Broker's Top Picks: મેટલ્સ, ઓટો એન્સિલરી, રિલાયન્સ, ઈન્ફોસિસ, BEL છે બ્રોકરેજના રડાર પર
જેફરીઝે બીઈએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹325 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25ને પહોંચી વળવા માટે ₹1,130 કરોડના ઓર્ડર ઇનફ્લોની જરૂર છે. FY23માં કંપનીએ માર્ચમાં તેના ઓર્ડર ફ્લોના 83% ની જાહેરાત કરી. વાર્ષિક ગાઈડન્સ પણ આપ્યું. જાન્યુઆરી 2025 માં સરકારી ડિફેન્સ ખર્ચમાં વાર્ષિક ધોરણે 87%નો વધારો થયો.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
મેટલ્સ પર જેફરિઝ
જેફરીઝે ટાટા સ્ટીલ માટે ખરીદદારીની સલાહ યથાવત્ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹165 પ્રતિશેરથી વધારીને ₹180 પ્રતિશેર નક્કી કર્યા છે. જેફરીઝે હિન્ડાલ્કો માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹800 પ્રતિશેરના નક્કી કર્યા છે. જેફરીઝે JSW સ્ટીલ માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹850 પ્રતિશેરથી વધારીને ₹920 પ્રતિશેરના નક્કી કર્યા છે. મેટલ શેરએ નિફ્ટીની સરખામણીએ 15-20% આઉટપરફોર્મ પ્રદર્શન YTD આપ્યું. ચીનમાં રિકવરી અને સેફગાર્ડ ડ્યુટી અપેક્ષા કરતાં મજબૂત છે. એલ્યુમિનિયમના ભાવમાં સારો એવો વધારો થયો. એશિયન સ્ટીલ લાંબા ગાળાના સરેરાશ કરતાં 20% નીચે છે. હિન્ડાલ્કોનો FY26Eના P/B 1.1x, FY26 ના 13% RoE માટે વાજબી છે. સ્ટીલના શેર પ્રમાણમાં મોંઘા છે, પણ કંપનીના વેલ્યુએશન સ્થિર રહી શકે છે. ટાટા સ્ટીલનો FY26e P/B 1.9x , FY26-27 માટે RoE 1-16% છે.
ઓટો એન્સિલરી પર જેફરિઝ
જેફરિઝે ઓટો એન્સિલરી પર ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ વધવાથી ગ્રોથની નવી તકો ખુલી ગયો. સંવર્ધન મધરસનએ મોબાઈલ ગ્લાસ બનાવવાની શરૂઆત કરી. ભારત ફોર્જએ સર્વર માટે AMD & COMPAL સાથે કરાર કર્યા. ઈલેક્ટ્રોનિક્સ ક્ષમતા વિસ્તારથી ગ્રોથ આઉટલુક અને મલ્ટીપલ સુધારો થશે. સંવર્ધન મધરસનએ એપ્પલ સપ્લાઈયર્સ ક્રિસ્ટન સાથે JV કર્યા.
રિલાયન્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1606 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે છેલ્લા ક્વાર્ટરથી અર્નિંગ્સમાં મલ્ટીપલ રિવકરી જોવા મળી. રિફાઈનિંગ અને કેમિકલ્સમાં સુધારો જોવા મળ્યો. એશિયન કેમિકલ્સ મલ્ટીપલ્સ પણ નીચલા સ્તરેથી સુધર્યા.
ઈન્ફોસિસ પર CLSA
સીએલએસએ એ ઈન્ફોસિસ પર રેટિંગ અપગ્રેડ કર્યા છે. હોલ્ડથી આઉટપરફોર્મ રેટિંગ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1978 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દરેક સેગમેન્ટ અને જિયોગ્રાફિકની માગંમાં સુધારો યથાવત્ છે. લાંબાગાળામાં AIના ડેમોક્રેટાઈઝેશનથી સપોર્ટ શક્ય છે. Q4 સિઝનેલિટીની અસર લગભગ પચાવી લીધી. ટેરિફ અનિશ્ચિતાની અસર FY26ના ગાઈડન્સ પર શક્ય છે. સાઈકલ, સ્ટ્રક્ચરલ ટ્રીગર્સને કારણે વેલ્યુએશન આકર્ષક છે.
BEL પર જેફરિઝ
જેફરીઝે બીઈએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹325 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25ને પહોંચી વળવા માટે ₹1,130 કરોડના ઓર્ડર ઇનફ્લોની જરૂર છે. FY23માં કંપનીએ માર્ચમાં તેના ઓર્ડર ફ્લોના 83% ની જાહેરાત કરી. વાર્ષિક ગાઈડન્સ પણ આપ્યું. જાન્યુઆરી 2025 માં સરકારી ડિફેન્સ ખર્ચમાં વાર્ષિક ધોરણે 87%નો વધારો થયો.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)