Today's Broker's Top Picks: ઓએનજીસી, એક્સાઈડ, ઝોમેટો, સન ફાર્મા, સાયન્ટ ડીએલએમ, ડિક્સન ટેક છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1790 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે US FDA એ કંપનીના દાદરા પ્લાન્ટ માટે OAI સ્ટેટસ ઈશ્યુ કર્યું.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ONGC પર જેફરિઝ
જેફરિઝે ONGC પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 390 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્રૂડ અને ગેસના ભાવમાં સુધારાની પૉઝિટીવ અસર રહેશે. FY24-26માં ઉત્પાદનમાં સુધારો સાથે FCF જનરેશન અને કન્સોલ નેટ ડેટમાં ઘટાડો દેખાયો. નિફ્ટીમાં સ્ટોક ટ્રેડિંગ પર વધુ ડિસ્કાઉન્ટને કારણે વેલ્યુએશન પર્યાપ્ત રીતે કેપ્ચર નહીં. લાંબા ગાળાની સરેરાશની તુલનામાં વધુ ડિસ્કાઉન્ટ મળશે.
એક્સાઈડ પર MS
મોર્ગન સ્ટેનલીએ એક્સાઈડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 373 રૂપિયા પ્રતિશેરથી વધારી 485 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. .કંપનીના શેરના ભાવ આગામી દસ વર્ષમાં નોંધપાત્ર રીતે વધી શકે છે. બેટરી Cell Localisationમાં કંપનીનું અગ્રણીય સ્થાન રહેશે. Hyundai/Kia સાથે કરાર કર્યા છે.
Zomato પર UBS
યુબીએસ એ ઝોમેટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોમર્સ ગ્રોથ અને માર્જિનમાં સુધારો આવી શકે છે. FY24-29 સુધીમાં GMV CAGR 45% રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2029 સુધીમાં TAM અને યુનિટ ઈકોનોમિક ફેમવર્ક $10.2 Bn રહેવાનો અંદાજ રહેશે. નાણાકીય વર્ષ 2029 સુધીમાં EBITDA માર્જિન 9% પહોંચવાનો લક્ષ્ય છે.
સન ફાર્મા પર HSBC
એચએસબીસીએ સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1790 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે US FDA એ કંપનીના દાદરા પ્લાન્ટ માટે OAI સ્ટેટસ ઈશ્યુ કર્યું. US જેનરિક એક્સ-ગ્રેવલિમિડનું સેલ્સ રેન્જબાઉન્ડ રહેવાની અપેક્ષા છે.
સાયન્ટ DLM પર કોટક
કોટક સાયન્ટ ડીએલએમ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 570 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિક્સન ટેક પર HSBC
એચએસબીસીએ ડિક્સન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 8400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)