Broker's Top Picks: કેપીઆઈટી ટેક, આઈટીસી, ડૉ.રેડ્ડીઝ છે બ્રોકરેજના રડાર પર
નુવામાએ આઈટીસી પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹415 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સિગારેટ પર ટેક્સ વધારો થવાની અપેક્ષા, પણ વધારે આશા કરતા વધારે હોઈ શકે છે. FY27/28 માટે EBITDA નું અનુમાન 7 ટકાથી ઘટાડ્યું.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
GS On KPIT Tech
ગોલ્ડમેન સૅક્સે કેપીઆઈટી ટેક પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,150 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર Q3માં આવક ગ્રોથ 1.8% વધવાનો અંદાજ છે. ઓગસ્ટમાં બંધ થયેલ કેરસોફ્ટ અધિગ્રહણ, અંદાજિત વધારાની આવકમાં $3 મિલિયનનું યોગદાન આપશે. ત્રીજા ત્રિમાસિકમાં વેતન વધારાથી માર્જિન ત્રિમાસિકમાં થોડી અડચણની અપેક્ષા છે.
JPMorgan On ITC
જેપી મોર્ગને આઈટીસી પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹475 થી ઘટાડીને ₹375 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. જેપી મોર્ગને કહ્યું છે કે સરકાર દ્વારા સિગારેટ પર ટેક્સમાં વધારાની જાહેરાત બાદ ડાઉનગ્રેડ છે. ટેક્સ પર સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે. જો NCCD દૂર કરવામાં આવે તો એવરેજ પ્રાઈસ 25% વધી શકે છે. KSFT સેગમેન્ટ માટેનો વધારો સસ્તા વેરિઅન્ટ્સ તરફ ગ્રાહકોના ડાઉનટ્રેડિંગનું જોખમ છે. ITC પર ટેક્સની અસર વધારે આવી શકે છે.
Nuvama On ITC
નુવામાએ આઈટીસી પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹415 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સિગારેટ પર ટેક્સ વધારો થવાની અપેક્ષા, પણ વધારે આશા કરતા વધારે હોઈ શકે છે. FY27/28 માટે EBITDA નું અનુમાન 7 ટકાથી ઘટાડ્યું.
UBS On ITC
યુબીએસે આઈટીસી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹490 થી ઘટાડીને ₹430 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટેક્સના કારણે શેરના ભાવ પર ભારની અને અનિશ્ચિતતા ઊભી કરવાની શક્યતા છે. 2-3% ની ટકાઉ EBIT વૃદ્ધિ ખૂબ કન્ઝરવેટીવ દેખાય છે.
JPMorgan On Dr Reddy’s
જેપી મોર્ગને ડૉ.રેડ્ડીઝ પર અંડર વેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,170 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને તેના બાયોસિમિલર ડેનોસુમાબ માટે USFDA તરફથી CRL મળ્યો. ટૂંકાગાળે અર્નિંગ્સ પર કોઈ અસર નહીં જોવા મળે. US બાયોસિમિલર્સ માર્કેટમાં કંપનીના પ્રવેશમાં વિલંબ કર્યો. US માર્કેટમાં બાયોસિમિલર એસેટ્સ લાવવામાં ચાલુ નિયમનકારી પડકારો છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)