ક્વાર્ટરમાં 40-50 Bps ઘટાડો રહ્યો. 1HFY25 માં ક્રેડિટ ખર્ચ 15 bps રહ્યો.
સન ફાર્મા પર CLSA
સીએલએસએ એ સન ફાર્મા પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1820 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામ ઈન-લાઈન રહ્યા. US વેચાણ અને gRevlimid વેચાણમાં સુધારો થશે. ભારત બિઝનેસની તમામ કેટેગરીમાં વોલ્યુમ ગ્રોથ ઉચ્ચા રહ્યા છે. ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં વિલંબને કારણે R&D ગાઈડન્સ ઘટાડ્યા છે. FY25-2026માં પરિણામમાં સુધારો આવવાની અપેક્ષા છે.
સન ફાર્મા પર જેફરિઝ
જેફરીઝે સન ફાર્મા પર ખરીદાદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 2150 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં સેલ્સ ઈન- લાઈન રહ્યા, EBITDA, નફો અનુમાન મુજબ છે. R&D ખર્ચ નીચે રહ્યા છે. US સેલ્સ વધ્યુ, ગ્રેવલિમિડ અને Specialty વેચાણમાં સુધારો થયો. ઈન્ડિયા સેગમેન્ટ વોલ્યુમ ગ્રોથ 11% પર રહ્યો.
BHEL પર CLSA
સીએલએસએ એ બીએચઈએલ પર અન્ડરપરફોર્મના રેટિગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 189 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ACC પર નોમુરા
નોમુરાએ એસીસી પર રેટિંગ અપગ્રેડથી ન્યુટ્રલ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડી 2400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ 22 સપ્ટેમ્બરથી સૌથી નીચા EBITDA/t નો રિપોર્ટ જાહેર કર્યો છે. FY25F/26માં સિમેન્ટ EBITDA અનુમાનને 18%/1% સુધી ટ્રિમ છે.
ભારતી એરટેલ પર UBS
યુબીએસે ભારતી એરટેલ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1595 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં કંસો આવક અને EBITDA ઈન- લાઈન રહ્યા છે. તાજેતરના ટેરિફ વધારો કર્યો છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઈન્ડિયા મોબાઈલ રેવન્યુ 10.3% વધી. હોમ બ્રોડબેન્ડ,આફ્રિકા અને એન્ટરપ્રાઇઝ અંદાજ કરતાં મજબૂત રહ્યા. ડિજિટલ ટીવી અંદાજથી સહેજ નીચે છે.
BEL પર MS
મોર્ગન સ્ટેનલીએ બીઈએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 364 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે F25માં રેવેન્યુ ગ્રોથ 15% રહ્યો,કંપનીનો ઓર્ડર ઈનફ્લો ₹250 Bn પર છે. F25માં ગ્રોસ માર્જિન 42% પર રહ્યા છે. ઓર્ડર ઇનફ્લો આગળ પણ મજબૂત રહેવાની અપેક્ષા છે.
અંબુજા સિમેન્ટ પર MS
મોર્ગન સ્ટેનલીએ અંબુજા સિમેન્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 775 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટેન્ડઅલો અને કંસો વોલ્યુમ ઉચા રહ્યા છે.
અંબુજા સિમેન્ટ પર GS
ગોલ્ડમેન સૅક્સે ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 640 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર કંપનીનો કંસો વોલ્યુમ 8% વધ્યુ.
FirstSource પર નોમુરા
નોમુરાએ ફર્સ્ટસોર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીની આવક અને માર્જિન ઈન-લાઈન રહ્યા છે.
ફેડરલ બેન્ક પર UBS
યુબીએસે ફેડરલ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં નીચા ક્રેડિટ ખર્ચથી નફો મજબૂત રહ્યો છે. અસેટ્સ ક્વોલિટી સ્ટેબલ છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર હેલ્થ લોન ગ્રોથ મજબૂત છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA ડિપોઝિટ 4% ઉપર છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.