આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
M&M પર DAM કેપિટલ
DAM કેપિટલે M&M પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2550 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટેલર એસયુવી પરફોર્મન્સ અને ટ્રેક્ટર રિકવરી વોરંટ વેલ્યુએશન વિસ્તરણ છે. SUV 3XO - કંપની માટે મુખ્ય ગેમ ચેન્જર છે. FY24-FY26 દરમિયાન વોલ્યુમ CAGR 10% રહેવાના અનુમાન છે. ઈન્ડસ્ટ્રી ગ્રોથ 6-7% રહેવાનો અંદાજ છે. FY26માં EBITDA માર્જિન 100 bps વધવાની અપેક્ષા છે.
IOC પર નોમુરા
નોમુરાએ IOC પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 195 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 આશ્ચર્યજનક ઇન્વેન્ટરી નુકશાન અને રિફાઇનિંગ માર્જિન અનુમાનથી ખરાબ રહ્યા.
કોટક મહિન્દ્રા બેન્ક પર નુવામા
નુવામાએ કોટક મહિન્દ્રા બેન્ક પર રેટિંગ BUYથી રિડ્યુસ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,095 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 1530 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લક્ષ્યાંક FY26 માટે P/BV 2.2x થી ઘટી 1.7x રહ્યા. KVS મણિયને બેન્કમાં 20 વર્ષ બાદ રાજીનામુ આપ્યું. છેલ્લા 6 મહિને ધણા સિનિયર લોકોએ રાજીનામુ આપ્યું. મોટા ફેરફારથી ઓછામાં ઓછા આગામી 12-18 મહિના માટે ગ્રોથ અને નફાને નુકસાન પહોંચાડશે.
કોટક બેન્ક પર જેફરિઝ
જેફરીઝે કોટક મહિન્દ્રા બેંક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1970 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. KVS મણિયને JMD તરીકે રાજીનામું આપ્યું. નાણાકીય ક્ષેત્રમાં તકો મેળવવા માટે રાજીનામું આપ્યું. સિનિયર લેવલ પર રાજીનામાની અસર ગ્રોથ અને વેલ્યુએશન્સ પર આવશે.
ગોદરેજ પ્રોપર્ટીઝ પર CLSA
સીએલએસએ ગોદરેજ પ્રોપર્ટીઝ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે G&B વિક્રોલી જમીનની માલિકી ધરાવે છે, કંપની ડેવલપમેન્ટ કરશે. રિચ વેલ્યુએશન પર વેચાણ જાળવી રાખ્યું.
ચોલા ફાઈનાન્સ પર જેફરિઝ
જેફરિઝે ચોલા ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર કંપનીનો નફો 24% વધ્યો. AUM ગ્રોથ વર્ષ દર વર્ષના ધોરણે 37% રહ્યો. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ગ્રોસ NPA 33 bps ઘટ્યા.
ચોલા ફાઈનાન્સ પર નોમુરા
નોમુરાએ ચોલા ફાઈનાન્સ પર રિડ્યુસના રેટિંગ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્રેડિટ ખર્ચ નીચો રહ્યો. પરિણામ સારા રહ્યા છે.
ટાટા કેમિકલ્સ પર HSBC
એચએસબીસીએ ટાટા કેમિકલ્સ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 810 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. US અને ભારતમાં માર્જિનના દબાણની અસર Q4ના પરિણામ પર રહેશે.
એક્સાઈડ પર MS
મોર્ગન સ્ટેનલીએ એક્સાઈડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 504 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સોના BLW પર નોમુરા
નોમુરાએ સોના BLW પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 775 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)