Today's Broker's Top Picks: લ્યુપિન, ઈન્ફો એજ, વેદાંતા, પીએફસી છે બ્રોકરેજના રડાર પર
સિટીએ ઈન્ફો એજ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 8850 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં પરિણામ મજબૂત રહેશે. આવક ઈન-લાઈન અને EBITDA 3% વધ્યા છે. નોકરી પર હાયરિંગ એક્ટિવિટી ધીમે ધીમે સુધરી રહી છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
લ્યુપિન પર HSBC
એચએસબીસીએ લ્યુપિન પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 2400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવું છે કે Better મિકસ અને ખર્ચ કાર્યક્ષમતા દ્વારા Q2માં ઓપરેશન Beat કર્યા છે. FY25માં EBITDA માર્જિન ગાઈડન્સ 22-23% છે.
ઈન્ફો એજ પર નોમુરા
નોમુરાએ ઈન્ફો એજ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 8630 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ટિકલ Recruitment છે, મજબૂત બાઉન્સબેક યથાવત્ રહેશે. રિયલ એસ્ટેટ બિઝનેસમાં ગ્રોથ સ્ટેબલ છે. મેટ્રિમોની અને એજ્યુકેશન સેગમેન્ટ્સ સતત વધારો થયો. FY26-27 EPS અનુમાનમાં 5% નો ઘટાડો થયો.
ઈન્ફો એજ પર સિટી
સિટીએ ઈન્ફો એજ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 8850 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં પરિણામ મજબૂત રહેશે. આવક ઈન-લાઈન અને EBITDA 3% વધ્યા છે. નોકરી પર હાયરિંગ એક્ટિવિટી ધીમે ધીમે સુધરી રહી છે.
વેદાંતા પર CLSA
સીએલએસએ એ વેદાંતા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 520 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવું છે કે એલ્યુમિનિયમ માટે ઉત્પાદન ખર્ચ વ્યાપકપણે સ્થિર રહ્યો. પરંતુ ઝિંક માટે ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો. H1ની સરખામણીએ H2 મજબૂત રહેવાની અપેક્ષા છે.
PFC પર CLSA
સીએલએસએ એ પીએફસી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 610 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર લોન ગ્રોથ 10% પર રહા છે. બોર્ડે શાપૂરજી પલોનજી ગ્રુપની લોન સામે નિર્ણય લીધો છે.
PFC પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને પીએફસી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 620 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિસ્બર્સમેન્ટમાં વધારો થયો. અસેટ્સ ક્વોલિટીમાં સુધારો થયો. સંપૂર્ણ વર્ષ માટે ગાઈડન્સ જાળવી રાખ્યું છે.
PFC પર UBS
યુબીએસે પીએફસી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 670 રુપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે NII ઈન-લાઈન રહ્યા, નફામાં મદદ કરવા માટે Write-backs યથાવત્ છે. H2માં ગ્રોથ પીક-અપ થવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)